કાળીયાર હરણ મામલામાં જોધપુર કોર્ટમાં સલમાન ગેરહાજર : રરમીએ થશે સુનવાણી

બોલીવુડના દબંગ સલમાન ખાન અવૈધ હથિયાર રાખવાના મામલામાં દાખલ કરેલા જમાનની બોન્ડોની પૃષ્ટિ માટે જોધપુરની એક કોર્ટમાં ગુ‚વારે હાજર રહ્યો ન હતો. સુત્રોના જણાવ્યા મુજબ ખાન સુરક્ષાના કારણોસર કોર્ટમાં પહોંચી શકયો ન હતો. હવે, આ મામલા પર આગળની સુનવાણી રર જુલાઇએ થશે. ફરી એક વખત જેલમાં જવાની સલમાન માટે દહેશત ઉભી થઇ છે.

જણાવી દઇએ કે સલમાન ઉપર અવૈદ્ય હથીયારો રાખવાનો આરોપ છે. તેણે આ હથિયારો નો ઉપયોગ વર્ષ ૧૯૯૮મા૦ કાળીયાર હરણ (બ્લેક બક) ના શિકાર માટે કર્યો હતો. જેથી આર્મ્સ એકટ અંતર્ગત સલમાન વિરુઘ્ધ મામલો નોંધાયો હતો. એકસપાયર થઇ ગયેલા લાયસન્સની સાથે હથીયાર રાખવા અને તેનો ઉપયોગ કરવા માટે ખાન સામે આર્મ્સ એકટ હેઠળ અરજી કરાઇ હતી. આ સાથે જ જણાવી દઇએ કે તે સમયે સલમાન જોધપુર જીલ્લાના લુણીયાના ક્ષેત્રના કાંકાણી ગામે હમ સાથ સાથ હૈ ફિલ્મની શુટીંગ માટે આવ્યો હતો.

મુખ્ય ન્યાયાયિક  દંડાધિકારી (સીજેએમ)ની અદાલતે સલમાનને આર્મ્સ એકટ હેઠળ દોષી ન ઠેરવતા આ મામલામાંથી છુટો કરી દીધો હતો પરંતુ રાજય સરકારે જીલ્લા અને સત્ર અદાલત સમક્ષ આ નિર્ણયને ચુનોતી આપી હતી જેને લઇને ગુરુવારે સલમાને ફરી અદાલતમાં હાજર થવાનું હતું પરંતુ તે સુરક્ષાના કારણસર હાજર રહ્યો ન હતો. તેનો વકીલ એચ.એમ. સારસ્વતે કહ્યું કે, અમે કોર્ટને સુચિત કરી દીધું હતું કે અપરાધી આનંદપાલસિંહના એન્કાઉન્ટરના મામલામાં જોધપુર શહેરમાં સુરક્ષા તથા કાનુન વ્યવસ્થા સંબંધીત સમસ્યાઓ છે. આથી સલમાને વ્યકિતગત હાજરીની છુટ માંગી હતી.

કાળિયાર હરણના શિકાર કરવાના મામલામાં અંતિમ સુનાવણી ગુ‚વારે સ્થગિત કરી દીધી હતી હવે મુખ્ય આરોપી તરીકે સલમાનને સજા ફટકારાશે કે કેમ? ખાનને ફરી જેલમાં જવું પડશે? વગેરેની સુનવણી રરમી જુલાઇએ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.