બોર્ડની પરીક્ષાની તૈયારીઓ જોરશોરથી શરુ છે, સમગ્ર દેશનાં વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારીઓમાં વ્યસ્ત છે. ગયા વર્ષના પેપર સોલ્વ કરવાથી લઇને નવા-નવા રીલીઝ થતા પેપરને સોલ્વ કરી બોર્ડની પરીક્ષા આપવા તત્પર વિદ્યાર્થીઓનો જુસ્સો વધારતા પરિવારના સભ્યો તથા ખાસ કરીને તેમના માતા-પિતા પરીક્ષા આપવા જતા પહેલાં પોતાના બાળકને દહીં-ખાંડ આપે છે. શું ક્યારે જાણ્યુ છે કે શુભ માનવા ઉપરાંત વૈજ્ઞાનિક રીતે દહીં-ખાંડ ખવડાવવાના કેટલા ફાયદા છે ?
પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનો જુસ્સો શિક્ષકો તથા વાલીઓ ગમે એટલો વધારે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ તણાવમાં હોય જ છે આયુર્વેદ નિષ્ણાંત ડો.ધનવંટ્રી ત્યાગીના મત મુજબ દહીંઅને ખાંડનું મિશ્રણ ગ્લુકોઝનું નિર્માણ કરે છે જે મગજને એનર્જી આપી સ્ટ્રેસ ઓછુ કરવાનું કામ કરે છે, જેથી એક્ઝામમાં તેઓને પૂરતા પ્રમાણમાં શક્તિ મળી રહે છે.
બીજુ કારણ દહીં અને ખાંડ આપવાનું એ પણ છે કે આયુર્વેદમાં કઇ પણ મીઠુ આપવાનો મતલબ ‘બુધ્ધિવર્ધક’ પણ માનવામાં આવે છે. જે મેમરી શાર્પ કરવાની સાથે બ્રેઇન પાવર પણ વધારે છે. તથા ત્રીજુ કારણ એ પણ છે કે દહીં એ ઠંડક માટે જાણીતું છે જે મગજ અને શરીરને અસર કરે છે. જ્યારે તમે શાંત હોવ ત્યારે તમારી ક્ષમતા વધે છે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જાય ત્યારે તેમનું મગજ શાંત હોવુ જરુરી છે તેથી તેઓ એકાગ્રતાથી પરીક્ષામાં પોતાનું બધુ જ જ્ઞાન વાપરી શકે… અને પોતાનું ધાર્યુ પરિણામ મેળવી શકે.