પ્રેમ એ જીવન જીવવા માટેની અમૂલ્ય ભેટ છે. પરંતુ અમુક સંજોગોમાં પ્રેમનો અતિરેક સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થાય છે જ્યારે પ્રેમ સાથે સંકળાયેલા સંબંધો અને બ્રેકઅપ સાઇકોસિસ સાથે જોડાયેલા નવા રીસર્ચમાં કેટલીક ચોંકવનારી વાતો સામે આવી છે. જેમાં બે વ્યક્તિની વચ્ચે જરુરતથી વધારે પ્રેમ પણ તેના અલગ થવાનું મોટું કારણ બની શકે છે. હકિકતમાં જ્યારે એક પાર્ટનર ખૂબ જ પ્રેમ કરે છે તો સામે વાળી વ્યક્તિ પાસેથી પણ એટલાં જ પ્રેમની ઇચ્છા રાખે છે અને જો સામેનો પાર્ટનરએ વાત નથી સમજી શકતો તો મુશ્કેલીનો સામનો કરવાનો વારે આવે છે.

આ પ્રકારની પરિસ્થિતિમાં બંને પાર્ટનરની વિચાર ધારા એકબીજાથી વિરુધ્ધ દર્શાય છે અને બંને પોતપોતાના માટે કંઇક નવી જ શોધ આદરે છે. તો જાણેએ કે કેવા લક્ષણો જોવા મળે છે. આ પરિસ્થિતિમાં પોતપોતાની આઝાદી સૌ કોઇને પ્રિય હોય છે જ્યારે પ્રેમનો અતિરેક થાય છે તો તે બંધન બની જાય છે અને જો આ પ્રકારનાં સંજોગો તો એક બીજા સાથે વાત કરવી હિતાવહ સાબિત થાય છે. સંબંધોને સમય સાથે ડેવલોપ કરવાનું વલણ અપનાવો. સમયની સાથે ઘણું જ બદલાય છે. પરંતુ પાર્ટનર પાસેની અપેક્ષાઓ એની એ જ રહે છે. અને એટલે જ સાથે મળીને બદલાતા સંજોગો વિશે ચર્ચા કરવી જોઇએ. પ્રેમ બહુ જરુરી છે. પરંતુ સમયની સાથે શું પ્રેમ તમારા પર એટલો હાવી થયો છે કે એ તમારી ઓળખ બની ગઇ છે ? તો તેના પર વિચારવાનું શરુ કરો ક્યાંક આ પરિસ્થિત તમને ડિપ્રેશનમાં ધકેલી ન દે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.