નેતૃત્વ પરિવર્તનને પંજાબના મુખ્ય મંત્રી અમરિન્દ્રસિંધે જરૂરી ગણાવ્યું: ગાંધી પરિવારના નેતૃત્વ પર અધિરરંજન ચૌધરીએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો
કોંગ્રેસની વર્કીંગ કમિટિની બેઠક પૂર્વે ૨૩ નેતા દ્વારા પત્ર દ્વારા પક્ષ પ્રમુખ માટે મંતવ્ય વ્યક્ત કર્યા
કોંગ્રેસની નાવ ડુબી રહી છે ત્યારે નેતૃત્વ પરિવર્તનની માગ થઇ રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ માટે ગાંધી પરિવાર આવશ્યક ગણાવવામાં આવતા કોંગ્રેસમાં રીતસર બે જુથ્થમાં વેચાઇ ગઇ છે. કોંગ્રેસની વર્કીંગ કમિટિની બેઠક પૂર્વે એક જુથ્થ ગાંધી પરિવારની તરફદારી કરી રહ્યા છે. અને બીજુ જુથ્થ નેતૃત્વ પરિવર્તનની માગ કરી કોંગ્રેસને બચાવવા ‘બીન ગાંધી’ને પ્રમુખ પદનો તાજ સોપવા જણાવી રહ્યા છે. કોંગ્રેસના બે જુથ્થ વચ્ચે લાંબા સમયથી ચાલતા જુથ્થવાદ સપાટી પર આવતા પ્રમુખ પદનો ‘તાજ’ સર્વ સમંતિ સાધવામાં નહી આવે તો ચૂંટણી દ્વારા પક્ષ પ્રમુખ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવશે તેમ રાજકીય વિશલેષક દ્વારા જણાવવામાં આવ્યું છે.
કોંગ્રેસમાં લાંબા સમયથી નેતૃત્વ પરિવર્તનની આંતરિક માગ સાથે ગાંધી પરિવારનો વિરોધ થઇ રહ્યો છે. જેમાં કોંગ્રેસના ૨૩ જેટલા વિરિષ્ટ નેતાઓ દ્વારા પત્ર લખી પોતાના મંતવ્ય વ્યકત કરી કોંગ્રેસને વધુ મજબુત કરવા માગ કરી છે. કોંગ્રેસ વર્કીંગ કમિટિની બેઠક પૂર્વે કોંગ્રેસ બે જુથ્થમાં ફેરવાતા એક જુથ્થ ગાંધી પરિવારના સમર્થનમાં સામે આવ્યું છે. અને કોંગ્રેસ માટે ગાંધી પરિવાર અતિ આવશ્યક ગણાવી ગાંધી પરિવારના નેતૃત્વ હેઠળ છતિશગઢ, એમ.પી., રાજસ્થાન, પંજાબ, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સત્તા પર આવ્યાનું ગણાવી રહ્યા છે.
કોંગ્રેસના સંગઠનના માળખામાં ધરખમ ફેરફાર કરવા માટે ગુલામનવી આઝાદ, કપીલ સિબ્બલ, શશી થરૂ અને આનંદ શર્મા સહિત ૨૩ સિનિયર નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખી નેતૃત્વ ફેરફારની ભલામણ કરી કોંગ્રેસ માટે કાયમી અને મતદારોને પ્રભાવિત કરી શકે તેવા નેતાની જરૂર ગણાવી છે.
૨૦૧૦ બાદ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મણીપુર સહિતના રાજયમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓની આંતરિક જુથ્થવાદના કારણે પક્ષના કાર્યકારો પર પડી છે જેના કારણે કોંગ્રેસ વધુ નબળી પડી રહી છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાત અને રાજસ્થાનમાં એક પણ બેઠક મળી ન હતી જ્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સમખાવા પુરતી એક જ બેઠક મળી છે.
પંજાબના મુખ્ય મંત્રી અમરિન્દ્રસિંધ, રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોત, લોકસભા કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી, કર્ણાટકના પુર્વ મુખ્ય મંત્રી સિધ્ધારમૈયા, ગુજરાતના પ્રભાવી રાજીવ સાતવ, સલમાન ખુરશીદ, ડી.કે.શિવકુમાર, કુલમારી શૈલજા, બાલાસાહેર થોરાટ અને અનિલ ચૌધરી સહિતના કોંગ્રેસના નેતાઓએ ગાંધી પરિવારની કોંગ્રેસ માટે પ્રભુત્વ ગણાવ્યું છે. ગાંધી પરિવાર વિના કોંગ્રેસ વધુ તુટી જશે તેવી દહેશત વ્યકત કરી છે.
જો કે પંજાબના મુખ્ય મંત્રી અમરિન્દ્રસિંધે ગાંધી પરિવારના પ્રભુત્વ અંગેના દાવાનો વિરોધ કર્યો હતો તેમણે એનડીએ સામે મજબુત વિરોધ પક્ષ ઉભો કરવાની કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન માટે હિમાયત કરી પાર્ટી નિર્ણાયક તબ્બકે છે. ફરીથી પક્ષને કાર્યરત કરવાની માગ કરી તેના હિતો માટે રાષ્ટ્ર હિતોના નુકસાનકારક હશે તેમજ વર્તમાન સ્થિતી જોતા દેશને સરહદ પારથી બાહ્ય જોખમ જ નહી પરંતુ સંધીય માળખા માટે આંતરિક ખતરાનો પણ સામનો કરી રહ્યાનું જણાવી પક્ષને મજબતુ નેતૃત્વની માગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં થયેલી કોંગ્રેસની કારમી હાર બાદ રાહુલ ગાંધીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું હતુ ત્યાર કેટલાક નેતાઓ ગાંધી પરિવારની તરફેણ કરતા સોનિયા ગાંધીએ કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકેનું સુકાન સંભાળ્યા બાદ તેમની મુદત પુરી થતા પક્ષનું સુકાન બીન ગાંધી પરિવારને સોપવા માટે કોંગ્રેસ પક્ષમાં જ એક જુથ્થ દ્વારા લોબીંગ કરવામાં આવી રહ્યું છે.
આજે કોંગ્રેસ વર્કીંગ કમિટિની બેઠક પૂર્વે જ સિનિયર તેનાઓ દ્વારા પત્ર લખી અને ટિવટના માધ્યમથી પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા છે. જેમાં લોક સભા કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરીએ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં નેતૃત્વ અંગે કટોકટીનો ઉલેખ કરી ગાંધી પરિવારના પ્રોત્સાહન અને વિશ્ર્વાસના કારણે કોંગ્રેસને ફાયદો થયાનું તેમજ વિકાસ કર્યાનું કહ્યું છે. અન્ય પક્ષના ઇશારે નેતૃત્વ પરિવર્તનની માગ કરી પક્ષને નુકસાન કરી રહ્યાનો આક્ષેપ કર્યો છે.
જયારે પૂર્વ કેન્દ્રીય મંત્ર સલામન ખુરશીદે કોંગ્રેસમાં ચૂંટણીના બદલે સર્વ સહમતિથી નેતૃત્વ પસંદ કરવાની માગ કરી રાહુલ ગાંધી પર કાર્યકરો અને નેતાઓને સંપૂર્ણ વિશ્ર્વાસ હોવાનું જણાવ્યું છે.