Table of Contents

વર્લ્ડ ટેલીકોમ્યુનિકેશન ડે

૨૧મી સદી, વૈજ્ઞાનિક યુગમાં ઈન્ટરનેટ, દુરસંચારના માધ્યમથી આંખના પલકારામાં કામો સરળ બન્યાં: કબુતરોનાં ઉપયોગથી સંદેશા વ્યવહારની શરૂઆત સ્માર્ટફોનમાં પરિણમી: ૨જી, ૩જી, ૪જી અને હવે ૫જી દુનિયાને દોડતી કરી: ઓનલાઈન ખરીદી, વીડિયો કોલે સમયશકિતસંપતિનો કર્યો બચાવ

મનુષ્યની જયારથી ઉત્ક્રાંતી થઈ ત્યારથી મનુષ્ય કોમ્યુનિકેશન માટે સંઘર્ષ કરી રહ્યો છે. કોમ્યુનિકેશન એટલે આદાન-પ્રદાન. એકબીજાને સમજાવવાની કોઈ શૈલી. તે પછી વાતચીત હોય, હાવભાવ હોય વગેરે વગેરે… આદાન-પ્રદાન માટે મનુષ્ય સતત સંઘર્ષ કરી રહ્યો છે. સમય સમય પ્રમાણે કોમ્યુનિકેશન માટે અલગ અલગ માધ્યમોનો ઉપયોગ થતો રહ્યો છે.f71d19d0 ef40 4c0e a8d1 1522ebaff332

પહેલા શરૂઆતમાં આદિમાનવ પ્રાણીની જેમ એકબીજાની તકલીફો, પ્રશ્નો સમજવાની કોશિશ કરતા ત્યારબાદ તેમાં ધીમે ધીમે સુધારો થતા માનવીને ભાષા મળી. સદીઓ પૂર્વે રાજા-મહારાજાઓ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં કોઈ સંદેશો કે સમાચાર મોકલવા કબુતરનો સહારો લેતા ત્યારબાદ તાર, ટપાલ, ફોન, મોબાઈલ અને હવે સ્માર્ટફોનનો વ્યકિત ઉપયોગ કરી રહ્યો છે. કબુતરથી લઈ આજે મોબાઈલ સુધીના સંપર્ક સાધનો ઉપયોગમાં લેવાયા છે.

made regenerated vintage old telephone tp 010

કારણકે કુદરતે માત્ર મનુષ્ય જીવન જ વિચારવાથી શકિત આપી છે. દરેક પ્રાણીઓ કરતાં સામાજિક પ્રાણી મનુષ્ય એટલા માટે શ્રેષ્ઠ છે કારણકે માત્ર કુદરતે તેને આદાન-પ્રદાન માટેની અમુલ્ય ભેટ આપી છે. માનવીએ આ અમુલ્ય ભેટનો સમય સમય પ્રમાણે ઉપયોગ કરેલો છે. જયારે જયારે આદાન-પ્રદાન એટલે કે કોમ્યુનિકેશનમાં ગરબડ થઈ છે ત્યારે ત્યારે મહાભારત જેવા યુદ્ધો થયા છે.

b297d6d3 3083 4bbd 89dd d0b9b84f5195

આ કોમ્યુનિકેશનનાં સાધનો વધુ સુલભ્ય બની રહ્યા છે તેમ મહાભારત થતા રહે છે અને ભવિષ્યમાં પણ થતા રહેશે.મનુષ્ય માટે આદાન, પ્રદાન એકબીજાના સંપર્કમાં રહેવું આવશ્યક છે ત્યારે આજે આદાન-પ્રદાનના સાધનો વઘ્યા છે પણ મનુષ્ય બીજા મનુષ્યથી ધીમે ધીમે દુર થઈ રહ્યો છે તે પણ એક ટ્રેઝેડી છે. કોમ્યુનિકેશન માટે માત્ર ભાષા જ નથી માત્ર વાતચીતથી જ આદાન-પ્રદાન થાય તે ભુલ ભરેલું છે.bharat addbharat addકોમ્યુનિકેશન માટે બોડી લેંગ્વેજ,પત્રો, હાવભાવ-ઈશારા વગેરેથી આદાન-પ્રદાન થઈ શકે. આજે કોમ્યુનિકેશનનાં ઘણા બધા માધ્યમો માનવીએ જ વિકસાવ્યા છે. કારણકે માત્ર મનુષ્યને જ કુદરતે આ આદાન-પ્રદાનની અમુલ્ય ભેટ આપી છે. જો આ અમુલ્ય ભેટનો સદઉપયોગ થશે તો માણસ માટે આશીર્વાદરૂપ બની શકશે નહીંતર અધોગતિ પણ સર્જાશે.08dae192 5141 44e8 ac07 39b0ffa6f616

સિદ્ધાર્થ ખત્રી- જોઇન્ટ કમિશનર ઓફ પોલીસvlcsnap 2019 05 16 16h26m27s67

આ તકે જોઇન્ટ કમિશ્નર ઓફ પોલીસ સિદ્ધાર્થ ખત્રીએ જણાવ્યુ હતું કે આજે વર્લ્ડ ટેલીકોમ્યુનિકેશન ડે છે. આપણાં ભારત દેશમાં ટેલીકોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ આવી, ઇન્ટરનેટ શરૂ થયું અને પહેલા જે આપણાં STD ફોન કરવો હોય તો ૫ કલાક- ૧૦ કલાક રાહ જોવી પડે તમને લાઇન આપે ત્યારે તમે વાત કરી શકો.

જ્યારે આજે તો તમે આંગળીના ટેરવે ફોન જોડો તો વર્લ્ડના કોઈપણ ખૂણે તાત્કાલિક વાત કરી શકો. ખૂબ સારું થયું કે ટેલીકોમ્યુનિકેશન મારફત સંપર્ક શક્ય બન્યો છે. તેની સાથે સાથે આપણું આજનું જે યુવાધન છે તે ઘણી વખત તેનો દુરુપયોગ પણ કરે છે. અમુક લોકો ઇન્ટરનેટની મદદથી પોર્નોગ્રાફી પર જાય છે જેના કારણે વધુ પડતો સમય બગડે છે, મનોવૃતિ હિંસક થઈ જાય છે અથવા આપણે જે સમયનો વ્યય કરીએ તે પણ થાય.

આ સાથે સાથે ગુનાઓને પણ પ્રેરણા મળે છે. આ ખરેખર યુવાધનોએ સમજવું જોઈએ કે આપણી ભલાઈમાં જે વસ્તુ હોય તેનો સદુપયોગ કરીને દુનિયામાં શું થઈ રહ્યું છે તે જાણવું જોઈએ અને ટેક્નોલોજીમાં નવું શું થઈ રહ્યું છે તે જાણવું જોઈએ. અમેરિકાના સંશોધનો તમે ટીવી સ્ક્રીન પર અથવા કોમ્પુટર ઉપર જોઈ શકો છો. અમુક લોકો જ્યારે વાહન ચલાવતા હોય ત્યારે પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે જે ખૂબ જ ખરાબ બાબત છે. અને માર્ગ અકસ્માતો પણ થાય છે. કાયદા કરતાં વિશેષ આપણું જીવન પણ એટલું જ કિંમતી છે. આપણે આપણાં ભલા માટે ચાલતા વાહને ક્યારેય પણ મોબાઇલ પર વાત ના કરીએ.

મનોહરસિંહ જાડેજા- ડીસીપી ઝોન-૨vlcsnap 2019 05 16 16h27m13s33

આ તકે ડીસીપી ઝોન-૨ ના મનોહરસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે કોમ્યુનિકેશન હવે ફક્ત ટેલિફોન પૂરતું નથી રહ્યું પરંતુ હવે દુનિયાના કોઈપણ ખૂણે બેસીને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી વાતચીતના માધ્યમથી પહોચી શકીએ છીએ ત્યારે ટેક્નોલોજીના આવવાથી દેશનો પણ ખૂબ જ વિકાસ થયો છે.

આજે દુનિયામાં ટેક્નોલોજી ક્ષેત્રે ભારત આગવું સ્થાન પણ ધરાવે છે. અત્યારના ટેક્નોલોજીના યુગમાં યુવાનો રસ્તામાં વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરે છે જે તદ્દન ગેરવ્યાજબી બાબત કહી શકાય. જેના કારણે લોકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. અને મોટા અકસ્માતો પણ સર્જાય છે. ૨૧ મી સદીના આજના નવયુવાનો સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ કરતાં નજરે પડે છે જે નિંદનીય અને યોગ્ય ન કહી શકાય તેવી બાબત છે.

કુમાર સંતોષ- જીએસટી પ્રિન્સીપલ કમિશનર

vlcsnap 2019 05 16 16h35m28s123

વર્લ્ડ ટેલીકોમ્યુનિકેશન ડે નિમિતે જીએસટીનાં પ્રિન્સીપલ કમિશનર કુમાર સંતોષે અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, ટેલીકોમ્યુનિકેશન ડે કે જે વિશ્વભરમાં મનાવવામાં આવે છે તે યોગ્ય છે. કારણકે આજના સમયમાં ટેલીકોમ્યુનિકેશને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે અને લોકો તેને આધીન પણ થયા છે. પહેલાનાં સમયમાં માહિતીની આપ-લે કરતાં અનેકવિધ પ્રકારે લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હતો.

પરંતુ ટેલીકોમ્યુનિકેશન ઉપકરણોનો આવિસ્કાર થતાની સાથે જ તેમની સમસ્યાનો નિવેડો આવ્યો છે પરંતુ બીજી તરફ જો નજર કેન્દ્રીત કરવામાં આવે તો લોકો દ્વારા ટેલીકોમ્યુનિકેશનનાં ઉપકરણોનો અતિરેક ઉપયોગ પણ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોએ તેનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો તે જોવાનું રહ્યું.

હાલનાં સમયમાં લોકો તેમનાં મોબાઈલ ફોન અને સોશિયલ મિડીયામાં એટલા અંશે કાર્યરત થઈ ગયા છે કે તેઓને તેમનાં પરીવાર સાથે સમય વિતાવવાતો સમય પણ મળતો નથી જે ખુબ જ દયનીય બાબત કહી શકાય ત્યારે વર્લ્ડ ટેલીકોમ્યુનિકેશન ડે નિમિતે માત્ર એટલું જ કહેવાનું રહ્યું કે, ટેકનોલોજીનો ઉપયોગ ખુબ જ સમજી વિચારી અને ઉપયોગી થાય તે રીતે કરવો જોઈએ નહીં કે તેનો અતિરેક ઉપયોગ.

પરીમલ પંડયા- એડિશ્નલ કલેકટર vlcsnap 2019 05 16 16h35m43s200

વર્લ્ડ ટેલીકોમ્યુનિકેશન ડે નિમિતે રાજકોટ જિલ્લાનાં રેસીડેન્ટ એડિશ્નલ કલેકટર પરીમલ પંડયાએ અબતક સાથે વિશેષ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ટેલીકોમ્યુનિકેશન એ લોકોનાં જીવન માટે ખુબ જ ઉપયોગી અને મહત્વનું પાસુ છે જો ટેલીકોમ્યુનિકેશન ન હોત તો વિચારોની આપ-લે કરવામાં લોકોને મુશ્કેલી અને તકલીફનો સામનો કરવો પડત ત્યારે દિન-પ્રતિદિન ટેલીકોમ્યુનિકેશન ઉપકરણોમાં વધારો થતા તેનો લાભ વિશ્વ આખાને મળી રહ્યો છે.

પહેલાનાં સમયમાં કોઈપણ વાત કે સંદેશો પહોંચાડવા માટે ખુબ જ વધુ સમય લાગતો હતો પરંતુ હવે ટેલીકોમ્યુનિકેશન સિસ્ટમ આવતા જે સમયનો બગાડ થતો હતો તેમાં રાહત મળી છે અને ત્વરીત જે કોઈ સંદેશોની આપ-લે કરવી હોય તે ગણતરીની મિનિટમાં જ થઈ જતી હોય છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો ટેલીકોમ્યુનિકેશનનો લોકો અતિરેક ઉપયોગ કરતા પણ નજરે પડે છે.

જેથી જોવાનું એ રહ્યું કે, ટેલીકોમ્યુનિકેશન લોકો માટે સગવડતા પુરી પાડવાનું સાધન છે નહીં કે કોઈ તકલીફ ઉભી કરવાનું. ટેલીકોમ્યુનિકેશન વિકસાતા સરકારી કચેરીઓમાં પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે. સવિશેષ કલેકટર તંત્રની વાત કરવામાં આવે તો મહેસુલ વિભાગ દ્વારા ઓનલાઈન કાર્યવાહી થઈ જતા લોકોને પડતી મુશ્કેલી અને તકલીફનો સામનો કરવો નહીં પડે જે એક આવિષ્કાર પણ કહી શકાય. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જો લોકો ટેલીકોમ્યુનિકેશનની ગંભીરતા અને તેની મહત્વતા સમજશે તો તે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

ન્યૂરો ફિઝીસીયન ડો. નિશિથ પટેલ

vlcsnap 2019 05 16 16h25m18s155

અબતક સાથે ની વાત ચીત દરમિયાન ન્યૂરો ફિઝીસીયાન ડો. નિશિથ પટેલએ જાનવ્યું હતું કે આજકાલ દરેક લોકોના હાથમાં દિવસના  મોટા ભાગના સમય દરમિયાન  મોબાઈલનો નધુ ઉપયોગ  કરતો હોય છે.તેના કારણે ધણી બધી આડ અસરો શરીર તથા મગજ પર થાય છે.મગજ ની વાત કરી એ તો મોબાઇલના વધૂ પડતાં ઉપયોગ થી માથાનો દુખાવો,અનિદ્રાના રોગો તથા હાથમાં ફોન વધુ સમય પકડી રાખવાથી હથનમાં ધ્રુજારી આવવી,ગરદન,પીઠનો દુખાવો થવો વગેરે થઈ શકે છે.

મોબાઈલ ના ટાવરના રેડિયસનથી ઘણી વખત કેન્સર થવાનો પણ ભય રહે છે.મોબાઈલ સતત કાન પાસે એટલે કે  મગજની નજીક હોવાથી મગજનું કેન્સર કે મગજની ટ્યુમર થવાનો  ભય પણ અમૂક અંશે રહે છે.ઉપરાંતયાદ શક્તિના પ્રોબ્બેમ પણ મોબાઈલના ઉપયોગથી થાય છે. ખાસ કરીને ટુંકા ગાળાની યાદ શક્તિ ઓછી થતી જાય છે. કારણ કે એકાગ્રતા રહેતી નથી આંખ પર મોબાઇલની આડ અસર થાય જ છે. વારંવાર પોન પર વાત કરવાની થાય તો બહેરાસનો પણ  ભય રહે છે.આમ મોબાઈલ શરીરના એક કરત વધુ અવ્યવો પર અસર કરતું હોય છે.

પહેલાના સમયમાં સંપર્ક સાધનમાં ચિઠ્ઠી,પત્ર લખવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.અને અને તે શરીર માટે સૌથી શ્રેષ્ઠ હતું કારણકે ત્યારે કોઈ કિરણોનો આડ અસર નહતી.નહીં કાન પર આડ અસર ન રહેતી ત્યારબાદ લેન લાઇન ફોન આવ્યા પરંતુ આડ અસર ઓછી રહેતી.  પહેલાના સંપર્ક સાધનો મર્યાદિત રીતે ઉપયોગ કરતાં જ્યારે મોબાઈલ નો ઉપયોગ અમર્યાદિત હોવાથી જાત જાતના કિરણો રેડીએશન નીકળતા હોવાથી તેની આડ અસર વધુ થાય છે.મોબાઈલ નો જ‚ર પૂરતો ઉપયોગ કરવો જોઈએ તેનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ.

વર્ડ ટેલિકોમ્યુનિકેશન ડે અંતર્ગત એજ સંદેશો આપીસ કે મોબાઈલને તમારી શક્તિ બનાવો તમારી નબળાઈ ન બનાવો.અટરે મોબાઈલ દરેક વ્યક્તિની નબળાઈ બની ગઈ છે.તે ના વગર કોઈને ચાલતું નથી ત્યાં હું એજ કહીશ  કે જે કોઈ કોમ્યુનિકેશનના સાધનો છે મોબાઈલ,લેનલાઇન તેનો સદઉપયોગ કરી તેમને તેનો ફાયદો થાય તેવી રીત પ્રવૃતી કરવી જોઈએ ફક્ત  સમય બગાડવ માટે મનોરંજન માટે જે દૂર ઉપયોગ થાય છે તે અટકવો જોઈએ

ઈએનટી સર્જન ડો.દિપેશ ભાલાણી

vlcsnap 2019 05 16 16h25m59s58

વિશ્ર્વ ટેલીકોમ્યુનિકેશન દિવસ નિમિતે અબતક સાથે વિશેષ વાતચીત કરતા ઈએનટી સર્જન ડો.દિપેશ ભાલાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૧મી સદીમાં માતા-પિતા પોતાનાં બાળકોને શાંત રાખવા મોબાઈલ આપી દેતા હોય છે જે ખુબ જ નુકસાનકારક સાબિત થતું હોય છે. વર્લ્ડ ટેલીકોમ્યુનિકેશન ડે અન્વયે જો વાત કરવામાં આવે તો આ દિવસ ખરાઅર્થમાં ખુબ જ સારો દિવસ છે.

એક સમય કોઈપણ સંદેશો મોકલવો હોય તો તે ખુબ જ ખર્ચાળ સાબિત થતો હતો પરંતુ હવે ટેલીકોમ્યુનિકેશનનાં આવિસ્કારનાં પગલે સમયમાં બચત થઈ છે અને ખર્ચાળ પણ સાબિત થતું નથી. વધુમાં વાત કરવામાં આવે તો જ‚ર છે માત્ર વાલીઓને કે જે જાગૃત થઈ તેમનાં બાળકો સાથે સમય પસાર કરે. કુદરત દ્વારા આપવામાં આવેલો કાન એ ખુબ જ મહત્વપૂર્ણ અંગ છે.

તેની જો જાળવણી અને જો તેને સાચવવામાં ન આવે તો તે માનવ જીવન માટે ખુબ જ ખર્ચાળ સાબિત થતું હોય છે ત્યારે વર્લ્ડ ટેલીકોમ્યુનિકેશન ડે નિમિતે એટલું જ કહેવાનું રહ્યું કે, લોકો અને બાળકો પોતાનો સમય મોબાઈલ જેવા ઉપકરણોની સહારે પસાર ન કરે.

ડો. દુષ્યંત સાંકળીયા ગોકુલ હોસ્પિટલ, ન્યૂરોફિઝીશિયન

vlcsnap 2019 05 16 16h35m01s106

અબતક સાથેની વાતચીતમાં ગોકુલ હોસ્પિટલના ન્યૂરોફિઝીસયન ડો. દુષ્યંત સાંકળીયાએ જણાવ્યુ હતું કે હાલના સમયમાં ટેલિફોન ક્ષેત્રે જે વિકાસ થઈ રહ્યો છે સાથો સાથ મોબાઈલમાં અત્યારના સમયમાં ઘણી બધી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે તે પણ ફાયદાકારક છે પરંતુ સુવિધાની સાથે સાથે તેની આડ અસરો શરીર મગજ પર થાય છે.મોબાઈલના એક રેડિયો ફ્રિક્વન્સી વેવ જનરેટ કરે છે જેની અસર આપના શરીર પર પડે છે.ઠઇંઘ દ્વારા સેલફોનના રેડીયેશનને એક હ્યુમન કાશીનોઝન તરીકે ઓળખવામાં આવ્યું છે.કારણકે સેલફોન રેડીયેશનને કારણે આપના મગજમાં કે શરીરના કોઈ અન્ય ભાગમાં કેન્સર થવાની શક્યતા વધી જાય છે.જે બાબતે હજુ પણ ઘણા બધા રિસર્ચ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

સાથોસાથ જોએ તો ટેલિકોમ્યુનિકેશનના સુવર્ણ યુગમાં જે મોબાઈલની શોધ થઈ કે જેના વધુ પડતાં ઉપયોગથી મગજના જરૂરી તત્વો પર અસર પડવાથી ઊંઘ પર પણ ભારે અસર જોવા મળે છે.હાલના સમયમાં માતા-પિતા પણ બાળકોને સાચવવા માટે મોબાઈલ આપી બાળકોને મનાવે છે.જેના ભાગરૂપે બાળ દર્દીઑના પ્રમાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છેમોબાઈલ જેવા સાધનોના યોગ્ય વપરાશ ઘણો બધો ફાયદો થાય છે.પરંતુ વધુ પડતાં અને અયોગ્ય ઉપયોગથી ઘણી આડઅસરો પણ જોવા મળે છે.

મોબાઈલના વધુ પડતાં ઉપયોગથી લોકોની ક્વોલિટી ઓફ લાઈફમાં વધુ તફાવત જેવા મળી રહ્યો છે.વધુ પર્સનલ રિલેશનમાં તફાવત જોવા મળી રહ્યો છે.વધુ પડતાં મોબાઈલના ઉપયોગથી લોકોની ઉંઘ અને પર્સનલ રિલેશનમાં તફાવત જોવા મળી રહ્યા છે.જોઇન્ટ ફેમેલીમાં રહેવા છતાં પણ લોકો એકબીજાની સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા.

નાની ઉમરમાથી મોબાઈલના વધુ પઅડતા ઉપયોગથી માલકોને તેની આખ પર અને મગજ પર વિપરીત અસર પડે છેસાથો સાથ બાળકો આઉટડોર ગેમ્સથી પણ દૂર જતાં જોવા મળી રહ્યા છે. જેના કારણે બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહયું છે.બાળકોમાં મોબાઈલ ગેમ રમવાથી મગજનું તણાવ પણ વધતું જોવા મળીરહયું છે.મોબાઈલનો યોગ્ય ઉપયોગ કરવાથી જરૂર ફાયદો થાય છે.

ઘણીવાર એવું બનતું હોય છે કે વેપાર -ધંધાના કારણે મોબાઈલનો ઉપયોગ ફરજીયાત થઈ જતો હોય છે.ત્યારે યોગ્ય એસેસરીઝનો ઉપયોગ કરવો અને મુસાફરી કરતાં સમયે પણ મોબાઈલના રેડીયેશનનો વધુ પ્રભાવ પડતો હોવાથી ઉપયોગ ટાળવો જોઈએ.

અશોક કુમાર ઉપાધ્યાય- BSNL- જનરલ મેનેજર

vlcsnap 2019 05 16 18h10m47s013

રાજકોટ BSNLના જનરલ મેનેજર અશોક કુમાર ઉપાધ્યાયે અબતક સાથે ની વાતચીતમાં જણાવ્યુ હતું કે ૧૭મી મે ઇન્ટરનેશનલ ટેલિકોમ યુનિયન ની સ્થાપના થઈ ૧૯૬૫માં તેના હેડ ક્વાટરનો જન્મ થયો.ત્યારથી જ એટલે કે ૧૯૬૯થી આપણે વર્ડ કોમ્યુનિકેશન દિવસ ઉજવવાનો શરૂ કર્યો  અને આજે ૫૦માં દૂર સંચાર દિવસ ઉજવાય રહ્યો છે.જે અંતર ગત તેનો મુખ્ય ઉદેશ પૂરા વિશ્વમાં ટેકનોલોજિણે લઈ ક્રાંતિ લાવી.

જેના લીધે કોઈને પણ મુશ્કેલી ન પડે.સદી પૂર્વ કબૂતરના મધ્યમથી ત્યારબાદ રાજદૂત ના મધ્યમથી ધીમે ધીમે પ્રગતિ કરી વાયરલાઇન ટેલિફોનિક સિસ્ટમ સાથે જ પોસ્ટ પોસ્ટ ઓફિસની સ્થાપના થઈ. ધીમે ધીમે વિકાસ થયો અને આજે સ્માર્ટ ફોન થી સમગ્ર વિશ્વ જોડાયેલુ છે.ઇન્ટરનેટના મધ્યમથી આપણે પૂરા વિશ્વ સાથે સંકળાયેલા છીએ આજે એક કિલકથી જ કોઈ પણ જગ્યા ની માહિતી મેળવી શકીએ છી.આજે સમગ્ર ભારતમાં ઇન્ટરનેટ સુવિધા પણ ઉપલબ્ધ થઈ છે. આજે  આપણી મોબાઈલ ટેક્નિલોજી ૫જી સુધી પોહચી છે.

વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે ભવિષ્યમાં ઇન્ટરનેટ સ્પીડ એ હદે વધારવામાં આવશે જેનાથી સેક્ધડમાં જ જી,બીના વિડીયો ડાઉનલોડ કરી શકીશું.આજે કોમ્યુનિકેશન જે રીતે પ્રગતિ કરી રહ્યું છે.અને જો વરતું નો ઉપયોગ સાચી દિશામાં થશે  અને દુનિયાને ફાયદો થઈ શકે છે.

રીષીભાઈ વ્યાસ- શ્રી રામ મોબાઈલ vlcsnap 2019 05 16 16h31m41s151

શ્રી રામ મોબાઈલ ના શો-રૂમ ચલાવતા રીષીભાઈ વ્યાસ એ અબતક સાથેની વાત ચીત માં જણાવ્યુ કે સૌ પ્રથમ વર્ડ કોમ્યુનિકેશન ડે છે તે ટેક્નોલીજી યુગમાં ૨૧મી સદીમાં છી એ પહેલાના જમાનામાં કબૂતર વડે સંદેશો પહોચડવામાં આવતા પછી તાર સિસ્ટમ કે ટપાલ આપવી પેજર પણ પછી આવ્યું અને આજના સમયા માં ૨G,૩Gપછી ૪Gસર્વિસ આપવામાં આવે છે.અને ૨૦૨૦ થતાં થતાં ૫Gચાલુ થઈ જશે. અબતકના સર્વે દર્શક મિત્રોને વર્લ્ડ કોમ્યુનિકેશન ડેની શુભકામના.

રક્ષીત મરડીયા-સ્માઇલ મોબાઈલ

vlcsnap 2019 05 16 16h30m06s225

સ્માઇલ મોબાઈલ રક્શીત મરડીયા એ અબતક સાથેની વાત ચીત માં જણાવ્યુ કે મોબાઈલ અને ટેકનોલોજી આવતા લોકોના જીવનમાં બદલાવ આવે છે. ને સરળતાથી આપલે થતી હોય છે.કોઈ પણ  કોમ્યુનિકેસન હોય કે કોઈને મેસેજ પોહચાડવાનો હોય કે વાતચીત,ડેટા ટ્રાન્ફર કરવા માટે  વધુસરળ બન્યું છે.ને બીજનેશ લેવલે પણ સારું છે.૨G,૩G,૪Gઅને ૫Gની ટેક્નોલીજી બીજનેશ માટે ખૂબજ ફાયદાકારક છે અને વેચાણમાં પણ તેમણે સા‚ છે ટૂક સમયમાં જે ૫Gચાલુ થશે તે તે ખુબ જ ટેકનોલોજીમાં ફાયદાકારક છે.

અંબાણી ફોન્સ MD દીપાલભાઇ ગઢવીvlcsnap 2019 05 16 16h27m45s96

આ તકે અંબાણી ફોન્સના MD દીપાલભાઇ ગઢવીએ જણાવ્યુ હતું કે આજે વર્લ્ડ ટેલિકોમુનિકેશન ડે નિમિતે હું લોકોને એ કહેવા માગું છું કે આજના દિવસને કોમુનિકેશન માટેનો દિવસ કહેવામા આવે છે. જો કોમ્યુનિકેશન ન હોત તો અત્યારે આપણે જે ફાસ્ટ યુગમાં કામ કરી રહ્યા છીએ તે કામ લગભગ શક્ય ન હોત.કોમ્યુનિકેશન મારફતે આપણે જે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી એ છીએ, એકા બીજા સાથે સતત ચર્ચામાં રહીએ રહીએ છીએ.

જે વ્યક્તિઑને આજે આપણે રોજબરોજ નથી મળી શકતા તેમની સાથે સોસિયલ મીડિયાનો ઉપયોગ કરી તેમની સાથે સંપર્કમાં રહીએ છીએ, આ કોમ્યુનિકેશન મારફતે આપણે ઘણી સફળતા પ્રાપ્ત કરીએ છીએ એ જ કોમ્યુનિકેશન મારફતે ઘણા ખરા તેના ગેરફાયદા પણ થાય છે.જેથી કરીને હું તમામ લોકોને ખાસ એક જ મેસેજ આપવા માંગુ છું કે આ કોમ્યુનિકેશનનો ઉપયોગ આપણે સારા કાર્યોમાં કરીએ આ ઉપરાંત લોકો ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં હોય છે તેવું પણ ન કરવું જોઈએ.

અંબાણી ફોન્સ એસ્ટ્રોન ચોકમાં આવેલ છે. તેમજ મલ્ટીના ફોન અહી ઉપલબ્ધ છે અમે અહિયાં ૯૯૯ ‚પિયાથી લઈને એક લાખ સુધીના ફોન તમને અહી જોવા મળશે.એસેસરીઝની વિશાળ રેન્જ અમારી પાસે છે.એ ઉપરાત કઊઉ ટીવી પણ અમે લાઈવ ડેમો સાથે રાખેલ છે, અમારો મુખ્ય ધ્યેય એ છે કે ગ્રહકને આફ્ટર સેલ પણ સારામાં સારી સર્વિસ પ્રોવાઈડ કરીએ.આ ઉપરાંત અમારા ગ્રાહકો ૧૦૦% સંતુષ્ટ થાય તે અમારો મુખ્ય ઉદ્દેશ છે.

બંટીભાઈ પટેલ -MD,ઉમિયા મોબાઇલ

vlcsnap 2019 05 16 16h26m41s203

આ તકે ઉમિયા મોબાઇલ પ્રાઇવેટ લિમિટેડના MD બંટીભાઈ પટેલે જણાવ્યુ હતું કે આજનો દિવસ એટ્લે વિશ્વને જોડવાનો દિવસ. આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આ દિવસનો આપણને લ્હાવો મળ્યો છે. જો આ દિવસ ન હોત તો તમારી અને મારી વચ્ચે ઘણું બધુ અંતર વધી જાત. મોબાઇલ ફોનની દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે. અને અત્યારે ઘણી બધી ફેસિલિટીવાળા મોબાઇલ આવે છે. ટેક્નિકલ યુઝ માટેના ઘણા બધા હેન્ડસેટ આવે છે અત્યારે બધી જ ટેક્નોલોજી મોબાઇલમાં સમાઈ ગઈ છે.

કેમ કે પહેલા કોમ્પુટરનો ઉપયોગ થતો હવે તે બધી જ ફેસિલિટી મોબાઇલમાં મળી જાય છે. આગળ જતાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ વધવાનો જ છે. અમે સારી કંપનીના હેન્ડસેટ સેલ કરીએ છીએ. કસ્ટમરને અમે આજે જ ટેક્નોલોજી આવે છે તે અમે સમજાવીએ છીએ. હજુ આપણે ટેક્નોલોજીથી ઘણા દૂર છીએ. હજી તો ૫G લોન્ચ થવાનું છે. ૪Gમાં પણ તેનો ઘણો વપરાસ વધી ગયો છે.

૫G આવશે એટલે જેટલી કામ કરવાની અડચણ છે તે પણ દૂર થઈ જશે. ઉપરાંત દરેક કામ સ્પીડમાં કરી શકીશું. ૫Gને લઈને ઈન્ડિયામાં તેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. લગભગ ૨૦૨૦ કે ૨૦૨૧ માં ૫G શરૂ થઈ જશે. હાલ બિઝનેસ ક્લાસના હેન્ડસેટ પણ એટલા આવે છે.

જિજ્ઞેશ ખૂંટ-MD, ભરત ઇલેક્ટ્રોનિક્સ

vlcsnap 2019 05 16 16h33m28s189

ભરત ઇલેક્ટ્રોનિક્સના જિજ્ઞેશ ખૂંટ એ અબતક સાથેની ખાસ વાત ચીતમાં જણાવ્યુ હતું કે સમય ગાળો એવો છે કે માણસો અપડેટ થતાં ગયા છે.ટેકનોલોજી ની સમજણ પાડવા મડી  એટલે  લોકો સ્વીકાર કરતાં ગયા ત્યાર બાદ લોકો એ ઉપયોગ ચાલુ કર્યો  તેથી કોમ્યુનિકેશન ગેપ ધટતો ગયો અને ક્રિમિકલ વર્ક કરીને જવું પડતું હતું કે જેમ કે બેન્કમાં લોકો એ રૂબરૂ  જવું પડતું તે હવે મોબાઈલ સ્ક્રીનમાં ઓનલાઈન  માં આવે છે.ડોકયુમેન્ટરી ને લાગતું કૃટિકલ કામ ઘળું ઓછું થઈ ગયું છે કોમ્યુનિકેશન ગેપ ઇન્ટરનલ લેંગવેજ માટે હતું. તે માણસો માટેનું તે ઓછું થઈ ગયું.

કોઈ પણ દેશ કે  રાજ્યના લોકો વાતચીત કરવા  ટેકનોલોજીનો ઉપયોગ કરી પોત પોતાની ભાષાનો ઉયપયોગ કરી શકે છે. ડોકયુમેન્ટરીથી  લેવા જવા મૂકવા  એ બધુ ટેકનોલોજીથી  થઈ જાય છે.ડિજિટલ યુગ આવી ગયો છે.ફાયદામાં  એવું છે કે જે કામ લોકોએ  પેપર વર્ક કરવું પડતું જેમાં ૫૦ કાગડો બનાવતા એ અત્યારે ડિજિટલ વસ્તુ  થી એકજ પેપરમાં બધુ આવી જાય છે.

ને ટેકનોલોજીને લઈને  નુકશાન ની વાત કરીએ તો લોકો કઈ રીતે ટેકનોલોજીને સ્વીકારે કે ઉપયોગ  કરે  તેના પર છે.પોતાના વ્યવસાય માટે કે અભ્યાસ માટે તેને લાગતું ઉપયોગ કરે  તો કામનું  છે .નહિતર ટેકનોલોજી ભવિષ્ય બનાવી શકે છે ને કરિયર ખરાબ પણ કરી શકે છે. જો ટેકનોલોજી વ્યવસ્થિત ઉપયોગ થશે તો તે ફાયદા કારક છે .નહિતો ટેકનોલોજી તમારો ટાઈમ ખાઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.