ગોરખપુર અને ફુલપુરની હાઇપ્રોફાઇલ બેઠકો ગુમાવ્યા બાદ ભાજપ ચિંતીત

ઉત્તરપ્રદેશની અતિ મહત્વની અને હાઈ પ્રોફાઈલ લોકસભાની બે બેઠકો પર ભાજપને બુરેદીનનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યના અને ભાજપનો ગઢ ગણાતી ગોરખપુર બેઠક પર ૧૯૮૭ બાદ ભાજપ પ્રમ વખત પરાજીત યું છે. જયારે ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યની ફુલપુર બેઠક પણ ગુમાવવાનો વારો ભાજપને આવ્યો છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપની હાર મોદીની નીતિની નિષ્ફળતાની સો વિરોધપક્ષોનું વધતા જોર તરફ પણ ઈશારો કરી રહી છે. ઉત્તરપ્રદેશની ગોરખપુર અને ફૂલપુર બેઠક પર સમાજવાદી પક્ષના ઉમેદવારોનો વિજય થયો છે.

આ ચૂંટણી એટલે પણ મહત્વની છે કે, ભાજપની સામે લડવા સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પક્ષે હા મિલાવીને કામ કર્યું હતું. માયાવતી અને અખીલેશના ગઠબંધને ભાજપને પરાસ્ત કરતા નિષ્ણાંતો માને છે કે, ઉત્તરપ્રદેશની ચૂંટણી જીતવામાં ભાજપને વધુ પડતો આત્મવિશ્ર્વાસ હતો.

mayawati bsp759આ ઉપરાંત આ ચૂંટણીમાં ગોરખપુરની હોસ્પિટલમાં બાળકોના મૃત્યુની ઘટનાએ પણ ઘેરા પડઘા પાડયા છે.

અખિલેશે આ વિજયને મહાન જીત ગણાવી છે. બહુજન સમાજવાદી પક્ષના સુપ્રીમો માયાવતીના ઘર સુધી કાર ચલાવીને પહોંચેલા અખિલેશ યાદવે ખાસ આભાર માન્યો છે. વર્ષ ૧૯૯૫માં માયાવતી ઉપર સમાજવાદી પક્ષના કાર્યકરો દ્વારા હુમલો યો હતો. ત્યારી અત્યાર સુધીની પરિસ્થિતીમાં અનેક ઉતાર-ચઢાવ આવી ચુકયા છે.

સપા અને બસપાએ એક સો મળીને કરેલી મહેનતી ભાજપને હાઈપ્રોફાઈલ બેઠકો ગુમાવવી પડી છે. જેના પરી એવું પણ ફલીત ઈ રહ્યું છે કે, જો વિરોધ પક્ષો એક સો મળીને પુરતુ જોર લગાવે તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને નુકશાન પહોંચાડી શકે તેમ છે.

akhilesh yadavબીજી તરફ મોદી અને યોગીએ ઉત્તરપ્રદેશમાં અપનાવેલી નીતિઓને પણ જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.ગોરખપુર અને ફુલપુરની પેટા ચૂંટણીઓ ભાજપ માટે સબક હોવાની કબુલાત મુખ્યમંત્રી યોગી આદિત્યનો પણ આપી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, વધુ પડતો આત્મવિશ્ર્વાસ અને જનતા સો ઓછો સંપર્ક પણ હારનું કારણ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, જયારે ઉમેદવારોની જાહેરાત ઈ ત્યારે સમાજવાદી પક્ષ, બહુજન સમાજવાદી પક્ષ કે કોંગ્રેસે હા મિલાવ્યા નહોતા. પરંતુ ઈલેકશનની વચ્ચે જ એકાએક તેઓ એક ઈ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.