એનપીએમાં ઘટાડો, તરલતા જેવા મુદ્દાઓને લઈ સરકાર ૨૦૧૯ની લોકસભાની ચુંટણીપહેલા નવા ગર્વનર પાસે કામ કરાવી શકશે?
ભારત સરકાર અને આરબીઆઈ વચ્ચેઘણા સમયથી ખેંચતાણ ચાલતી હતી. ત્યારે આરબીઆઈના ગવર્નર ઉર્જીત પટેલે રાજીનામુ આપ્યાબાદ અનેક પ્રશ્ર્નો ઉદ્ભવીત થયા હતા. ત્યારે આરબીઆઈના નવા ગવર્નર તરીકે વીત આયોગનાસદસ્ય શક્તિકાંત દાસ આરબીઆઈના ૨૫માં ગવર્નર બન્યા છે. તેઓએ ગવર્નર તરીકે ૩ વર્ષસુધી સેવા આપશે. શક્તિકાંત દાસની વાત કરવામાં આવે તો તેઓ આર્થિક સચિવ તરીકે પદસંભાળ્યું હતું અને અનેકવિધ સેવાઓ આપી હતી. નોટબંધીમાં લેવાયેલા નિર્ણયમાં શક્તિકાંત દાસની મુખ્ય ભૂમિકા રહી હતી. ત્યારે નવા ગવર્નર કઈ રીતે અર્થતંત્રને વેગઆપશે તે જોવાનું રહ્યું.
ઉર્જીત પટેલના કાર્યકાળદરમિયાન અનેક મુદ્દાઓને લઈ સરકાર સાથે ટકરાવ થતો જોવા મળ્યો હતો. વાત ત્યારે પણસામે આવતી હતી કે, આ ઠીકરુ કોના પર તોડવામાં આવશે. કારણ કે, સરકારે સેકશન ૭ અન્વયે આરબીઆઈ માટે અનેકવિધ સમસ્યાઓનેનિવારવા મંત્રણા કરવા માટે પહેલ કરી હતી. કારણ કે, જયારે વિકાસની વાતકરવામાં આવે તો તરલતા મુખ્ય મુદ્દો રહેતો હોય છે. તે સમયે ઉર્જીત પટેલે આરબીઆઈપાસે રહેલા રીઝવનો ઉપયોગ અનિશ્ચિતત અને જરૂર પડે તે સમયે ઉપયોગ લેવાની વાત કરી હતી. પરંતુ માર્કેટમાં તરલતા કઈ રીતે લાવી તે માટે સરકારના જે પ્રયત્નો હાથ ધરવામાં આવતા હતા તેમાં આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જીત પટેલ સહેજ પણ સાથ ન આપતાહોય અને આડકતરી રીતે સરકારને ના પાડતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યુંહતું.
જો બજારમાં તરલતા હોય તો વિકાસની રાહ માટેના નવા દરવાજાઓ ખુલે ત્યારે શક્તિકાંત દાસ કે જેઓ આરબીઆઈના નવાગવર્નર તરીકે નિયુકત થયા છે તેમના માટે તે મુખ્ય પ્રશ્ન બની રહેશે કે, બજારમાં તરલતા કઈ રીતે લાવવી અને વિકાસના દ્વાર કઈ રીતેખોલવા. આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વિકાસનો મુદ્દો અહમ બની રહેશે ત્યારે બજારમાંજો તરલતા નહીં હોય તો ભાજપ પક્ષ માટે આવનારી લોકસભાની ચૂંટણી ખૂબજ કઠીન બની રહે તો નવાઈ નહીં.
પાંચ રાજયોની વિધાનસભાનીચૂંટણીમાં ભાજપને જે પરાજય મળી છે તેનું એકમાત્ર કારણ એ છે કે કોંગ્રેસ પક્ષે પાંચરાજયોમાં વિકાસના મુદ્દાને લઈ આગળ વધ્યું હતું જે પરિણામ સ્વરૂપે કોંગ્રેસ પક્ષનેવિજય પ્રાપ્ત થયો હતો. એવી જ રીતે શક્તિકાંત દાસ કઈ રીતે અર્થતંત્રમાં પ્રાણ પુરશેતે પણ મુખ્ય મુદ્દો બની રહ્યો છે. નબળી બેંકોને સ્થીર કરવા, એનપીએમાં ઘટાડો કરવા તથા બજારમાં તરલતા લાવવા માટે સરકાર પૂર્ણ રૂપથી પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે આ તમામ મુદ્દાઓને લઈ શક્તિકાંત દાસ કઈરીતે અર્થતંત્રને વેગ આપશે તે પણ જોવાનું રહ્યું.
કોઈપણ વિકસીત અથવા તો વિકાસશીલઅર્થતંત્ર માટે ફૂગાવો હોવો જરૂરી છે ત્યારે ભારતમાં પણ ફૂગાવામાં થોડો વધારો થશે.હાલ ફૂગાવાનો દર ૩.૫ ટકાનો છે જે મહદઅંશે વધી શકે છે.
શક્તિકાંત દાસ કે જેઓ આરબીઆઈના નવા ગવર્નર બન્યા છે ત્યારે તેમના પર એમએસએમઈ ક્ષેત્રો તથા ઈન્ડસ્ટ્રીમાં ક્રેડીટ વધારવા માટેનો મુદ્દો પણ અહમ બન્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, લોકસભાની ચૂંટણીને માત્ર હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે નવા ગવર્નર આ મુદ્દાઓને કઈ રીતે આગળ વધારશે અને લોકસભામાં ભાજપની જીત કઈ રીતે થાય તે માટે પ્રયત્નો પણ હાથ ધરશે કેમ કે, આ તમામ મુદ્દાઓ પર જો ભાજપ ધ્યાન કેન્દ્રીત કરશે તો તેમને લોકસભાની ચૂંટણીમાં ખૂબજ વધુ ફાયદો થશે.