ડિજિટલ ન્યુઝ પબ્લિશર એસોસિએશને ગુગલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
અબતક, નવીદિલ્હી
ગુગલ સર્ચ એન્જિનમાં આગવું સ્થાન ધરાવે છે અને પોતાનો ઈજારો પણ ધરાવે છે ત્યારે કોઈ પણ ચીજ-વસ્તુ ની શોધ જો ઇન્ટરનેટ પર કરવામાં આવે તો તેમાં ગૂગલ સૌથી મોટો ભાગ ભજવે છે પરંતુ પ્રશ્ન એ પણ છે કે ગૂગલના સર્ચ એન્જિન નો ભરડો લોકોને અકળાવી રહ્યો છે. આ અંગે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ ગંભીરતા દાખવી છે અને સામે ડિજિટલ ન્યુઝ પબ્લિશર એસોસિએશન દ્વારા ગૂગલ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે. ફરિયાદ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ગૂગલ નિર્ધારિત કરેલા નાણાં આપવા માટે કરાર કરવામાં આવેલા હોય છે તે મુજબ નાણાં મળતા પણ નથી.
બીજી તરફ ગૂગલ દ્વારા સતત પોતાનો ઈજારો અન્ય ઉપર મૂકવામાં આવતો હોય છે ત્યારે સર્ચ એન્જિન ગૂગલને સબક શીખવવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ અંગે 60 દિવસમાં રિપોર્ટ આપવા માટે પણ જણાવવામાં આવ્યું છે. હાલ જે સર્વે હાથ ધરવામાં આવ્યો તેમાં એ વાત ઉપર મદાર રાખવામાં આવેલો હતો કે ગૂગલ ઉપર જે ન્યૂઝ વેબસાઈટ ને લઇ ટ્રાફિક જોવા મળતો હોય છે તેનું પ્રમાણ 50 ટકા થી પણ વધુનું છે. એટલું જ નહીં અહીં ગુગલ દ્વારા એલ્ગોરિધમની એ પ્રકારની ગોઠવણ કરવામાં આવેલી છે જેનાથી કોઈપણ વ્યક્તિ કોઈ ન્યુઝને સર્ચ કરે તો તેઓ સીધાંજ ગૂગલ તરફ ડાયવર્ટ થઈ જતા હોય છે.
આગામી સમયમાં આ પરિસ્થિતિ વિકાસ ન બને તે માટે ભારત દેશમાં ખુદ કી દુકાન ઉભી કરવી જરૂરી છે જેથી દરેક ડેટા સ્થાનિક સ્તર પર જ સ્ટોર થઇ શકે અને તેની યોગ્ય જાળવણી પણ થાય.
હાલ અન્ય સર્ચ એન્જિનની સરખામણીમાં ગુગલ વધુ વિશ્વસનીય હોવાથી તે તેનો ઇજારો જે રીતે ઊભો કરી રહ્યો છે તેનાથી લોકોને જે પ્રકારે ફાયદો થવો જોઈએ તે થઈ શકતો નથી સામે કંપનીને દરેક પ્રકારે ફાયદો પહોંચે છે.
આ સ્થિતિનું આવનારા સમયમાં નિર્માણ ન થાય તે માટે સરકારે આ સ્થિતિ ઉપર વધુ ગંભીરતા દાખવી છે અને 60 દિવસમાં આ અંગે રિપોર્ટ જાહેર કરવા પણ જણાવ્યું છે.