ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથોસાથ જ વાતાવરણ તાજગી ભર્યું થઈ જાય છે. પણ આ સીઝન ઉધરસ, તાવ અને ત્વચાની સમસ્યાઓ જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ લાવે છે. ચોમાસાની ઋતુમાં ઠંડક હોય છે. પણ ભેજ અને વારંવાર વરસાદ કારણે ઘણા લોકોને ત્વચાને લગતી સમસ્યાઓ થાય છે.
જેમ આપણે ઉનાળાની સીઝનમાં ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવવા માટે સનસ્ક્રીનનું લગાવીએ છીએ. તેમ ચોમાસામાં પણ સનસ્ક્રીન લગાવવું એટલું જ જરૂરી છે. જોકે ઘણા લોકો જ્યારે હવામાન બદલાય છે ત્યારે સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું બંધ કરી દે છે. કેટલાક લોકો એવું માને છે કે માત્ર સૂર્યના કિરણોથી જ ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીન જરૂરી છે.
સનસ્ક્રીન આપણી ત્વચાને સૂર્યના નુકશાનકારક કિરણોથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પણ ચોમાસાની સીઝનમાં વરસાદના વરસાદ આવતા પછી પણ સૂર્ય તીવ્ર હોઈ શકે છે. તેથી ત્વચા પર સનસ્ક્રીન લગાવવું જરૂરી બને છે. તેમ છતાં ઘણા લોકોને નવાઇ લાગે છે કે વરસાદના દિવસો માટે કયા પ્રકારનું સનસ્ક્રીન લગાવવું યોગ્ય છે. તો જાણો કે આ સીઝનમાં ક્યાં પ્રકારનું સનસ્ક્રીન લગાવવું જરૂરી છે.
શું ચોમાસામાં સનસ્ક્રીન લગાવવું જરૂરી છે?
મોસમ ગમે તે હોય વ્યક્તિએ સનસ્ક્રીનનો ઉપયોગ છોડવો જોઈએ નહીં. કેટલાક લોકો એવું મને છે કે સનસ્ક્રીન માત્ર તડકાના વાતાવરણમાં જ જરૂરી છે તેથી ચોમાસા દરમિયાન તેનો ઉપયોગ કરવાનું છોડી દે છે. પણ હકીકત તો એ છે કે સનસ્ક્રીન ત્વચાને હાનિકારક યુવી કિરણોથી બચાવે છે. તેમજ તમારી ત્વચાને આ હાનિકારક અસરોથી બચાવવા માટે દરેક ઋતુમાં સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જરૂરી બને છે.
ચોમાસા દરમિયાન યોગ્ય સનસ્ક્રીન કેવી રીતે પસંદ કરવી
બજારમાં તમને ત્રણ પ્રકારની સનસ્ક્રીન મળશે. પ્રથમ ફિઝિકલ સનસ્ક્રીન છે. બીજું કેમિકલ સનસ્ક્રીન છે અને ત્રીજું હાઇબ્રિડ છે. આ ત્રણ વચ્ચેનો તફાવત એ છે કે ફિઝિકલ સનસ્ક્રીનમાં ઝીંક ઓક્સાઇડ હોય છે. જે સૂર્યના હાનિકારક કિરણોને તમારી ત્વચા સુધી પહોંચતા અટકાવે છે. કેમિકલ સનસ્ક્રીન કેમિકલ ફિલ્ટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. જે ત્વચામાં ભળે છે અને નુકસાન કરતા અટકાવે છે. જ્યારે હાઇબ્રિડ સનસ્ક્રીન આ બે સનસ્ક્રીનને મિક્સ કરીને બનાવવામાં આવે છે. જો કે આ ત્રણેય સનસ્ક્રીન યુવી કિરણોથી રક્ષણ પૂરું પાડવામાં ફાયદાકારક બને છે. તમારા માટે આમાથી કઈ બેસ્ટ છે તે નક્કી કરવા માટે તમારે સ્કીન ડોક્ટર પાસેથી એકવાર સલાહ લેવી જોઈએ.
સનસ્ક્રીન કેવી રીતે લગાવવી :
તમને આ સનસ્ક્રીન લોશન, પાવડર, સ્ટિક, સ્પ્રે વગેરેના રૂપમાં મળશે. તમે તમારી અનુકૂળતા મુજબ પસંદ કરી શકો છો. ચહેરા પર સનસ્ક્રીન લગાવવા માટે તમારી પ્રથમ બે આંગળીઓ જેટલી સનસ્ક્રીન લો અને તેને ચહેરાના દરેક ભાગ પર સારી રીતે લગાવો. તેને તમારી આંખો કે મોંમાં ન આવવા દો. એ પણ ધ્યાનમાં રાખો કે તમે દર બે કલાકે સનસ્ક્રીન લગાવો છો. તમે બહાર જાઓ કે ન જાઓ. કારણ કે સૂર્યપ્રકાશ બારીઓ વગેરે દ્વારા ઘરમાં આવવાથી ત્વચાને પણ એટલું જ નુકસાન થઈ શકે છે.
લોશન સનસ્ક્રીન :
જો તમે લોશન સનસ્ક્રીનનો ઉપયોગ ચોમાસાની સીઝનમાં કરશો તો તે તમારી ત્વચા માટે બેસ્ટ છે. કારણ કે તે ત્વચામાં સારી રીતે ભળી જાય છે અને લાંબા સમય સુધી ભેજ આપે છે. સાથોસાથ તે તમારી ત્વચાને સોફ્ટ રાખે છે.
પાઉડર સનસ્ક્રીન:
પાઉડર સનસ્ક્રીન તૈલી ત્વચા ધરાવતાં વ્યક્તિઓ માટે ફાયદાકારક છે. ઓઇલી સ્કીનમાથી તમને રાહત આપે છે.
સ્ટિક સનસ્ક્રીન:
જ્યારે તમે ઘરની બહાર જાવ કે પછી ક્યાક ફરવા જવાનું હોય ત્યારે આ સનસ્ક્રીન લગાવવાથી તમારી ત્વચા માટે બેસ્ટ રહે છે. એટલે જ ચોમાસાની મોસમમાં પણ તમારી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા માટે સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. લોશન સનસ્ક્રીન ખાસ કરીને અસરકારક છે કારણ કે તે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને સામે સૂર્યના કિરણીથી રાહત આપે છે. મોસમ ગમે તે હોય સનસ્ક્રીનને તમારી દૈનિક ત્વચા સંભાળનો એક ભાગ બનાવીને રાખો.
આ રીતે સનસ્ક્રીનનો ઉપયોગ કરો
- વરસાદની મોસમ દરમિયાનએ ધ્યાન રાખો કે તમારી સનસ્ક્રીન પાણી પ્રતિરોધક છે.
- બહાર જતી વખતે તમારી બેગમાં સનસ્ક્રીન રાખો. દર 3 કલાક પછી ફરીથી સનસ્ક્રીનનો ઉપયોગ કરો.
- વરસાદની ઋતુમાં જેલ આધારિત સનસ્ક્રીન પસંદ કરો. જેલ આધારિત સનસ્ક્રીન તમને વરસાદની ઋતુમાં ચીકણાપણુંથી રાહત આપે છે.