ઘરને ગમે તેટલું સાફ રાખો બિમારી ફેલાવનારા વંદા આવી જ જતા હોય છે, જેને દુર ભગાવવા જાત-જાતની દવાઓ અને સ્પ્રે બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ તો તે પણ અસરકારક નિવડતા નથી પરંતુ વધુ ચિંતા કરવાની જરુર નથી માત્ર રસોઇ ઘરની આ વસ્તુઓના ઉપયોગથી મેળવી શકો છો. વંદાથી કાયમી છૂટકારો…
– લવીંગ :
કડક સુગંધ હોવાને કારણે તેનાથી તમે વંદા ભગાવી શકો છો. કિચનના ડ્રોઅર તેમજ સ્ટોર રુમમાં થોડા લવીંગ રાખી દેવાથી વંદા ભાગી જશે.
– ફુદિનો :
તાજા ફુદિનાના પાંડને એક પોલિબેગમાં ભરો હવે તેને એવી જગ્યા પર મુકો જ્યાં વંદા વધુ હોય, થોડા-થોડા દિવસે આ પાંદને બદલાવતા રહો અને જુઓ ચમત્કાર…..
– બેકિંગ પાઉડર અને ખાંડ :
એક બાઉલમાં સરખા પ્રમાણમાં બેકિંગ પાઉડર અને ખાંડ મિક્સ કરો, આ બાઉલને વંદાના રહેવાની જગ્યાએ રાખો ૧૦-૧૫ દિવસો બાદ આ મિશ્રણને બદલતા રહેવું.
– ઇંડા :
જો તમે ઇંડા ખાતા હોય તો તેના વધેલા સફેદ ભાગને ફેકશો નહી, તેને કિચન, શૈલ્ફ અથવા ગમે ત્યાં રાખી શકો છો, તેમાંથી વંદા દુર ભાગશે….
– કેરોસીન :
કેરોસીનના ઉપયોગથી પણ વંદા દુર ભાગે છે. પરંતુ તેની ગંધ વધુ સ્ટ્રોગં હોય છે માટે ધ્યાનથી તેનો ઉપયોગ કરોવો.
– કાકડી :
કાકડીના ઉપયોગથી પણ વંદા દુર ભાગે છે, જો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઇએ કે કાકડીની ગંધથી વંદા દુર થાય છે.