એમએસએમઈ તથા વ્યાપારીક સમુદાય માટે કમ્પોઝીશન યોજના સમજવી અત્યંત કઠિન: નાણા મંત્રાલય દ્વારા કરવા જોઈએ સુધારાઓ
જીએસટી એટલે ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ જે સમયથી દેશમાં જીએસટી અમલી બન્યું ત્યારથી ઔધોગિક અને વ્યાપારીક ક્ષેત્રે જીએસટી અંગે ઘણી વિસંગતતાઓ વ્યાપારીઓમાં જોવા મળી રહી હતી. આ તકે જીએસટીને સુચારુ રૂપથી કેવી રીતે ચલાવી શકાય તે દિશામાં અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ઘણી ખરી એવી યોજનાઓ પણ અમલી બનાવવામાં આવી છે જેનાથી વ્યાપારીઓને સાનુકૂળતા રહે અને તે તેમનો વ્યવસાય સરળતાથી કરી શકે. હાલ જીએસટી લાગુ થયા બાદ વ્યાપારીઓને ઘણી ખરી તકલીફોનો સામનો પણ કરવો પડી રહ્યો હતો જેમાં બીજી તરફ જીએસટી કાયદો ત્વરીત અમલી બનાવ્યા બાદ તેનું જે યોગ્ય પાલન થવું જોઈએ તે વ્યવસ્થા સુચારુ રૂપથી ન ગોઠવાતા ઘણી ખરી તકલીફોનો સામનો તેમનાં દ્વારા એટલે કે વ્યાપારીઓ દ્વારા કરવામાં આવતો હતો ત્યારે નાણા મંત્રાલય દ્વારા અને સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમ દ્વારા કમ્પોઝીશન યોજના અમલી બનાવવામાં આવી હતી ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવિત થાય છે કે શું કમ્પોઝીશન યોજના ફાયદાકારક કે કેમ?
સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમ દ્વારા જીએસટી કમ્પોઝીશન યોજના અમલી બનાવવામાં આવી હતી ત્યારે જીએસટીનાં અધિકારીઓ દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કમ્પોઝીશન યોજના સૌથી સરળ અને કોઈપણ ઝઝંટ વગરની યોજના છે જે નાના કરદાતાઓ માટે જાણે આશીર્વાદસમાન હોય શકે. કમ્પોઝીશન યોજના અંગેનાં જો ફાયદા વિશે માહિતી લેવામાં આવે તો કમ્પોઝીશન યોજનામાં કોઈપણ વધારાનાં ખાતાઓ કે અન્ય કોઈપણ પ્રકારનાં રેકોર્ડ રાખવાની સહેજ પણ જરૂર રહેતી નથી. કમ્પોઝીશન યોજના હેઠળ કરદાતાઓએ તેમનો ટેકસ ત્રિ-માસિક ભરવાનો રહે છે અને ત્રિમાસિક તેનું રીટર્ન પણ ભરવાનું હોય છે. આ યોજના માટેનાં નીતિ-નિયમો અને તેનાં પ્રવિધાનો સેકસન ૧૦ જીએસટી એકટ ૨૦૧૭માં આપવામાં આવ્યા છે. સ્કિમ હેઠળ જે કોઈ કરદાતા તેની નોંધણી કરાવેલી હોય અને તેમનું વાર્ષિક આવક ૧ કરોડથી વધુનું ન હોય તે આ કમ્પોઝીશન સ્કિમનો લાભ લઈ શકે છે જયારે જમ્મુ-કાશ્મીર અને ઉતરાખંડ રાજયને ખાસ જોગવાઈઓ બદલ ત્યાનાં ઉધોગકારો કે જેઓની આવક ૭૫ લાખ રૂપિયાની હોય તે પણ કમ્પોઝીશન સ્કિમનો લાભ લઈ શકે છે. કરદાતા કે જેઓ કમ્પોઝીશન સ્કિમમાં રજીસ્ટર્ડ થયેલા હોય તેઓએ તેમની વાર્ષિક આવકમાંથી નિર્ધારિત કરેલી રકમ ટેકસ પેટે આપવાની રહેતી હોય છે જે ટેકસ કરદાતા દ્વારા ત્રિમાસિક ધોરણ પર આપવામાં આવે છે ત્યારે નોંધાયેલા કરદાતાઓ દ્વારા કોઈપણ વધુ ખાતાઓ કે તે અંગેનાં રેકોર્ડ રાખવાની જરૂર નથી માત્ર તેઓએ જીએસટીઆર-૪ નંબરનું ફોર્મ જ ભરવાનું રહે છે. જીએસટીઆર-૪ નંબરનું ફોર્મ ભરવા માટેની સરકાર દ્વારા જે અવધિ આપવામાં આવી હતી તે પહેલા જુલાઈથી સપ્ટેમ્બર માસની હતી તેને વધારી ૨૪ ડિસેમ્બર કરી દેવામાં આવી છે. જે કોઈ કરદાતા કમ્પોઝીશન સ્કિમમાં જોડાઈ છે ત્યારબાદ તેઓ કોઈપણ પ્રકારનાં ટેકસેબલ ઈનવોઈસ આપી શકતા નથી અને તેઓ આઈટીસી એટલે કે ઈનપુટ ટેકસ ક્રેડીટ પણ કલેઈમ નથી કરી શકતા ત્યારે મુખ્ય પ્રશ્ર્ન ઉભો એ થાય છે કે, આ સ્કિમ એમએસએમઈ તથા અન્ય બિઝનેસ કોમ્યુનીટી માટે ફાયદાકારક છે કે કેમ ? વિશેષજ્ઞોનું માનવું છે કે જીએસટી કમ્પોઝીશન સ્કિમ માત્ર નાના કરદાતાઓ માટે જ ફાયદારૂપ છે ત્યારે બીજી તરફ એમએસએમઈ ક્ષેત્ર તથા બિઝનેસ વ્યાપાર સમુદાય માટે ફાયદાકારક છે કે કેમ તે એક મોટો પ્રશ્ર્નાર્થ છે જેને સમજવું ખુબ જ કઠિન છે.
જીએસટીનાં વિશેષજ્ઞોનું માનવું છે કે જે કરદાતા કમ્પોઝીશન સ્કિમ હેઠળ નોંધાયા છે તેઓ પર ટેકસનું ભારણ અત્યંત વધી જાય છે જેથી તેઓએ તેમનાં પ્રોફીટ માર્જીનમાં પણ ઘટાડો કરવો પડે છે. કમ્પોઝીશન સ્કિમ હેઠળ જે કોઈ વ્યાપારીઓ નોંધાયેલા છે તેઓને બંને સાઈડથી માર પડે છે જે એક પ્રેકટીકલ સોલ્યુશન હોવાનું જાણવા મળતું નથી. આ યોજનામાં એ જ વ્યાપારીને ફાયદો થાય કે જો તે કર ન આપતા વ્યકિત પાસેથી ગુડઝની ખરીદી કરે જે મહદઅંશે સહેજ પણ શકય નથી.