હાઇડ્રેટેડ રહેવા ઓછામાં ઓછુ 8 થી 10 ગ્લાસ પાણી પીવું હિતાવહ

ગરમીના વાતાવરણમાં ઠંડુ પાણી પીવાથી તરત રાહત મળી જાય છે. વિશેષજ્ઞોનું માનીએ તો હાઇડ્રેટેડ રહેવા માટે ઓછામાં ઓછુ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઇએ. ગરમીના વાતાવરણમાં તરસ વધારે લાગે છે. ગરમીમાં આપણને જ્યારે તરત લાગે ત્યારે ખાસ કરીને ઠંડુ પાણી પીવાનું મન વઘારે થાય છે. આ સાથે જ મોટાભાગના લોકો ઠંડુ પાણી પીતા હોય છે. પણ શું તમે જાણો છો ઠંડુ પાણી પીવાથી શું નુકસાન થાય છે.

આર્યુવેદ અનુસાર ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે અનેક રીતે હાનિકારક સાબિત થાય છે. ખાસ કરીને ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી બચવુ જોઇએ. આમ, જ્યારે તમે તડકામાંથી બહાર નિકળ્યા પછી, એક્સેસાઇઝ કર્યા પછી તેમજ જમવાનું જમ્યા પછી ઠંડુ પાણી પીવાથી શરીર પર ખરાબ અસર પડે છે. ઘણાં લોકોને ઠંડુ પાણી વધારે પ્રમાણમાં પીવાની આદત હોય છે. તમને પણ આવી આદત છે તો તમારે તરત જ ચેતવુ જોઇએ.

એક વાત જાણીને નવાઇ લાગશે કે ઠંડુ પાણી પીવાથી રક્ત વાહિકાઓ સંકોચાઇ જાય છે, જેના કારણે પાચન તંત્ર સંબંધીત સમસ્યાઓ વધી જાય છે. ઠંડુ પાણી પીવાથી પાચન ક્રિયા પર ખરાબ અસર પડે છે. આ માટે ઠંડુ પાણી પીવાથી અનેક લોકોએ બચવુ જોઇએ.ઠંડુ પાણી પીવાથી તરસ પણ વધારે લાગે છે. ઠંડુ પાણી ગળામાં ખારાશનું કારણ બને છે. તમે જ્યારે ફ્રિજનું ઠંડુ પાણી પીઓ છો ત્યારે અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે, જેના કારણે ગળામાં ખારાશ, શરદી અને સોજા જેવી સમસ્યાઓ થઇ શકે છે.

આ માટે હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે ઠંડુ પાણી બને તો પીવાનું ટાળો. ઠંડુ પાણી પીવાથી હાર્ટને લગતી ક્રિયાઓ ધીમી થઇ શકે છે. એક સ્ટડી અનુસાર ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી તમારા પેટ પર ખરાબ અસર પડે છે. ઠંડા પાણીની અસર વેગસ નર્વસ પર પડે છે જેના કારણે હાર્ટની ગતિ ઓછી થઇ જાય છે.બીજી તરફ ફ્રીજ નું ઠંડુ પાણી પીવાથી જે રક્ત વાહિની એટલે કે જે ધમણીઓ હોય તે સંકોચાઈ જતી હોય છે અને રક્તનો પ્રવાહ ને રોકી દે છે પરિણામે હૃદય રોગનો હુમલો શરીર ટુટુ એટલું જ નહીં છાતીમાં દુખાવો સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.