પરિવર્તનએ સંસારનો નિયમ છે. હરક્ષણ, હરપળ પરિવર્તન પામતી રહે છે. ગાલને સ્પર્શીને જતી રહેલી ઠંડી હવાની એક લહેરથી ફરીવાર પાછી વળીને એજ ગાલને સ્પર્શવા આવતી નથી. વહી ગયેલો વાયરો અને વહી ગયેલો નદીના જળ ક્યારેય ફરી પાછા વળતા નથી. અદ્ભૂત સૃષ્ટિનું સર્જન કરનાર સર્જનહારે આ વસુંધરાને આવી તો ઘડી ન હતી જેવી આજે છે. ખવાઇને ખરબચડા થઇને તરડાઇ ગયેલા આજના માણસ જેવા માણસને શું સર્જનહારે ઘડ્યો હશે ? ના, પંચ તત્વોનાં મિલનથી ઘડેલી ધરતી અને એજ પંચ તત્વોનાં પીડમાંથી બનાવેલો માનવી આવો તો નહીં જ ઘડ્યો હોય ને ?

સર્જનહારે ઘડેલી ધરતી સૃષ્ટિ અને માણસ આજે ખોવાઇ ગયા છે. ખવાઇ ગયા છે. શાંતિની શોધમાં વિકૃતિનાં મૃગજળ પાછળ દોટ મૂકતો આજનો માનવી ઘનનાં ઢગલા નીચે દટાઇ ગયો છે. આરામ અને ઐયાસ જીવન જીવવાનાં દિવ સ્વપ્નમાં રાયતો માણસ ક્રાંતિકારી શોધો કરીને સુખ શોધવાનો પ્રયાસમાં મશીન બની ગયો છે.

માણસ આજનો ખોવાઇ ગયો છે…… ટીવીની, કોમ્પ્યુટરની સ્ક્રિન પાછળ, સિનેમાના ચળકતા સિલ્વર સ્ક્રિન પાછળ, ઓટોમેટીક મશીનોની ધરઘરાટી પાછળ, શેર માર્કેટની દિવાલોમાં ચાલતા સ્ક્રોલીંગનાં પટ્ટા પાછળ, ટ્રેન અને બસોની ગંધાતી સીટો પાછળ બખોલા જેવા બેડરુમની બારી પાછળ, ત્યાંજે લીધેલી મોટરકારનાં કાળા કાચ ચઢાવેલી બારી પાછળ ખોવાયો છે. આજનો માણસ જે જડે છે છેક મસાણની ચિતા ઉપર…!!! ગાઢ નીંદ્રામાં પોઢી ગયેલો…..સાશ્ર્વત સત્યની ખોજમાં નીકળેલા ઋષિનાં તેજસ્વી મુખ જેવી આભા કળાય છે માણસની ચિંતા ઉપરની એ છેલ્લી સફરમાં આવ્યો હતો. આ સૃષ્ટિ ઉપર શોધવા સુખએ અંતે તો મળે છે માણસને એજ અવસ્થામાં જે અવસ્થામાં એ આવ્યો હતો…..

નગ્ન….આવ્યો હતો…. અને ગયો ત્યારે પણ નગ્ન…!!!

બાબર બંબુસરીનો એક શેર છે…..

“વૈભવ અને સુખમાં તો હરખાય છે માણસ !

આવે જો મુસિબતમાં તો પરખાય છે માણસ !!

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.