અબતક, નવીદિલ્હી
કોઈ પણ દેશ માટે બેલેન્સ ઓફ ટ્રેડ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવતો હોય છે ત્યારે આ સ્થિતિને સુદ્રઢ બનાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે અને તે વિષયની નીતિ પણ બનાવવામાં આવે છે. ભારત દેશની વાત કરવામાં આવે તો ભારત અનેક વસ્તુઓનું ઉત્પાદન ઘર આંગણે કરે છે છતાં તે જ ચીજ વસ્તુઓ માટે તેઓએ આયાત પણ કરવું પડે છે. તો સૌથી મોટું કારણ એ છે કે ભારતમાં જે રીતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવવું જોઈએ તે થઈ શકતું નથી કારણે ઘણી ચીજવસ્તુઓ નો બગાડ પણ થતો જોવા મળે છે. ભારત દેશે આ પરિસ્થિતિમાંથી સુચારુ રૂપથી બહાર નીકળવું હોય તો લાંબાગાળાનું આયોજન કરવું એટલું જ જરૂરી છે. હાલની સ્થિતિ મુજબ એ વાત સામે આવે છે કે જે વસ્તુનો નિકાસ ભારત કરે છે તે જ વસ્તુઓની આયાત પણ ભારત દેશ કરતો હોવાથી જે નિયંત્રણ અને સુચારુ વ્યવસ્થા ઊભી થવી જોઈએ તે થઈ શકતી નથી. પ્રાપ્ત માહિતી મુજબ આ થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે સ્થાનિક સ્તરે જે રીતે ઉત્પાદન થતું હોય તેમાં વચ્ચે ખૂબ મોટો ગાળો રહે છે જેથી વિકાસની સાથે ભારતે આયાત પણ કરવું પડે છે.
ભારત દેશ તુવેર દાળનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી તેનો નિકાસ કરતું નજરે પડે છે સામે તે જ વસ્તુ માટે તે આયાત પણ પૂરતી માત્રામાં કરતું હોય છે સૌથી મોટું કારણ તો એ છે કે ભારતમાં નાશવંત ચીજ વસ્તુઓની સંખ્યા માં ઘણો વધારો જોવા મળ્યો છે બીજી તરફ ટેકનિકલ પ્રશ્ન પણ વધુ હોવાના કારણે જે રીતે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ તે ગોઠવાતી નથી પરિણામે ભારતે આયાત પણ પૂરતી માત્રામાં કરવું પડે છે. ટ્રેડ બેલેન્સને સુચારુ રૂપથી ચલાવવા માટે લાંબાગાળાનું આયોજન સરકાર દ્વારા કરવું ખૂબ જ જરૂરી છે અને તે માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ સૌથી વધુ પ્રમાણમાં વિકસિત કરવું અનિવાર્ય છે. સામે સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે હાલ ભારત દેશનું અર્થતંત્ર ખૂબ જ વિકસિત થઇ રહ્યું છે ત્યારે આ સ્થિતિને વધુ ને વધુ સારી રીતે જાળવવા માટે જે રીતે વ્યાપાર અને આયાત નિકાસ થવું જોઈએ તેમાં પૂરતું આયોજન અનિવાર્ય છે કોક વાર એવી સ્થિતિ નિર્માણ થતી હોય છે જેમાં ભારત નિકાસ પૂર્ણ માત્રામાં કરે છે પણ જ્યારે ખરા અર્થમાં સ્થાનિક સ્તરે જરૂરિયાત ઊભી થાય તે સમયે ભારતે તે જ ચીજ વસ્તુ માટે આયાત પણ કરવું પડતું હોય છે જેથી સંતુલન જાળવવામાં ભારત દેશ અન્ય દેશોની સરખામણીમાં ઘણું પાછળ છે.
આર્થિક સ્થિતિમાં સુધારો આવતા હવે દર મહિને ભારતની જીએસટી આવક એક લાખ કરોડને પાસ રહેશે તેવી આશા
ભારત દેશની આર્થિક સ્થિતિમાં અનેક અંશે સુધારો જોવા મળ્યો છે તેનું એકમાત્ર કારણ એ પણ છે કે ભારત ને આર્થિક વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલી રહી છે સામે નિકાસનું પ્રમાણ પણ દિન-પ્રતિદિન વધી ગયું છે જેને ધ્યાને લઇ નવેમ્બર માસમાં ભારત નું જીએસટી કલેક્શન 1.31 લાખ કરોડે પહોંચ્યું હતું. સામે ટ્રેડ ડેફિસિટ પણ 1.74 લાખ કરોડે જોવા મળ્યું છે. તો બીજી તરફ ભારતનો વિકાસ દર 29.88 બિલિયન ડોલરે પહોંચયુ છે. સૌથી મોટી વાત તો એ છે કે હાલ જે રીતે દેશની અર્થવ્યવસ્થા ટનાટન જોવા મળી રહી છે તેને કારણે દેશને ઘણી સારી આવક પણ થઇ છે ત્યારે આગામી દર મહિને ભારતની જીએસટી ની આવક એક લાખ કરોડને પાર પહોંચશે તેવી આશા પણ કહેવાય છે એટલું જ નહીં છેલ્લા ઘણા સમયથી જીએસટી કલેક્શન પણ સરકારને ખૂબ સારી માત્રામાં થતું જોવા મળે છે.