બાળકો માટે શહેરમાં અનેક સ્થળો બનાવવામાં આવેલા બગીચાઓના સંચાલનનુ લોક લાગી ગયા હોય તેમ બગીચાઓમાં ભંગાર ખડકી દેવાયા છે. રેંકડીઓ, કચરાના ઢગલા બગીચામાં ઉડીને આંખે વળગે છે.
આ તસ્વીરો બજરંગવાડીમાં આવેલા બગીચાની છે. જયાં લાંબા સમયથી સ્થિતિ ખરાબ છે. બગીચામાં પથરાયેલા બેસુમાર ભંગાર અને કચરાના કારણે આસપાસના લોકો મચ્છરથી પણ પીડાય છે.
બાળકો માટે કિલ્લોલ અને વડીલો માટે બે પળની શાંતિ માટેનો આ બગીચો હવે રમણીય રહ્યો નથી. આખી રાત બગીચામાં રેંકડીઓના ઢગલા જોવા મળે છે તે પરથી પ્રશ્ર્ન ઉઠે કે, આ તે કંઇ બગીચો છે. કે ભંગારનો ડેલો?