નર્મદા કેનાલમાંથી ૩૫% પાણી ચોરીએ વિકાસમાં રોડો નાખ્યો
ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની ખેતી માટે નર્મદાનું પાણી અમૃત સમાન ગણવામાં આવે છે. ખેતીને જીવંત રાખવા માટે નર્મદાના પાણી ઉપર મદાર રાખવામાં આવી રહ્યો છે. પરંતુ ખુલ્લી કેનલોમાંી તી બેફામ પાણી ચોરીના કારણે નર્મદાના નિર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ઝાંઝવાના જળ સમાન સાબિત ાય તેવી શક્યતા છે.
નર્મદાની કેનલોમાંી હાલ ઈ રહેલી પાણી ચોરી તે સમયની સરકારની બેદરકારીનું ગંભીર પરિણામ છે. જે તે સમયે ચીમનભાઈ પટેલની સરકારે સરદાર સરોવર પરિયોજના માટે વર્લ્ડ બેન્કની સહાય માંગી હતી. વર્લ્ડ બેન્કે પણ ર્આકિ સહાય કરવાની તૈયારી દર્શાવી હતી પરંતુ યોજનામાં કેનાલો ક્લોઝ (બંધ) મુકવામાં આવે તેવી શરત ચીમનભાઈ પટેલની સરકાર સમક્ષ મૂકી હતી.
પરંતુ સરકારે તે સમયે વર્લ્ડ બેન્કની આ શરત માનવાનો ઇન્કાર કરી દીધો હતો. ક્લોઝ કેનાલના નિર્માણ મામલે ચીમનભાઈ પટેલ સરકારની દીર્ઘદ્રષ્ટિનો અભાવ કે બેદરકારીની આડઅસર સૌરાષ્ટ્રના ખેડૂતોને હજુ પણ ભોગવવી પડી રહી છે. વર્લ્ડ બેન્કની શરત માનવાનો સરકારે નનૈયો ભણી દેતા વર્લ્ડ બેન્કે યોજનામાં ર્આકિ ટેકો આપવાની વાતનો છેદ ઉડાડી દીધો હતો.
વર્લ્ડ બેન્કે હા ઊંચા કરી દેતા ચીમનભાઈની સરકાર ઉપર યોજના પુરી કરવાનું ર્આકિ ભારણ આવી ગયું હોવાી સરકારે તત્કાલ ૧૭ ટકાના વ્યાજે નર્મદા બોન્ડ જાહેર કર્યા હતા. આ બોન્ડના ર્આકિ ભારણ પણ હજુ સુધી ગુજરાત સરકાર ઉપર છે. સરદાર સરોવર યોજના પૂર્ણ કરવા માટે માત્ર ક્રેડિટ ખાટવાની મહેચ્છાના કારણે યોજના મોડી પડી છે. ઉપરાંત અનેક ભુલોી ભરેલી છે.
આઝાદી બાદ ભાખરનાગલ અને સરદાર સરોવર યોજના દેશની સૌી મોટી હતી. ભાખરનાગલ યોજના પૂર્ણ તાં હરિયાણા અને પંજાબમાં હરિયાળી છવાઈ ગઈ છે. ખેડૂતોને પૂરતું પાણી મળે છે. જ્યારે નર્મદા યોજના રાજકીય કાવાદાવા અને બેદરકારીના કારણે અટવાઈ હતી અને સૌરાષ્ટ્રના ખેડૂતો પાણી માટે હેરાન ઈ રહ્યા છે.
એક તરફ પૂરતા પાણીનો અભાવ અને બીજી તરફ ખુલ્લી કેનાલોમાંી તી બેફામ પાણી ચોરી જરૂરીયાતમંદ ખેડૂતો માટે મુશ્કેલી સર્જે છે. પાણી ચોરીના કારણે ખેડૂતો સુધી પાણી પહોંચતું ની. પાણીના અભાવે ખેડૂતો પાક લઈ શકતા ની. એકંદરે નુકસાન ઈ રહ્યું છે.
વિગતો મુજબ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનાની કેનાલોમાંી વિશાળ પ્રમાણમાં પાણીની ચોરી ઈ રહી છે. ૧૧૭ કિમી લાંબી મોરબી બ્રાન્ચ કેનાલ પાણી ચોરો માટે મોકળું મેદાન પૂરું પાડે છે. આ કેનાલમાં મોટી સંખ્યામાં પાણી ચોરી કરતા ડીઝલ પમ્પ જોવા મળે છે. અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કાઢવાી આ ચોરી પેહલી નજરે દેખાતી ની.
ઘણા સમયી ઈ રહેલી આ પાણી ચોરી રોકવામાં સરકાર અગમ્ય કારણોસર અસફળ રહી છે. જેના કારણે તંત્ર પાણી ચોરો સો આંખ આડા કાન કરી રહ્યું હોવાના આક્ષેપો ાય છે. કેનાલોમાંી તી પાણી ચોરી સો કડક હો કામગીરી કરવામાં આવે, સમયે સમયે તપાસ કરવામાં આવે તે ઇચ્છનીય છે.
તાજેતરમાં જ ભાજપના એમએલએ કાંતિ અમૃતિયાએ પાણી ચોરી મામલે યોગ્ય પગલાં ભરવા માટે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલને રજુઆત કરી હતી. મોરબી નર્મદા કેનાલ નેટવર્કનું છેલ્લું શહેર હોવાી પાણી ચોરીના કારણે મોરબીના ખેડૂતોને નર્મદા કેનાલમાંી પૂરું પાણી પહોંચતું ની.
આ મામલે સૌરાષ્ટ્રની કેનાલોના એડમિનિસ્ટ્રટિવ એન્જિનિયર એસ.એ.પરમારે જણાવ્યું હતું કે, ૩૫ ટકા પાણીની ચોરી તી હોવાનો અમારો અંદાજ છે. તેમણે ઉમેર્યું હતું કે, સરદાર સરોવર નર્મદા નિગમ લી. દ્વારા પાણી ચોરી ઉપર અવારનવાર દરોડા પાડવામાં આવતા હોય છે. પરંતુ ચોરી કરનારાઓ પાસે એડવાન્સ વોર્નિંગ સિસ્ટમ હોવાના કારણે તેઓ બચી જાય છે.
નર્મદા નિગમના સનિક અધિકારીઓ દરોડા પડવાના હોવાી આગોતરી ચેતવણી ખેડૂતોને આપતા હોવાની શંકા પણ છે.ચારવાડા ગામના સરપંચ પ્રવીણ સોંગરાએ કેટલાક લોકો ગેરકાયદે પમ્પો પાણી ચોરી માટે કેનાલ ઉપર લગાવતા હોવાની વાતને કબૂલાત આપી હતી. તેમણે કહ્યું હતું કે ભૂગર્ભ જળ ૬૦૦ ફૂટ ઊંડે છે. જ્યારે કેનાલમાંી પંપીંગ દ્વારા પાણી મેળવવું સસ્તું પડે છે.
નર્મદા કેનાલમાંી ઈ રહેલી પાણી ચોરીને કેટલાક નિષ્ણાતો રાજકારણનું દુષણ માને છે. રાજકારણના કારણે હાલ ગ્રામ પંચાયતમાં પાણી સમિતિનું નિર્માણ ઇ રહ્યું ની. ખેડૂતોને નર્મદાના પાણીનો ચાર્જ વધુ વસુલવામાં આવશે તેવો ડર પણ છે. નેતાઓ પણ પાણી ચોરી રોકીનેકેટલાક ખેડૂતોના મત ગુમાવવા માંગતા ની.