ગુજરાતમાં દારૂબંધીની વિશિષ્ટ વ્યવસ્થા હવે બંધારણ અધિકાર અને સંવિધાને આપેલા અધિકારોની એરણ પર ચકાસવામાં આવી રહી છે. દારૂ પીવો એ ગુનો ગણાય છે પરંતુ દારૂ પીવાને બંધારણીય અધિકાર તરીકે જોવાવાળા પણ ઓછા નથી. ગુજરાત હાઈકોર્ટમાં દારૂના વેંચાણ અંગે મામલો પહોંચ્યો છે.
હાઈકોર્ટમાં પહોંચેલા આ મામલામાં હાઈકોર્ટે રાજ્યમાં દારૂના ઉત્પાદન, વેંચાણ અને વપરાશ પર પ્રતિબંધને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન ગુજરાત પ્રોહિબીશન એક્ટ 1949ની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.
ગુજરાત હાઈકોર્ટમાં પહોંચેલા આ મામલામાં દાખલ થયેલી પીટીશનમાં બંધારણીય અધિકાર અને સ્વાયતતા, ગુપ્તતાના અધિકારના ઉલ્લંઘનરૂપે દારૂબંધીને ગણવામાં આવી છે. દારૂબંધી ગોપનીયતાનો અધિકારનું ઉલ્લઘન કરતું હોવાનું જણાવાયું છે. મુખ્ય ન્યાયમુર્તિ વિક્રમનાથ અને ન્યાયમૂર્તિ બીરેન વૈશ્ર્નવની બેંચમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન ગઈકાલે એટર્ની જનરલ કમલ ત્રિવેદીએ દારૂબંધી સામે ઉઠાવવામાં આવી રહેલા પડકારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે કેસ દાખલ ન કરી શકે. બોમ્બે એફ.એન.બલસારા કેસમાં દારૂબંધીના આ મામલે બંધારણીય અધિકારના મુદ્દે તેને પડકારવામાં આવી છે.
અમે દારૂબંધીના 71માં વર્ષમાં પ્રવેશી ચૂક્યા છીએ અને 25મી મે 1951ના દિવસે આ મુદ્દો બંધારણીય ધોરણે સ્વીકારવામાં આવ્યો હતો. દારૂબંધી સાથે કોઈપણ જાતની બાંધછોડ ન કરી શકાય, જો કે બંધ બારણે દારૂ પી શકાય કે નહીં તેનો મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો છે. સુપ્રીમ કોટમાં અગાઉ 2017માં પણ મુળભૂત અધિકાર અને ગુપ્તતાના મુદ્દે દારૂબંધીને પડકાર આપવામાં આવ્યો છે. સાયરાબાનુ નવરોજ સિંઘ જોહર અને જોશેફ સાઈનના મામલામાં ઘરમાં દારૂ પિવાની વાત બંધારણીય ધોરણે ચકાસવામાં આવી હતી.
દારૂબંધીને ખાનગી પ્રાઈવસીના અધિકારના મુદ્દે પણ ચકાસવામાં આવી છે. કોઈપણ પોતાના ઘરમાં ચાર દિવાલો વચ્ચે દારૂ પી શકે કે કેમ બંધારણમાં રાઈટ ટુ પ્રાયવસીનો અધિકાર આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે ભારે સમીક્ષા બંધારણીય ચર્ચા થઈ રહી છે. ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવી કે કેમ તે મુદ્દો હાઈકોર્ટમાં ચર્ચાઈ રહ્યો છે ત્યારે માત્રને માત્ર રાઈટ ટુ પ્રાઈવસી અને ચાર દિવાલ વચ્ચે દારૂ પીવો એ બંધારણીય અધિકાર હોવાની વાત ચર્ચામાં ચાલી રહી છે.
ગુજરાતમાં દારૂબંધીને લઈને છેલ્લા કેટલાંક સમયથી ભારે ચર્ચાઓ ચાલી રહી છે. દેશમાં ગુજરાત સહિતના કેટલાંક આંગળીના વેઢે ગણાય તેવા રાજ્યોમાં દારૂબંધીનો અમલ છે. દારૂબંધીને રાઈટ ટુ પ્રાઈવસી અને સંવિધાને આપેલા અધિકારથી વિરુધ્ધ ગણાવીને દારૂબંધીને કાયદાનો પડકાર આપ્યો છે ત્યારે હવે સવાલ એ થાય છે કે, ચાર દિવાલ વચ્ચે દારૂ પીવો એ બંધારણીય અધિકાર ગણવો કે કેમ? જો રાઈટ ટુ પ્રાઈવસીની બંધારણની જોગવાઈને સન્માન આપવામાં આવે તો ઘર બેઠા ખાનગીમાં દારૂ પીવો કાયદેસર ગણવો ? ગુજરાતની દારૂબંધીને પડકારવામાં આવી છે ત્યારે રાજ્યમાં દારૂનું ઉત્પાદન, વેંચાણ અને વપરાશને પડકારતી અરજીમાં 1949થી સમીક્ષા કરવામાં આવી હતી. ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને બિરેન વૈશ્ર્નવની સંયુક્ત ખંડપીઠમાં આજે સુનાવણી ચાલુ રહેશે.
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ તેમના વાંધા રજૂ કર્યા હતા. મુંબઈ રાજ્ય વખતના કાયદાને સુપ્રીમમાં પડકારવામાં આવ્યા હતા. અરજદારે આ કાયદાને પડકાર આપવા માટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાનો હવાલો આપ્યો હતો. રાઈટ ટુ પ્રાઈવસીમાં એકલા છોડી દેવાનો અધિકાર અને ઘરની ચાર દિવાલોમાં દારૂ પી શકાય તેવી દલીલ સામે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.