લોકોના ડેટા વેંચી માલામાલ તી ટેક કંપનીઓની મફતની સેવા ઉપર હવે લોકોનો વિશ્વાસ ઉડયો
ફેસબુકમાંથી ડેટા લીક થયા હોવાનો ઘટસ્ફોટ થતાં હવે લોકો શંકાસીલ બનતા જાય છે. ફેસબુકે લોકોની વિશ્વનીયતા ગુમાવી દીધી હોવાનું ફલીત થાય છે. લોકોના ડેટા વેંચીને ફેસબુકે ધોમ કમાણી કરી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.
ફેસબુક અને ગુગલની મફતની સર્વિસો ઉપર સવાલો ઉઠી રહ્યાં છે. ઈન્ટરનેટ ઉપર મુકાતી વિગતો કેટલીક સુરક્ષીત છે તે મામલે દલીલોનો દોર શરૂ થયો છે. કેમ્બ્રીજ એનાલીટીકા દ્વારા અમેરિકામાં ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર-પ્રસાર મામલે કામ કર્યું હોવાનો ઘટસ્ફોટ યા બાદ હવે ભારત સહિત અન્ય દેશોની ચૂંટણી ઉપર પણ ફેસબુક અસર પાડી શકે તેવી શંકા વ્યકત થઈ રહી છે.
ફેસબુકના સપક ઝુકરબર્ગે અમેરિકા અને યુરોપમાં જાહેર ખબરો આપીને લોકોની માફી માંગી છે. ન્યુયોર્ક ટાઈમ્સ, વોશીંગ્ટન પોસ્ટ અને વોલ સ્ટ્રીટ જનરલમાં આ જાહેરાતો છાપવામાં આવી છે. અમેરિકા અને યુરોપમાં માફીનામા છપાવ્યા બાદ પણ ફેસબુકની વિશ્ર્વસનીયતા ફરીી પહેલા જેવી થઈ શકશે નહીં તે વાત જગજાહેર છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ૫૦ ટકા અમેરિકનોને ફેસબુક ઉપર વિશ્ર્વાસ નથી. રાઉટર સંસ દ્વારા યેલા અભિયાન અનુસાર ફેસબુક ઉપર વિશ્ર્વાસ કરનારાઓની સંખ્યા ખૂબજ ઓછી છે. ફેસબુક કરતા એપલ ઈન્ક, આલ્ફાબેટ ઈન્ક, ગુગલ, એમેઝોન કોમ ઈન્ક, માઈક્રોસોફટ કોર્પ અને યાહુ ઉપર અમેરિકનોનો વિશ્ર્વાસ વધતો જાય છે.
ફેસબુકમાં ડેટા લીક થયો હોવાની વાત બહાર આવ્યા બાદ ગત અઠવાડિયે ફેસબુકના શેરમાં ૧૪ ટકાનો કડાકો બોલી ગયો હતો. સમગ્ર કૌભાંડના પર્દાફાશી ફેસબુકને ડિલીટ કરવાનું અભિયાન ઈન્ટરનેટ પર ચાલ્યું હતું. જેના કારણે સ્પેસ-એકસ કંપનીના સીઈઓએ પણ ફેસબુક પરી પોતાની કંપનીના એકાઉન્ટ ડીલીટ કરી નાખ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,