હેલ્દી ફુડ મકાઇ….

કોર્ન એટલે કે મકાઇ જે આપણા શરીરના પોષણ માટે જ‚ર મિનરલ્સ પુરુ પાડે છે. તેમજ મકાઇમાં રહેલા અને ફલેવેનોઇડ તત્વોને કારણે કેન્સર જેવી ખતરનાક બિમારીના ખતરોને પણ ઓછુ કરવામાં મદદ‚પ નિવડે છે.

આ ઉપરાંત મકાઇ થતા ફાયદાઓ વિશે આજે તમને જણાવીશુ.. જે આ પ્રમાણે છે.

હાડકા મજબુત બનાવે છે  :-

મકાઇમાં રહેલા ઝિંક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્ન હાડકા મજબુત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

એનીમિયા

– શરીરમાં આયર્નની કમી હોય તો મકાઇ ખૂબ્ અસરકારક ઉપાય છે તેમજ ગર્ભવતી મહિલાઓ માટે તો મકાઇ ખૂબ હેલ્દી માનવામાં આવે છે કારણકે તેમા વિટામિન B9 અને ફોલિક એસિડ હોય છે.

સુંદર ત્વચા બનાવે છે  :-

મકાઇમાં વિટામિન Aઅને  C નું પ્રમાણ વધારે હોય છે. આ સિવાય એન્ટી ઓક્સિડેન્ટ ફ્રી રેડિકલથી બચાવીને ચહેરા પરથી કરચલીને અટકાવે છે.

કોલસ્ટ્રોલ ઓછું કરે છે  :-

– મકાઇમાં વિટામિન C , બાયોફ્લેવિર્નાઇડ્સ, કૈરોટેનોઇડ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છેે. જે કોલસ્ટ્રોલ ઓછુ કરવામાં, ધમની બ્લોક થવાથી રોકે છે. આમા રહેલા ફાઇબર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.