કલ્પસરને ‘સમજવા’માં જ સરકારે ૨૫૦ કરોડ ખર્ચ્યા
ખંભાતના અખાત પાસે કલ્પસર યોજનાને સાકાર કરવા માટેની શકયતાનો જવાબ ૨૯ વર્ષે પણ હજુ શોધી નથી શકી. સરકારે છેલ્લા પાંચ વર્ષમાં પ્રોજેકટના સર્વે પાછળ ૧૫૦ કરોડ અને કુલ ૫૦૦ કરોડનો ધુમાડો કર્યો છે. છતાં પણ કલ્પસર યોજના શકય થઈ શકે કે નહીં તે મુદ્દે હજુ સરકાર ફાફા મારી રહી છે.
કલ્પસર યોજનાનો પાયો નાખવા માટે સૌપ્રથમ સર્વે ૨૯ વર્ષ પહેલા થયો હતો. સર્વેનો રિપોર્ટ ૧૯૯૬માં સુપરત કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ૧૯૯૯ સુધીમાં વધુ ૬ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. ૨૦૦૩ સુધીમાં છેલ્લો સર્વે છે તેવું કહી સર્વે ચાલુ હતો. અત્યાર સુધીનો કુલ ૨૧ અભ્યાસ ઈ ચૂકયા છે. ૧૦ અભ્યાસ ચાલુ છે અને ૧૯ અભ્યાસ કરવાના બાકી છે. બે વર્ષમાં જ કુલ રૂ.૧૯ કરોડ ખર્ચી નાખવામાં આવ્યા છે.
નર્મદા નીર પર જ હવે નિર્ભર રહી શકાય તેમ નથી. પાણીનો અન્ય સ્ત્રોત શોધવો જરૂરી બની ગયો છે.
જે માટે કલ્પસર સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. વર્ષો પહેલા ડો.અનિલ કાણે દ્વારા કલ્પસર મુદ્દે સરકારને રજૂઆત અને વિગતવાર અહેવાલ અપાયો હતો. જે મુજબ સરકારને પ્રોજેકટ પાછળ રાતીપાઈનો ખર્ચ પણ નથી. તમામ ખર્ચો કંપની ઉપાડી શકે તેમ છે. ત્યારે સરકાર અત્યાર સુધી માત્ર સર્વે પાછળ જ સમય કેમ બગાડે છે તે સમજાતુ નથી.
હાલ સરકારે કલ્પસર યોજના સાકાર કરવા માટે ડીપીઆર એટલે કે ડીટેઈલ પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરાવ્યો છે. જે ચાલુ વર્ષમાં રજૂ કરવામાં આવશે. ૨૯ વર્ષોમાં અનેક વડાપ્રધાનો અને મુખ્યમંત્રીઓ બદલાઈ ચૂકયા છે. છતાં પણ યોજનાનો પ્રારંભ કયારે થાય અને પૂર્ણ કયારે થશે ? શું યોજના સાકાર થઈ શકે તેમ છે ? તે સહિતના મુદ્દે સરકાર ગોથા ખાઈ રહી છે. સૌરાષ્ટ્રને રકાબી જેવા ભૌગોલીક આકારના કારણે માત્ર પમ્પીંગ કરીને જ પાણી પૂરું પાડવું પડે છે. કલ્પસર યોજના સાકાર થાય તો સૌરાષ્ટ્રને કુદરતી રીતે પાણી પૂરું પાડી શકે છે.
કલ્પસર પ્રોજેકટ સાકાર કરવામાં વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હકારાત્મક અભિગમ અપનાવ્યો છે જેના પરિણામે એક વર્ષમાં વિગતવાર રિપોર્ટ તૈયાર ઈ જશે. સરકારે કલ્પસરને સાકાર કરવા કામ શરૂ કર્યું છે જે સારો નિર્ણય છે. જો કે, અગાઉની સરકારની જેમ આ યોજના ફરીી અભેરાઈએ ચડાવી ન દેવાય તે વાતનું પણ ધ્યાન રાખવું પડશે. હાલ જળ તંગી ઘેરી બની રહી છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે.
તા.૧૦ જાન્યુઆરીએ સરદાર સરોવર રીઝર્વીયર રેગ્યુલેશન કમીટીએ ગુજરાતને ૪.૭ મીલીયન એકર ફૂટ પાણી આપવાનો નિર્ણય લીધો હતો. નર્મદાના કેચમેટ એરીયામાં વરસાદ ઓછો વાના કારણે ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે. ૨૦૧૭ના ડિસેમ્બર માસમાં સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો ૧૨૪.૦૨ મીટરનો હતો જે ૩ મહિનામાં ઘટીને ૧૦૫.૫૦ મીટર સુધી પહોંચી ગયો છે.
એક તરફ નર્મદાના નીર ઝાંઝવાના જળ બની જાય તેવી દહેશત છે ત્યારે ભલે ગોકળગાય ગતિએ પણ કલ્પસરનું કામ આગળ ધપાવવામાં સરકારને રસ છે તે સારી બાબત ગણવામાં આવી રહી છે. સરકારે અત્યાર સુધીમાં ૨૫૦ કરોડ ખર્ચી નાખ્યા બાદ હવે આ મુદ્દે યોગ્ય પગલા લેવાય તે જરૂ રી છે.
કલ્પસરી સૌરાષ્ટ્રનો પ્રાણ સમો પાણી પ્રશ્ર્નો ઉકેલાય જાય તેમ છે તેમાં સૌનું હિત છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,