કોરોના વાઇરસથી બચવા માટે સમગ્ર દુનિયામાં માસ્ક અને ફેસશિલ્ડ પહેરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. હાલમાં જ એક શોધમાં ચેતવણી આપી છે કે માસ્ક અને ૩ ફૂટનું અંતર રાખ્યા બાદ પણ કોરોના વાઇરસ શરીરમાં પ્રવેશી શકે છે. શોધકર્તાઓએ જણાવ્યું છે કે જો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ સતત ખાંસી રહ્યો છે તો માસ્ક પહેરવાનો કોઈ અર્થ રહેતો નથી.
સાઇપ્રસની યુનિવર્સિટી ઑફ નિકોસિયાના વૈજ્ઞાનિકોએ માસ્ક પહેર્યા બાદ પણ ૬ ફૂટનું અંતર રાખવાની અપીલ કરી છે. વૈજ્ઞાનિકોની સ્ટડી એવા સમયે સામે આવી છે જ્યારે દુનિયાભરના ઉદ્યોગો સરકારોને અપીલ કરી રહ્યા છે કે તેઓ સોશ્યલ ડિસ્ટન્સિંગમાં છૂટછાટ આપે.