અમેરીકાથી શરૂ થયેલો લગ્ન મોડા કરવાનો કે લગ્નથી દૂર રહેવાનો ટ્રેન્ડ હવે ધીમેધીમે ભારત સહિત વિશ્ર્વભરમા ફેલાતો જાય છે લગ્ન સંસ્થા જાણેકે ભયજનક વળાંક પર આવીને ઉભી રહી છે ત્યારે હંમેશા એક પ્રશ્ર્ન ઉઠી રહ્યો છે કે, લગ્ન આદર્શ જ હોય છે?
ભારત સહિત વિશ્ર્વભરના દેશોમાં લગ્ન પરંપરા સામે કેટલાક સવાલ ઉઠવા લાગ્યા છે. અમેરિકાથી આ ટ્રેન્ડ શરૂ થયો છે. 1970ની વાત કરીએ તો અમેરિકામાં 25 વર્ષની ઉમરથી લઈ 50 વર્ષની આયુ સુધી ન પરણનારા લોકોની સંખ્યા કુલ વસ્તીના 9% જેટલી હતી એ પછી થોડા વર્ષોમાં આ ટકાવારી વધીને 20% જેટલી થઈ.
પ્યુ રીસર્ચ સેન્ટર દ્વારા થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું કે 2019ની સાલ સુધીમાં અમેરિકામાં લગ્ન ન કરનારા લોકોની સંખ્યા કુલ વસ્તીના 38% જેટલી થઈ ગઈ હતી આ 38% એવા લોકો હતા જેણે લગ્ન નથી કર્યા અથવાતો કોઈપણ પ્રકારના સંબંધથી પાર્ટનર સાથે નથી રહેતા.
નેશનલ સેન્ટર ફોર હેર્લ્થ સ્ટેટસ્ટીકના તારણ પ્રમાણે સને 2018માં અમેરિકામાં આગલા વર્ષોની સરખામણીમાં લગ્ન કરનારા લોકોનો રેશિયો સૌથી ઓછો હતો એટલે કે લગ્ન કરનારા લોકોની સંખ્યા ધીમેધીમે ઘટી રહી છે. જેમાં ગોરાઓ,નીગ્રૌ અને એશિયનોની ટકાવારી વધતી જાય છે આ ત્રણેય સમુહના લોકો લગ્ન કરવાથી મોહ ફેરવી રહ્યા છે. લગ્નને જવાબદારી સમજીને અમેરિકનો ધીમેધીમે લગ્નબંધનથી દૂર સરકી રહ્યા છે એવી જ રીતે લીવઈનરીલેશીપને પણ દૂર રાખી રહ્યા છે એટલે કે લગ્ન સંસ્થા ધીમેધીમે ભયજનક વળાંક પર આવી પહોચી છે.
માત્ર અમેરિકાની વાત નથી ભારતમા પણ એક વર્ગ મોડા લગ્ન કરવા કે લગ્ન ન કરવાની વિચારધારા ધરાવી રહ્યો છે અને આ વિચાર ધારા ધીમેધીમે પ્રબળ બની રહી છે.