આજના આ સમયમાં લોકોને બધી જ વસ્તુઓમાં સુંદરતા જોઈએ છીએ.લોકોની વિચારસરણી જ એવા પ્રકારની થઈ ગઈ છે કે લોકો એમ સમજે છે કે બહાર સુંદર દેખાતી વસ્તુ જ સુંદર હશે પણ ખરેખર એવું હોતું નથી. આજે લોકોના મતે સુંદરતા એટલે સુંદર ચહેરો છે પરંતુ આજે કેટલાક લોકો જાણતા જ નથી કે સુંદરતા શું છે સુંદરતા ની પરિભાષા જ કંઇક અલગ છે. લોકોને બધી જગ્યાએ સુંદર ચહેરો, ગ્લેમર જોઈએ છીએ. તેઓ સુંદરતાથી જ લોકોને જજ કરવા માંગે છે. જે માણસ પાસે સુંદરતા ન હોય તો શું તે માણસ સારું નથી ? માણસ પોતાના વ્યક્તિત્વથી સારું હોય છે ચહેરાથી નહીં. જો કોઈ વ્યક્તિ પાસે સુંદરતા હોય પણ તે વ્યક્તિ ચારિત્ર્યહીન નીકળે તો તે સુંદરતા નો કોઈ અર્થ રહેતો નથી વ્યક્તિ પોતાના વિચારોથી સુંદર હોવો જોઈએ. કોઈ વ્યક્તિને લોકો પ્રત્યે પોતાના મનમાં દ્વેષ કે ઈર્ષ્યા હોય તો તેની સુંદરતા નકામી છે.
એકવાર એક માતા પોતાની દીકરીને સલાહ આપતા કેતી હતી કે સુંદર છોકરીઓને સારો પતિ મળે છે.આ કહીને માતા પોતાની દીકરીને પુરુષોની નબળાઈ નું વર્ણન કરે છે કે પુરુષ ને હંમેશા સુંદર સ્ત્રીઓ જ પસંદ આવે છે. સુંદરતા તો એક શબ્દ છે બાકી જે વ્યક્તિ પાસે આંતરીક સુંદરતા હોતી નથી તે વ્યક્તિ પાસે ભલે ને દુનિયાની બધી જ કીમતી વસ્તુઓ હોય પરંતુ તે પોતાને આંતરિક સુંદરતાને ગુણને લીધે અધુરો જ ગણાશે અને જે વ્યક્તિ પાસે નિર્મળ હૃદય અને ઉત્તમ વિચારો હશે તે વ્યક્તિ દુનિયાનો શ્રેષ્ઠ વ્યક્તિ ગણાશે. માણસથી ખુબીઓથી તો તેને બધા જ સ્વીકારે છે બધા જ તેને પ્રેમ કરે છે પરંતુ એવા માણસોને શોધો કે જે આપણી ખામીઓ અને સ્વીકારે અને આપણી ખામીઓ માં પણ ખૂબી શોધી આપણી આંતરીક સુંદરતા નું દર્શન કરાવે એ વ્યક્તિ યોગ્ય ગણાશે ખૂબ ઓછા લોકો પાસે નિર્મળ હૃદય હોય છે કારણ કે હૃદયથી સુંદર હોવું એ ચેહરા થી સુંદર હોવા કરતા એકદમ અલગ વાત છે.
તમારી પસંદ કરવા વાળી ખૂબીઓથી તમને લોકોને ઘણી ચાહત મળી રહેશે પરંતુ તમારે શોધ એવા વ્યક્તિને કરવાની છે જે તમે છો એવા જ તમને સ્વીકારે અને તમારી ખામીઓ થી પણ એટલો જ પ્રેમ કરે. ચહેરા ની સુંદરતા એ ઈશ્વર આપેલી ભેટ છે પરંતુ હૃદય અને મનની નિર્મળતા અને સુંદરતા એ ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે જેનો કોઈ મોલ કાઢી શકાતો નથી.