જમ્યા બાદ ગોળ ખાવથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. ગોળમાં ઘણી માત્રમાં વિટામીન્સ અને મિનરલ્સ અને એંટીઓક્સિડેંટ્સ હોય છે. ગોળને આયુર્વેદમાં અમ્રુત સમાન ગણવામાં આવે છે.આપણા રોજિંદા જીવનમાં જો ખાંડની જગ્યાએ એ ગોળનો ઉપયોગ કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. તેમાં ઝીંક, સેલેનિયમ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન હોય છે.
તો ચાલો જાણીએ ગોળના ફાયદા વિષે :
- રોજ સવારે ચામાં ખાંડના સ્થળે ઓર્ગેનિક ગોળનાખીને પીવાથી વજન વઘતું નથી.
- રોજ ગોળ ખાવાથી શરીરમાં લોહીની ઉણપ રહેતી નથી સાથે તે બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
- રોજ ગોળ ખાવાથી એસિડિટી માથી રાહત મળે છે.
- રોજ 1 ગ્લાસ પાણી સાથે ગોળ ખાવાથી અથવાતો દૂધ સાથે ગોળ મિક્સ કરીને પીવાથી ડાઇજેશન સારું રહે છે.
- ચણા સાથે ગોળ ખાવાથી શરીરમાં લોહીની ઉણપ રહેતી નથી.