આખુ વર્ષ સ્વાદિષ્ટ ભોજન આરોગ્ય હોય….
હોટેલોની મીજબાની જાણી હોય ફાસ્ટ ફુડ અને જંક ફુટ રોજીદો આહાર બન્યો હોય…. તેવા સમયે અચાનક ધાર્મિકતા આવે તો શું થાય…?
થોડા દિવસો પહેલા જ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ છે ત્યારે ભક્તો પોતાની શ્રધ્ધા અને ભોળાનાથ પ્રત્યેના અટુટ વિશ્ર્વાસ માટે શ્રાવણમહિનાનાં ઉપવાસ રાખે છે કોઇ આખો મહિનો ઉપવાસ કરે છે તો કોઇ શ્રાવણીયા સોમવારનાં ઉપવાસ રાખે છે… ઉપવાસ કરવાએ કંઇ ગુન્હોથી પરંતુ પ્રશ્ન ત્યાં છે જ્યાં કોઇ ભક્ત આખા દિવસનો ઉ૫વાસ રાખી, કે આખા મહિનાનાં ઉપવાસ રાખીને ગામ આખામાં ઠંઠેરો પીટે કે અમે આટલા ઉપવાસ રાખ્યા….
જે તમને એ પુંછવામાં આવે કે તમે શું આરોગ્યું આ ઉપવાસ દરમિયાન તો તેનો જવાબ અચુક આ જ હશે રાજગરાની પૂરી સુકીભાજી રાજગરાનો શીરો, શીંગદાણા તળેલા, વેફર્સ વિગેરે વિગેરે અને હવે તો ફરાળની આઇટમોનું લીસ્ટ કંઇક આવું જોવા મળે છે જેમ કે…. ફરાળી ભજીયા, ફરાળી ગાંઠીયા, ફરાળી ખીચડી, ફરાળી ઉપમા, ફરાળી ઢોંસા, ફરાળી ઉત્તપા, ફરાળી પીઝા, ફરાળી હોટડોગ વિગેરે વિગેરે…. ફરાળનું આ મોર્ડન વર્ઝન ઉપવાસકર્તાઓમાં કંઇક વધુ લોકિ૫્રય બન્યું છે.
શું આ જ હેતુસર લોકો ઉપવાસ રાખતા હતા….? એ પ્રશ્ન દરેકને થવો જ જોઇએ અને જવાબ ‘ના’ જ આવશે… પહેલાનો જમાનામાં લોકો સ્વાસ્થ્યને સુધારવા, પાચનતંત્રને આરામ આપવા રોજીંદા ખોરાકથી થોડો હળવો ખોરાક એટલે અમુક દિવસો માત્ર ફળ આરોગી ઉપવાસ રાખતા હતા. પરંતુ પહેલાનું ફળાહારનું નવું વર્ઝન એટલે મોર્ડન ફરાળ જેનો મતલબ માત્ર ખાવું અને ખાવું જ થાય છે.