ચાલુ નાણાકીય વર્ષમાં લોકોની વપરાશ શકિત છેલ્લા ૩ માસમાં ૩.૯ ટકા ઘટી
મહાભારતમાં અભિમન્યુનો નાશ કેવી રીતે થયો હતો તે દરેક લોકોને ખ્યાલ છે. કહેવાય છે કે, અભિમન્યુ ચક્રવ્યુહમાં ફસાઈ ગયો હતો અને તે ચક્રવ્યુહનાં ૬ સ્તરોમાંથી નિકળી શકવામાં નિષ્ફળ નિવડયો હતો જેના કારણોસર તેને તેનો જીવ ગુમાવવો પડયો હતો. એવી જ રીતે હાલ દેશની અર્થવ્યવસ્થા ચક્રવ્યુહમાં સમાય ગઈ છે જેથી ચક્રવ્યુહને ભેદવા માટે માર્કેટ મંદીથી બહાર નિકળવું પડશે ત્યારે શું તે શકય બનશે કે કેમ તે તો આવનારો સમય જ જણાવશે. ભારત દેશની અર્થવ્યવસ્થા અનેકવિધ કારણોસર ડામાડોળ થઈ છે ત્યારે તજજ્ઞો દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી રહી છે લોકોનું જે સેવિંગ એટલે કે બચત હોવી જોઈએ તે રહી નથી જેનાં કારણે તેમની ખરીદ શકિતને પણ માઠી અસર પહોંચી છે ત્યારે લોકો ખરીદ શકિતને પુરી કરવા અને તેમની જરૂરીયાતોને સંતોષવા માટે તેઓ દેણા તરફ આગળ વધી રહ્યા છે. કામ કરતા કારીગરોનાં વેતનનું પ્રમાણ પણ દિન-પ્રતિદિન ઘટયું છે જેથી તેઓની જે જીવનજરૂરીયાત ચીજવસ્તુ અને કામગીરી હોય તે નાણાનાં અભાવે કરી શકતા નથી. લોકોને રોજગારી અને તકો તો વારંવાર મળતી હોય છે પરંતુ વિચાર શકિત નબળી હોવાનાં કારણે તેઓએ તેમની રોજગારીમાં ઘણુ ખરું વેઠવુ પડતું હોય છે.
ઉદાહરણ તરીકે મજુર મજુરી કરે તો તેને પ્રતિ દિવસ ૭૦૦ રૂપિયા સુધીની આવક થતી હોય છે પરંતુ તે કામ કરવા બીજા લોકો રાજી થતા નથી જેના કારણે તેઓને ઈચ્છિત નોકરી ન મળતા તેઓ નાસીપાસ થઈ જતા હોય છે અને અનેક કારણોસર તેઓ આત્મહત્યા પણ કરી લેતા હોય છે. લોકોની ખરીદ શકિત દિન-પ્રતિદિન ઘટતી રહી છે ત્યારે તેમની જરૂરીયાતોને પુરી કરવા અને તેમની જરૂરીયાતોને પહોંચી વળવા તેઓ વ્યાજનાં ચક્રમાં ફસાઈ જતા હોય છે અને વ્યાજખોરોનાં ત્રાસથી લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે. દિન-પ્રતિદિન આ સ્થિતિમાં વધારો થતા લોકો હવે તેમની જરૂરીયાતોને ઓછી પ્રાધાન્ય આપે છે જેનાં કારણે વેચાણમાં પણ ઘટાડો જોવા મળે છે.
કહેવાય છે કે, હાલ ભારત દેશનું અર્થતંત્ર વિશિયશ ચક્રમાં સમાવાય ગયું છે. લોકોને દેણુ કરી તેમાંથી ઉત્પાદકતા ઉભી કરવા માટેના જે પ્રયત્નો કરવા જોઈએ તે શકય નથી. કારણકે લોકો તે દિશામાં વિચારતા થયા ન હોવાથી તેમનું રોકાણ દેણુ બની જતું હોય છે. ગુડ ડેપ્ટ અને બેડ ડેપ્ટ વચ્ચે ઘણો તફાવત છે. જે દેણુ ઉત્પાદકતામાં વધારો કરવા માટે લેવામાં આવ્યું હોય તેને ગુડ ડેપ્ટ કહેવામાં આવે છે પરંતુ જયારે તે દેણુ ઉત્પાદકતા માટે નહીં પરંતુ અન્ય કોઈ કારણોસર લેવામાં આવે તો તે વ્યકિત માટે બેડ ડેપ્ટ બની જાય છે. હાલ લોકોને વાઈટ કોલર નોકરી કરવા માટે પ્રેરીત થાય છે પરંતુ યોગ્ય નોકરીની તકો જે મળવાપાત્ર હોય છે તેને તેઓ સ્વિકારી શકતા નથી. છ વર્ષનાં નીચા સ્તરે આવતા આર્થિક વૃદ્ધિ પાછળનાં સૌથી મોટા પરીબળોમાંનો એક પરીબળ ખાનગી વપરાશમાં તીવ્ર ઘટાડો માનવામાં આવે છે. ખાનગી વપરાશમાં એપ્રિલથી જુન માસ સુધી ફકત ૧.૧ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે જે અગાઉ ત્રિમાસિક ગાળામાં ૬.૬ ટકા રહેવા પામી હતી. કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, ખાનગી વપરાશમાં મંદીએ ગ્રાહકો ઓછી કમાણીનું પરીણામ છે અને તેઓ ઉધાર પર લેતા નાણાને વધુ ખર્ચ કરી રહ્યા છે. દેવાનાં બોજ હેઠળ લોકોની આર્થિક બચત ઉપર પણ ઘણી અસર પહોંચી છે. ભારતીય પરીવારોને કુલ આર્થિક બચત જીડીપીનાં ૯ થી ૧૦ ટકાની રેન્જમાં રહે છે જયારે ચોખ્ખી નાણાકીય બચત ૨૦૧૧-૧૨નાં જીડીપીનાં ૭.૨ ટકાથી ઘટી ૨૦૧૭-૧૮માં સાડા છ ટકા થઈ ગઈ હતી.