અમદાવાદના ચાંદલોડિયામાં રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા રેલ પાટા ઓળંગતા લોકોને કરાયા દંડિત
જ્યારે કોઈ નાળામાં પાણી ભરાઈ જાય અને યાતાયાત માટે તે શક્ય ન બને તો ત્યાંથી પસાર થતાં રાહદારીઓ દેખીતી રીતે રેલવે ટ્રેકને ઓળંગી અન્ય સ્થળ ઉપર પહોંચતા હોય છે જે ખરા અર્થમાં યોગ્ય નથી પરંતુ અહીં સ્થિતિ એ છે કે નાળામાં પાણી ભરેલું હોવાથી અન્ય કોઈ વિકલ્પ તેમની પાસે રહેતો નથી અને ત્યારે પણ જો રેલવે પ્રોટેક્શન ફોર્સ માનવતાવાદી વલણ અપનાવવાના બદલે લોકોને દંડિત કરે તો તે અયોગ્ય છે આવી જ ઘટના અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં જોવા મળી.
તંત્રની બેદરકારીને કારણે રોજીંદા મજૂરો, ઓફિસ કામદારો અને ફિઝિયોથેરાપિસ્ટ સહિત 70 જેટલા લોકોને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. મંગળવારે, રેલવે પ્રોટેક્શન ફોર્સએ તેમને ચાંદલોડિયા રેલવે સ્ટેશન નજીકથી ચાંદલોડિયા ક્રોસિંગ પર પૂરથી ભરાયેલા અંડરપાસને ટાળવા માટે રેલવે ટ્રેકનો ઉપયોગ કરતા પકડ્યા હતા. સોમવારે અણધાર્યા વરસાદને કારણે અંડરપાસ પરથી પસાર થવું અશક્ય બની ગયું હતું.
આરપીએફના અધિકારીઓ મંગળવારે સવારથી હાજર હતા અને પાણી ભરાયેલા અંડરપાસથી બચવા માટે રેલવે ટ્રેકનો ઉપયોગ કરનારા લોકોની અટકાયત કરી રહ્યા હતા. અટકાયતમાંના એકનો સત્તાવાળાઓ સાથે વિનંતી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વીડિયોમાં એક વ્યક્તિ રડતો અને અધિકારીઓને વિનંતી કરી રહ્યો છે કે તેને જવા દે, કારણ કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. વધુમાં તેને જણાવ્યું હતું કે, ક્રોસિંગ પરથી પસાર થઈ રહ્યો હતો અને એક રાહદારી હોવાથી, પાણી ભરાયેલા અંડરપાસમાંથી પસાર થઈ શક્યો ન હતો, તેથી તેને રેલવે ટ્રેક ક્રોસ કરવાનું નક્કી કર્યું,” પોલીસના હાથે ઝડપાયેલા એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. કેટલાક પોલીસકર્મીઓ ટ્રેકની બીજી બાજુ ઉભા હતા અને તેઓએ તેને પકડી લીધો હતો.
તમામ લોકોને સાબરમતી રેલ્વે સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક કામચલાઉ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી, એમ વ્યક્તિએ જણાવ્યું હતું. પોલીસે અટકાયત કરાયેલા તમામ લોકો પાસેથી લગભગ 100 થી 200 રૂપિયા લીધા હતા, જેની તેઓએ કોઈ રસીદ આપી ન હતી. બાદમાં, પોલીસે તમામ અટકાયતીઓ પાસેથી મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાત કરવાની બાંયધરી લીધી અને લગભગ ચાર કલાક પછી અમને જવા દો, વ્યક્તિએ આક્ષેપ કર્યો હતો. અટકાયતમાં લેવાયેલા લોકોને મીડિયા સાથે આ કેસની ચર્ચા ન કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.