હવામાં વધી રહેલા પ્રદુષણના કારણે સૂર્યના હાનિકારક કિરણોનું પ્રમાણ વધી રહ્યું છે. સુર્ય ના અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણી સ્કીન ને નુકસાન કરે છે.આ કિરણોથી બચવા માટે આપણે સનસ્ક્રીનનો ઉપયોગ કર્તા હોય છીએ પરંતુ શું તમને ખ્યાલ છે આ સનસ્ક્રીન આપણી ત્વચા માટે નુક્સાનકારક છે? સનસ્કીન ખરીદતા પહેલા અટલી વસ્તુઑ ધ્યાનમાં રાખો.
જો તમારી ત્વચા તૈલી હોય તો તમારે જેલ અથવા સ્પ્રે પ્રકારનું સનસ્ક્રીન ઉપયોગ કરવું જોઈએ. જેનાથી તમારી ત્વચા તૈલીય નહિ દેખાઈ.
એવા સનસ્ક્રીનનો ઉપયોગ કરો જે તમને નેચરલ લુક આપે તેમજ તમારા ચહેરા પર તૈલીય ના લાગે.
યુવીએ તેમજ યુવીબીથી સુરક્ષા પ્રદાન કરે તેવી સનસ્ક્રીનનો ઉપયોગ કરો યુવીએ તમારા સ્કીનનો રંગ કાળા પડતા અટકાવે છે જે ત્વચાને લગતા કેન્સર થવાની સંભાવનાને બચાવે છે.
યુવીબીની સુરક્ષા માટે તમે એસપીએફ યુક્ત અને યુવીએથી સુરક્ષા મેળવવા માટે પીએ યુક્ત સનસ્ક્રીન ખરીદો.
સનસ્કીનને એક બે બુંદથી વધારે લગાવો. કારણકે એક બે બુંદ વધારે પ્રભાવિત નથી થતું.અને તેને તડકામાં જવા ૩૦ મિનિટ પહેલા લગાવો.