વિસાવદર થી સાસણ વચ્ચેના 13.5 કિલોમીટરના રોડ પ્રોજેક્ટ ને વિકસિત કરવા માટે મંજૂરી ન મળી
સાસણ ગીર અભ્યારણ સાવજો માટે ખૂબ જ પ્રચલિત અને વિખ્યાત છે જેને જોવા માટે રાજ્યભરમાંથી લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ ખરી વાસ્તવિકતા એ પણ છે કે આ વિસ્તાર ની સાથોસાથ જે રેવેન્યુ વિસ્તારો છે તેનો વિકાસ પણ આવો એટલો જ જરૂરી છે ત્યારે જૂનાગઢના સાસણ થી વિસાવદર વચ્ચે 13.5 કિલોમીટર નો જે કાચો રસ્તો છે તેને વિકસિત કરવા માટેનું પ્રપોઝલ આપવામાં આવ્યું હતું જેને સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફ ગુજરાત દ્વારા નકારવામાં આવ્યું હતું. ત્યારે સૌથી મોટો પ્રશ્ન સામે એ ઊભો થાય છે કે સાવજોને છૂટથી ફરવા દેવા માટે વિકાસને નાખવો અનિવાર્ય છે કે કેમ ?
અભયારણ્યની બહાર રેવન્યુ વિસ્તાર હોવા છતાં પણ સરકાર કોઈપણ વિકાસ ના પ્રોજેક્ટો ને માન્યતા આપતું નથી . બીજી તરફ જે રોડ માટે પ્રપોઝલ મૂકવામાં આવેલી છે તે હાઇવે નો રસ્તો હોવાથી વિકાસ થવો એટલો જ જરૂરી છે પરંતુ સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફનું માનવું છે કે જો આ 13.5 કિલોમીટરના પટ્ટા અને વિકસિત કરવામાં આવશે તો વન્ય પ્રાણીઓ માટે જોખમ ઊભો થઈ શકે છે.
આ રોડ ના વિકાસ માટે એપ્રિલ માસમાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ સપ્ટેમ્બર 21 ના રોજ જુનાગઢ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ઝડપી પ્રોજેક્ટને મંજૂરી મળે તે માટે કાર્યવાહી હાથ ધરવા પણ સૂચવ્યું હતું. ભાજપના સાંસદ ના જણાવ્યા મુજબ સ્ટેટહાઈવે હોવાના કારણે પાકો રોડ થવો જોઈએ તે હાલના તબક્કે પણ ખૂબ જ કાચો છે જેથી તેનો વિકાસ કરવો અનિવાર્ય છે પરંતુ સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની આ બેઠકમાં એ વાત ઉપર પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો છે અને તાકીદે જણાવ્યું છે કે વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે માટે રોડ નો વિકાસ નહીં થાય.
13.5 કિલોમીટરનો રસ્તો બે જિલ્લાને લગતો રસ્તો છે જેનો વિકાસ થવો જોઈએ : મેહુરભાઈ ( સ્થાનિક )
ભોજદે ગીર માં રહેતા સ્થાનિક મેહુરભાઈએ અબતક સાથે વાતચીત કરતાં આવ્યું હતું કે સાસણ થી વિસાવદર વચ્ચે જે રસ્તો પસાર થઈ રહ્યો છે તે સોમનાથ અને અમરેલી ને જોડતો રસ્તો છે જેનું કારણ એ છે કે આ રસ્તા પર બે જિલ્લાઓ આવતા હોય છે જેથી આ રસ્તાને ડામર રોડ થી વિકસિત કરવો જોઈએ સાથોસાથ તેઓએ એમ પણ જણાવ્યું હતું કે જંગલમાંથી પસાર થતા રસ્તા માં જંગલખાતાના જે નિયમો લાગુ પડતા હોય તેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવશે અને તે પાલન કરવું દરેક નાગરિકો માટે પ્રથમ કર્તવ્ય પણ હોય છે પરંતુ તેનો મતલબ એ નહીં કે જે કોઇ વન્ય પ્રાણીઓ નું અકસ્માત થાય તેના માટે જે કોઈ રોડનો વિકાસ કારણભૂત હોય. પદ્મા તેઓએ કહ્યું હતું કે જંગલમાં જે વન્ય પ્રાણીઓ રહે છે તે માત્ર વનવિભાગના જ નથી સ્થાનિક લોકોના પણ પ્રાણીઓ છે અને તેનું તેમને માન અને ગૌરવ પણ છે પરંતુ તેના ભોગે વિકાસ અટકે તે પણ યોગ્ય નથી.