મુંબઈ હાઈકોર્ટનાં જજ સી.એસ. ધર્માધિકારીએ એકાએક રાજીનામું આપી દેતા ન્યાયતંત્ર અને ન્યાયવિદોમાં બન્યો ચર્ચાનો વિષય
મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સત્યપ્રકાશ ધર્માધિકારી ના રાજીનામા એ સમગ્ર ન્યાયતંત્રમાં ભારે હલચલ મચાવી દીધી છે આ રાજીનામું માત્રને માત્ર પોતાની મરજીથી અને પરિવાર સાથે સમય આપવા માટે ઊભી થઈ હતી વિસંગતતાના કારણે આપ્યું હોવાનું તેમણે જાહેર કર્યું છે આ અગાઉ પણ તેલ રામાણીએ પણ આવી જ રીતે બદલી થી નારાજ થઈને રાજીનામું આપ્યું હતું મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ના રાજીનામાને લઈને ફરીથી દેશના ન્યાયતંત્રમાં ન્યાયધીશોની નારાજગીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે જગ જાહેર છે કે ભારતીય ન્યાયતંત્રની કાર્યપ્રણાલી ધીમી છે તેમાં પણ પૂરતા જજોની સંખ્યાનાઅભાવે તમામ કોર્ટોમાં કેસોનું ભારણ સતત વધી રહ્યું છે. જેના કારણે જજો પાસે વધારે કેસો હોવાના કારણે કેસોનો વધી રહ્યો છે. જેથી અનેક જજો સમયાંતરે રાજીનામા આપી રહ્યા છે.
સી.એસ.ધર્માધિકારી ને પદ્મ વિભૂષણ થી નવાજવામાં આવ્યા હતા તેઓ અને તેમના પિતરાઈ ભાઈ અત્યારે બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે કાર્યરત છે તેમના પુત્ર પણ તાજેતરમાં જ બી.કોમ ની પરીક્ષા પાસ કરીને પિતાના પગલે ન્યાય ક્ષેત્રમાં આગળ વધવાની ધગસ રાખે છે ન્યાયમૂર્તિ ધર્માધિકારી એ ગઈકાલે હાઇકોર્ટ ની જોન ડિવિઝનલ બેચમાં સુનાવણીમાં હાજરી આપી હતી અને અચાનક તેમણે રાજીનામું આપી દીધું હતું તેના પ્રતિભાવમાં તેમણે જણાવ્યું હતું કે પરિવાર અને પત્ની કે જે પોતાનાથી અલગ થઈ શકે તેમ નથી તેમના વિશે મારે વિચારવું જોઈએ મેં ખૂબ જ કાયદા ની સેવા કરી હવે મારે પરિવાર માટે થોડું કરવાનું છે તેમણે મુંબઇ હાઇકોર્ટ ની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે મુંબઇ હાઇકોર્ટ તથા ન્યાય અને ન્યાય ની અપેક્ષા રાખનારાઓ માટે એક આદર્શ કાર્યપ્રણાલી ની મિશાલ બની રહી છે ધર્માચાર્ય ના રાજીનામાના કારણમાં તેમણે પોતાના પારિવારિક કારણોથી રાજીનામું આપ્યું હોવાનું બહાર આવ્યું છે.
ન્યાય તંત્રએ ભારે આંચકા સાથે સ્વીકાર્યું છે જોકે આ રાજીનામું માત્ર ને માત્ર પરિવારની સ્થિતિને લઇને આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું અગાઉ પણ અગાઉ પણ મૂર્તિ તેલ રામાણીએ રાજીનામું આપી દીધું હતું જોકે તેમને પણ પોતાની બદલીથી નારાજગી હતી જ્યારે ધર્માધિકારી ના રાજીનામાની જાહેરાત થઇ ત્યારે મુંબઈ જ નહીં સમગ્ર દેશના ન્યાયતંત્રમાં ફરી એકવાર ન્યાયાધીશો ની કાર્યભારણ તણાવની પરિસ્થિતિ નો અણસાર આવે છે સીજેઆઇ અને ન્યાયતંત્રના વહીવટી સંકલન વચ્ચે ન્યાયમૂર્તિઓને ઘણું સહન કરવું પડે છે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બદલી અને પારિવારિક કારણોસર રાજીનામું આપી દે તેવો દેશના ઇતિહાસમાં આ બીજો બનાવશે ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી ધીમે ન્યાયપ્રક્રિયા અને અદાલતોમાં કેસોના ભારણ અને સમસ્યાના નિવારણ માટે વધુ ને વધુ ન્યાયાધીશો ની જરૂરિયાત ઊભી થઈ છે ન્યાયાધીશોની નિમણૂક ઓ નો પ્રશ્ન ઉકેલાતો નથી ત્યાં જૂના અને વરિષ્ઠ ન્યાયધીશો માત્રને માત્ર બદલીના અસંતોષ અને પારિવારિક કારણોસર રાજીનામું આપતા થયા છે.
તે ન્યાયતંત્ર માટે ચિંતાનો વિષય છે ધર્માધિકારી જેવા તજજ્ઞ બુદ્ધિપ્રતિભા અને ન્યાયતંત્ર અને દેશ માટે ખૂબ જ આવશ્યક એવા પદાધિકારી જો માત્ર અને માત્ર બદલી નું સ્થળ અને પરિવારની જરૂરિયાતો ને જેને લઇને રાજીનામું આપવા માટે મજબૂર થતા હોય તો માનવીય રીતે વ્યવહારુ અભિગમ અપનાવીને ન્યાયતંત્રના વરિષ્ઠ અધિકારી પદાધિકારીઓ અને તેમના ગમતા સ્થળે કામ કરવાનો અવસર મળી રહે તેવી વ્યવસ્થા હવે જરૂરી બની છે ન્યાયતંત્ર અને વડી અદાલતના કોઈપણ નિર્ણય અંગે કોઈપણ જાતની ટિપ્પણી નો હોય પરંતુ ધર્માધિકારી અને આ અગાઉ ન્યાયમૂર્તિ ના અચાનક જ રાજીનામું આપી દેવાના બનાવોમાં માત્ર ને માત્ર બદલી નું કારણ સામે આવ્યું છે દેશના ન્યાયતંત્રના ઇતિહાસમાં ખૂબ જ ટૂંકા ગાળામાં હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જ્ઞય ચાલુ સેવા માં રાજીનામું આપી દેવાની આ બીજી ઘટના નોંધાઈ છે ધર્માધિકારી ના રાજીનામાં ને પગલે મહારાષ્ટ્ર નહીં સમગ્ર દેશના ન્યાયતંત્રમાં ભારે હલચલ મચી જવા પામી છે.