- સોમાભાઈએ અનોખી જંગલ પદ્ધતિથી ઓછા ખર્ચે ખેતી કરીને કરી મહત્તમ કમાણી
- રાસાયણિક ખાતરોવાળું ખાવા કરતાં પ્રાકૃતિક ખેતીવાળું અનાજ ખાવું જોઈએ- સોમાભાઈ
મહિસાગર જિલ્લાના સોમાભાઈ પટેલના ખેતરમાં તેઓ મોડલફા્ર્મ બનાવી મિશ્રપાક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. તેમણે આંબાની સાથે 14 પ્રકારના શાકભાજી, ડાંગર, મકાઈ, મગ, મગફળી, જુવાર, બાજરી, જામફળ જેવા પાકોનું વાવેતર કર્યું છે. સોમાભાઈ પ્રાકૃતિક પ્રદ્ધતિથી ઉત્પાદન કરેલ ખેતપેદાશોનું દર અઠવાડીયે ભરાતા પ્રાકૃતિક સ્ટોલમાં વેચાણ કરીને ડબલ આવક મેળવી રહ્યા છે.
ખેતીના પાંચ આયામો દ્વારા ખેતી
જે અંગે વાતચિત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓએ મોડલ ફાર્મ બનાવ્યું છે, જેમાં તેમની પાસે 14 પ્રકારની શાકભાજી છે, જેમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદાન, વાપસા અને જંતુનાશક અસ્ત્રો, કે જે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો છે, તેના દ્વારા ખેતી કરવામાં આવે છે. જેનો ફાયદો સારો એવો થાય છે અને ઉત્પાદન પણ પેલા કરતાં થોડુ વધ્યું છે.
ગત વર્ષ 20 ગુંઠામાં વાવેલી 24 મણ સફેદ દેશી મકાઈ એક હજાર રુપિયાના ભાવે વેચી હતી, તેમજ આ વર્ષે તેઓએ 10 કીલો મગફળીનું વાવેતર કર્યું હતું. જેમાંથી 10 મણનું ઉત્પાદન મળ્યું હતું, આ ઉપરાંત મગના વાવેતરને પણ સારો એવો ફાયદો હતો. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે તે જે ખેતી કરે છે તે સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે. અને તેમાં ભાવ પણ સારો મળે છે. આ સાથે તેઓએ ખેડૂતને અપીલ કરી હતી કે બધાએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. આધુનિક જમાનામાં રાસાયણિક ખાતરોવાળું ખાવાથી કેન્સર જેવા રોગ થવાની ભીતિ રહે છે, એટલે શરીરની તંદુરસ્તી માટે પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલું અનાજ ફાયદાકારક નીવડે છે. આ સાથે જ સો્માભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતોને સાથ આપવા ગુજરાત સરકાર મોડલ ફાર્મ, ગાય નિભાવ ખર્ચ સહિતની યોજના થકી સહાયરૂપ બની રહી છે.
સાગર ઝાલા