સમલૈંગીક સંબંધો જેવા કે હોમોસેસ્કસ્યુઅલ, ગે, લેસ્બીયન, ટાન્સ વિગેરેને ક્યારે માન્યતા મળશે. જે સંબંધો માનવનિર્મિત નથી, કુદરતી છે છતા સામાજીક માન્યતાઓને કારણે આ પ્રકારનાં સંબંધો હજુ પણ કાયદાની વિ‚ધ્ધ ગણાય છે. ત્યારે બ્રીટન અને વેલ્સમાં ૫૦ વર્ષનાં લાંબા સંઘર્ષ બાદ હોમોસેકસ્યુઅલ રીલેશનશીપને ગુન્હોની માન્યતામાંથી રદ્ કરાયી છે.
તો બીજી બાજુ દુનિયાના ૭૨ દેશ એવા છે જ્યા આ પ્રકારના સંબંધો ધરાવતી વ્યક્તિને મૃત્યુની સજા ફરમાવવામાં આવે છે જ્યારે ડઝનની સંખ્યા એવા દેશો છે જ્યા આ સંબંધોનાં કારણે જેલવાસની સજા ભોગવવાનો વારો આવે છે. તો એક બાજુ ફ્રાન્સ, બ્રાઝીલ, આર્જેન્ટીના, નેધરલેન્ડ, બેલ્જીયમ સહિતનાં વીસ દેશોમાં સમલૈંગીક સંબંધોને ૧૯૦૦ની સાલની પહેલાથી જ માન્યતા આપવામાં આવી છે.
જ્યારે વિશ્ર્વમાં એવા પણ દેશ છે જ્યા સમલૈંગીક સંબંધો ગુન્હો નથી પરંતુ તે દેશો આ બાબતનો પ્રચાર કરવામાં વિશ્ર્વાસ નથી રાખતા…?