ગુજરાતમાં છેલ્લાં દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદ બાદ મચ્છરો અને અનેક પ્રકારનાં જીવજંતુમાં પણ વધારો થયો છે. જેની સાથે સાથે મચ્છર જન્ય બિમારીઓ પણ વકરી રહી છે. જેના કારણે લોકો મચ્છરો અને જીવજંતથી બચવાનાં અનેક પ્રયાસો હાથ ધરે છે છતા તેને પોતાનાથી દૂર નથી રાખી શકતા. ત્યારે અહિં વાત કરીએ મચ્છરો અને જીવજંતુને કરડવાથી દૂર કેમ રાખી શકીએ….?
મચ્છરો અને જીવજંતુઓ આપણા ઉચ્છશ્ર્વાસમાંથી નીકળતા કાર્બનથી આકર્ષાય છે અને આપણા શરીરની વાંસથી પણ આકર્ષાય છે તેથી તે લોહી ચુંસવા કરડે છે અને આમ આ મચ્છર જીવજંતુ રોગચાળો ફેલાવે છે રોગનાં જીવાણી સીધા આપણા ભોગ બનીએ છીએ. ત્યારે હવે આ પ્રશ્નને હલ કરવા એવા ક્રીમ બજારમાં મળે છે જેને લગાવવાથી મચ્છરો અને જીવજંતુનાં કરડવાથી બચી શકાય છે. પરંતુ આ ક્રીમ પણ ભરપુર કેમીકલયુક્ત હોય છે. અને તેના નુકશાન બાબતે હજુ કોઇ વૈજ્ઞાનિક પૂરવાઓ આવ્યા નથી તેથી જો આ પ્રકારનાં ક્રીમ લગાડ્યા બાદ ચામડીને લગતી કોઇ પણ તકલીફ થાય જેવી કે ખંજવાળ આવવી બળતરા થવી કે રતાશ આપવી તો ડોક્ટરની સલાહ લેવી યોગ્ય છે.
ઘરેલુ ઉપાયમાં ટોપરા, નીલગીરી, લીંબડાનું તેલ લગાવવું જેની સુવાસથી મચ્છરો અને જીવજંતુ આપણાથી દૂર રહે છે અને આનો ઉપયોગ દર બે કલાક કરવાથી મચ્છર જન્ય રોગથી બચી શકાશે.