અમેરિકાનાં ત્રીજા સૌથી મોટા શહેર શિકાગોમાં ફાયરિંગ: ૮ના મોત
અમેરિકામાં વિકાસ ગાંડો થયો છે કે અધ:પતન થયું છે? આ તે થેંકસ ગિવિગ ડે કે કિલિંગ ડે છે? કેમકે અમેરિકાનું ટોચનું શહેર શિકાગોમાં થેંકસ ગિવિંગ ડેના દિવસે જ ફાયરિંગ થતા ૮ના મૃત્યુ થયા હતા અને ડઝનબંધ ઘાયલ થયા હતા.
અહી ખાસ ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં થેંકસ ગિવિંગ વિક એડમાં શિકાગોમાં જ ફાયરિંગની સૌથી વધુ ઘટનાઓ બની હતી. ગન વાયોલન્સ સામે શિકાગો સંઘર્ષ કરી રહ્યું છે. અમેરિકાનું દૈનિક અખબાર ‘શિકાગો ટ્રિબ્યૂનલમાં લખ્યા મુજબ ગયા વર્ષે થેંકસ ગિવિંગ ડે ના હોલી ડે દરમિયાન ૭૦ લોકો ફાયરિંગની ઘટનામાં મૃત્યુ પામ્યા હતા થેંકસ ગિવિંગડે ૨૦૧૫માં ૨૮ અને ૨૦૧૪માં ૧૯ લોકોનાં જીવ ગયા હતા. ટૂંકમાં અવાર નવાર ખતરાની ઘંટડી વગાડવવામાં આવી છે. કે ગન કલ્ચર ખતરનાક છે.
બુધવારથી સોમવારની વહેલી સવાર સુધીમાં આ વખતે ૪૪ લોકોનાં જીવ ગયા છે આથી જ સવાલ થાય છે કે આ તે થેંકસ ગિવિંગ ડે છષ કે કિલિંગ ડે?
શિકાગોમાં ગનથી થતા મર્ડરની સંખ્યા સતત વધતી જ જાય છે. જેમાં ગેંગ અને ડ્રગ એકિટવિટી વધુ જવાબદાર શિકાગો તે અમેરિકાનું ત્રીજું સૌથી મોટુ શહેર છે. પ્રથમ ન્યુયોર્ક અને બીજુ લોસ એન્જલસ અમેરિકાનાં સૌથી મોટા શહેરો છે.
થેંકસ ગિવિંગ ડેને બાદ કરીએ તો ૨૦૧૭માં અત્યાર સુધીમાં ગનથી થયેલા મર્ડરમાં ૬૨૧ લોકો માર્યા ગયા છે. ખુદા ખૈર કરે….!!!