કેન્સર એક જોખમી બિમારી : શરીરમાં થતા બદલાવને અવગણશો નહીં તબીબી સલાહ લેવી જોઈએ
ઉંમર વધવાની સાથે સાથે શરીરમાં નાની મોટી ગાંઠ બનવા લાગે છે. અનેક લોકો ગાંઠ જોઈને ડરી જાય છે અને લોકો માનવા લાગે છે કે, સમય જતા કેન્સર બની શકે છે. શરીરમાં થતી તમામ ગાંઠ કેન્સર નથી હોતી. કેન્સર એક ખૂબ જ જોખમી બિમારી છે. સમયની સાથે તેની જાણકારી ના મળે તો ગંભીર બિમારીનું રૂપ લઈ શકે છે.
આરોગ્ય નિષ્ણાંત અનુસાર 50થી 60 ટકા ગાંઠ એકદમ સુરક્ષિત છે અને તે કેન્સર બને તે જરૂરી નથી. આ કારણોસર શરીરમાં ગાંઠ હોય એટલે આરામથી ના રહેવું જોઈએ. શરીરમાં ક્યાંય પણ ગાંઠ હોય અને તેનાથી પરેશાની થતી હોય તો તાત્કાલિક ડોકટર સાથે મુલાકાત કરો અને તેનો ઈલાજ શરૂ કરો. બ્રેસ્ટ કેન્સરનાં રહેલ ટ્યૂમર ગાંઠ તરીકે જ હોય છે.
યુવા મહિલાઓના બ્રેસ્ટમાં હંમેશા ગાંઠ થઈ જાય છે, અને તે સોફ્ટ હોય છે. આ ગાંઠ કેન્સરની ગાંઠ હોતી નથી. તમારા બ્રેસ્ટમાં કોઈ ગાંઠ હોય અને તેમાં દુખાવો થતો હોય તો ઈગ્નોર ના કરવો તથા તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો. ડોકટર જણાવે છે કે, મહિલાઓએ નહાતા પહેલા બ્રેસ્ટની ગાંઠ ચેક કરવી જોઈએ કે, તેમાં દુખાવો થાય છે કે નહીં. તમામ મહિલાએ સોફ્ટ ટેસ્ટ કરાવવો જરૂરી છે. બ્રેસ્ટ કેન્સરની ગાંઠ સોલિડ હોય છે, જે હલતી પણ નથી.
થાઈરોઈડ થાય તો શરીરમાં ગાંઠ થવા લાગે છે. પુરુષોની સરખામણીએ મહિલાઓને કેન્સર થવાનું વધુ જોખમ રહે છે. થાઈરોઈડ થાય તો ગળામાં ગાંઠ થઈ શકે છે. ગળામાં થતી ગાંઠ કેન્સર હોય તે જરૂરી નથી. આ એક સિસ્ટ અથવા માંસનો ટુકડો પણ હોઈ શકે છે. આ કારણોસર થાઈરોઈડ હોવાનું જાણવા મળે એટલે તાત્કાલિક અલ્ટ્રાસાઉંડ કરાવવું જોઈએ. શરીરમાં કોઈપણ પ્રકારનો બદલાવ આવે તો લોકોએ તેની નોંધ ગંભીરતાથી લેવી જોઈએ ત્યારે માનવ શરીરમાં થતા વધુને વધુ ઇન્ફેક્શન અથવા હતા લોહી સ્ત્રાવ કેન્સરને નોતરે.