સમલૈંગિક અધિકારોની તરફેણ કરતાં લોકો માટે સોમવારનો દિવસ સારા સમાચાર લઈને આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કલમ 377 પર પોતાના જ ફેંસલા અંગે ફરીથી વિચાર કરવાની તૈયારી દાખવી છે. સુપ્રીમ કોર્ટે મામલાને લાર્જર બેચને રેફર કર્યો છે. અહિં જાણ કરવાની કે દિલ્હી હાઈકોર્ટના ફેંસલાને બદલતાં વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે પુખ્ત સમલૈંગિકેના શારીરિક સંબંધને ગેરકાયદેસર ગણાવ્યું હતું.
બે વયસ્કો વચ્ચે શારીરિક સંબંધ શું ગુનો છે? – સુપ્રીમ કોર્ટ
– સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસના નેતૃત્વમાં ત્રણ બેચની જજ ફેંસલો સંભળાવતા કહ્યું કે, “બંધારણીય કલમ 377 અંતર્ગત સમલૈંગિકતાને ગુનો માનવાના નિર્ણય અંગે ફરી વિચાર કરવામાં આવશે.”
– સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, “નાઝ ફાઉન્ડેશન મામલે સુપ્રીમ કોર્ટના 2013ના ફેંસલા પર ફરીથી વિચાર કરવાની જરૂર છે કેમકે અમને લાગે છે આ બાબતમાં બંધારણિય મુદ્દાઓ જોડાયેલાં છે. બે વયસ્કોની વચ્ચે શારીરિક સંબંધ શું ગુનો છે, આ મુદ્દે ચર્ચા જરૂરી છે.”
– સુપ્રીમ કોર્ટના નિર્દેશમાં જણાવાયું કે કોઈપણએ ભયના વાતાવરણમાં ન રહેવું જોઈએ. કોઈપણ ઈચ્છાને કાયદાની ચારે તરફ ન રહી શકે પરંતુ તમામને અનુચ્છેદ 21 અંતર્ગત જીવવાનો અધિકાર અંતર્ગત કાયદામાં રહેવાનો અધિકાર છે.