દ્વારકા, ચોટીલા અને હવે ખોડલધામમાં શિશ ઝુકાવી ભાજપની હિંદુ વોટ બેંકના મત અંકે કરવા કોંગ્રેસનો પ્રયાસ
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. પ્રવાસની શરૂઆત તેમણે દ્વારકા જગત મંદિરે શિશ ઝુંકાવી કરી હતી. આજરોજ તેમણે ચોટીલા ડુંગરે જઈ ડુંગર પર ચામુંડા માતાજીના દર્શન કર્યા ઉપરાંત પાટીદારોના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ દર્શને પણ ગયા હતા. રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્ર પ્રવાસ એકંદરે ધાર્મિક યાત્રા જેવો બની ગયો છે. તેમની આ ધાર્મિક યાત્રા ભાજપના હિન્દુવાદ ફેકટર પર ઘેરી અસર કરી શકે છે. ભાજપે અત્યાર સુધી હિન્દુઓની મત બેંક જાળવી રાખવામાં હથોટી મેળવી લીધી છે.
એક તરફ કોંગ્રેસને ભાજપ કરતા મુસ્લિમોથી વધુ નજીક માનવામાં આવે છે. જેના પ્રત્યાઘાત‚પે ભાજપ હિન્દુઓની વધુ નજીક પહોંચે છે તેવી માન્યતા છે. જે તોડવા રાહુલ ગાંધીએ ધાર્મિક સ્થળોએ દર્શન કરવાની પધ્ધતિ શ‚ કરી હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિર યાત્રાના માધ્યમથી હિન્દુઓની ધાર્મિક લાગણી જીતવામાં ઘણા અંશે સફળતા મેળવી હતી. હવે કોંગ્રેસ પણ આજ રસ્તે ચાલી રહી છે. કોંગ્રેસના હાઈ કમાન્ડે પણ હિન્દુઓના સેન્ટીમેન્ટ કબ્જે કરવા પ્રયાસ શરૂ કર્યા છે.
ભાજપની ‚ઢીચુસ્ત મત બેંક તોડવી કોંગ્રેસ માટે અતિ કઠીન બાબત છે. જો કે, સૌરાષ્ટ્રના પ્રવાસ અંતર્ગત તેમણે લીધેલા ધાર્મિક સ્થળોની મુલાકાતથી કેટલાક મતદારોને કોંગ્રેસ પોતાના તરફ ખેંચી લાવે તેવી શકયતાઓ ઉભી થઈ છે. વિધાનસભાની ચૂંટણીને હવે વધુ સમય બાકી નથી ત્યારે કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર હિન્દુવાદના મુદ્દાને આધારીત હોય શકે તેવી શકયતાઓ જોવાઈ રહી છે. ભાજપની નજીક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્ર્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓ છે. જયારે કોંગ્રેસ આ બાબતે નબળી પડે છે. અલબત કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્ર પ્રવાસથી આ ક્ષેત્રે આગળ વધવાનું શ‚ કર્યું હોય તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે.
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ધાર્મિક યાત્રાથી ભાજપના કેશરીયા ગઢવામાં ગાબડુ પડશે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે. આજરોજ રાહુલ ગાંધી પોતાના પ્રવાસના છેલ્લા દિવસે રાજકોટથી ચોટીલા ડુંગરે પહોંચ્યા છે. જયાં ચામુંડા માતાજીના દર્શન કર્યા બાદ જસદણ ખાતે સભા સંબોધી છે. ત્યારબાદ તેઓ ખોડલધામ દર્શને પહોંચ્યા છે. તેમનો પ્રવાસ સફળ માનવામાં આવી રહ્યો છે. ગઈકાલે તેમણે રાજકોટમાં વિવિધ ક્ષેત્રના વેપારીઓ, ડોકટરો, શિક્ષકો અને યુવાનો સાથે ‘પરામર્શ’ કર્યો હતો. જેમાં જીએસટી અને નોટબંધી સહિતના મુદ્દે સરકાર ઉપર માછલા ધોયા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ધ્રોલ અને ટંકારા મત વિસ્તારોમાં જયાં પાટીદારોની સંખ્યા વધુ છે ત્યાં સભા સંબોધી હતી. તેમણે પાટીદારોને ગુજરાતમાં અન્યાય થયો હોવાનું કહ્યું હતું. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે કહ્યું હતું કે, આ સ્ટેચ્યુ ચાઈના મેઈડ છે. તે બનાવવામાં ચાઈનાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ખુબજ શરમજનક બાબત છે. તેમની આ સભા ટંકારા અને ધ્રોલના પાટીદાર મતો અંકે કરવાના સંદર્ભે હતી.
તેમનો સૌરાષ્ટ્ર પ્રવાસ એકંદરે ધાર્મિક સ્થળોની મુલાકાત વધુ જણાય રહ્યો હોય, હિન્દુવાદી ધાર્મિક લાગણી કોંગ્રેસ તરફ ઢાળવાનો પ્રયાસ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.