માનવ સંસ્કૃતિના વિકાસ અને આદિકાળથી આજ સુધીના આધુનિક માનવ સમાજની રચનામાં ભલે અનેક પરિબળો ને કારણભૂત ગણવામાં આવતા હોય પરંતુ માનવ સમાજની અત્યાર સુધીની સફર અને અસ્તિત્વમાં જો કોઈ મહત્ત્વનું પરિબળ કામ કરી ગયું હોય તો તે “માનવતા”જછે વિશ્વ ભલે માનવતા દિવસ ની ઉજવણી કરીને માનવતાના આ ગુણની હિમાયત કરતું હોય પરંતુ ભારતીય સંસ્કૃતિ અને ધર્મસંહિતા સંપૂર્ણપણે માનવતાના હાર્દ પર જ રચાયેલી છે.
માનવ સમાજના અસ્તિત્વ અને વિકાસમાં મુખ્ય ધરી એવી માનવતા વિનાનું મનુષ્યનું કોઈ અસ્તિત્વ જ નથી માનવ ધર્મ અને ધર્મ સંહિતામાં માનવ નહીં પણ માનવતાને જીવંત રાખવાનો ઉપદેશ છે મહાભારત બાઈબલ તો રેત કુરાન જેવા ધર્મગ્રંથો ના પાયા માં એક જ સાર રહ્યો છે કે માનવતાને સજીવન રાખશું તો પરમાત્માને પામી શકાશે, માનવતાને બચાવશું તો માનવી આપોઆપ યુગરી જશે દરેક ધર્મ સહિત માં માનવતા કેન્દ્રસ્થાને રહી છે હિન્દુ જૈન ઈસાઈ ઇસ્લામ સહિતના ધર્મોએ માનવતા પર ભાર મૂક્યો છે.
પરંતુ આજે ભોતિક અને સ્વાર્થ ના યુગમાં માનવતા માત્ર શિષ્ટાચારમાં શબ્દકોશમાં જ સીમિત થઈ ગઈ છે, માનવ સંસ્કૃતિ અને સભ્યતા માં જ્યારે જ્યારે માનવતા વિસરાઈ જાય ત્યારે ધર્મ યુદ્ધ થકી માનવતાને ફરીથી સજીવન કરવામાં આવે છે ,મહાભારતમાં કૌરવો માનવતા ભૂલી ગયા હતા , રામાયણમાં દેવ શક્તિ અને વિદ્વતા ધરાવતો રાવણ માનવતા ભૂલી ગયો હતો ત્યારે ભગવાન રામે રાક્ષસને માનવતા ભૂલવાનું દંડ આપ્યો હતો.
જીસુસ પણ માનવતા બચાવવા માટે ક્રોસ ઉપર ચડી ગયા ઇસ્લામના મહાન પેગંબર ના નવાસા હઝરત ઈમામ હુસેન અને કરબલાના મેદાનમાં માનવતાને જીવંત રાખવા માટે માનવ સમાજ નું સૌથી મોટું બલિદાન આપીને 72 સહીદો સાથે કુરબાની વહોરી લીધી જ્યારે જ્યારે માનવતા પર જોખમ ઊભું થાય છે ત્યારે પૃથ્વી નું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય છે.
ત્યારે માનવતાને જીવંત રાખવા દરેક યુગમાં ઈશ અવતાર નું આગમન માનવતા કાજે થાય છે આજે માનવતા વિસરાતી જાય છે ત્યારે માનવ સમાજ જો કુદરતની અપરંપાર કૃપા એવી માનવતા નું જતન કરશું તો ક્યારેક દુ:ખ અને સંતાપ જેવા નકારાત્મક સંજોગોમાં થી બચી શકાશે…