લોકો પોતાના ચહેરાને ચમકદાર અને સુંદર બનાવવા માટે ઘણી કોશિશ કરે છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકોના મનમાં આ સવાલ આવે છે કે શું લવિંગનો ઉપયોગ ચહેરા પર કરવો યોગ્ય છે કે નહીં? જો તમે પણ આ વાતને લઈને હંમેશા પરેશાન રહેતા હોવ તો આ ટિપ્સને અપનાવો થશે અનેક ફાયદાઓ.
લવિંગનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને કેવી રીતે ચમકદાર બનાવી શકો છો. જોકે લવિંગ તેમના તીખા સ્વાદ માટે ખૂબ જાણીતું છે. તેનો ઉપયોગ મોટાભાગે રસોડામાં રસોઈ બનાવવા માટે થાય છે. પણ હવે તમે તેનો ઉપયોગ તમારા ચહેરાને ચમકદાર અને મુલાયમ બનાવવા માટે પણ કરી શકો છો. લવિંગમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિસેપ્ટિક અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે.
લવિંગ તેલનો ઉપયોગ
તમારા ચહેરાને ચમકદાર બનાવવા માટે તમે બજારમાંથી લવિંગનું તેલ ખરીદી શકો છો. ત્યારપછી તેને કેરીઅર તેલ અથવા નારિયેળ તેલ અને બદામના તેલમાં મિક્સ કરો અને તેને ચહેરા પર લગાવવાનું રાખો. પછી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. તેનાથી તમારો ચહેરો મુલાયમ બને છે. સાથોસાથ ચહેરા પરથી ડાઘ-ધબ્બા પણ દૂર થાય છે.
લવિંગ પાણીનો ઉપયોગ
તમે ચહેરા પર લવિંગના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. પહેલા થોડા લવિંગ લઈને પાણીમાં નાખીને ઉકાળી લો. ત્યારપછી પાણી ઉકળી જાય એટલે ગેસ બંધ કરીને પાણીને ઠંડુ થવા દો. પાણી ઠંડું થયા પછી તેને સ્પ્રે બોટલમાં ભરી લો અને ચહેરા પર લગાવો. તેનાથી તમારા ચહેરા પર ચમક આવે છે.
લવિંગ ફેસ પેક
લવિંગનો ફેસ પેક બનાવવા માટે લવિંગને પીસીને પાવડર તૈયાર કરો. તેમાં દહીં અને મધ મિક્સ કરીને સારી રીતે પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તમારા ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી લગાવો. ત્યારપછી પાણીથી ચહેરાને ધોઈ લો. આમ કરવાથી પિમ્પલ્સની સમસ્યામાથી રાહત મળે છે. સાથોસાથ ત્વચા સ્વચ્છ અને સુંદર દેખાય છે.
લવિંગના ફાયદા
લવિંગમાં હાજર યુજેનોલ કુદરતી એન્ટિસેપ્ટિક છે. જે ત્વચાના ચેપ સામે લડવામાં મદદ કરે છે. એટલું જ નહીં લવિંગની મદદથી તમે ડેડ સ્કિનને દૂર કરી શકો છો અને કરચલીઓ ઓછી કરી શકો છો. લવિંગ ત્વચાને ટાઈટ બનાવવામાં ઘણી મદદ કરે છે. સાથોસાથ તમારા ચહેરાને ચમકદાર બનાવે છે. અન્ય તેલ સાથે હંમેશા લવિંગનું તેલ લગાવો. કારણ કે તેને સીધું લગાવવાથી ત્વચાને નુકસાન થાય છે. કેટલાક લોકોને લવિંગના તેલની એલર્જી હોઈ શકે છે. તેથી આ તેલનો ઉપયોગ કરતાં પહેલા ડોક્ટર પાસેથી સારવાર લેવાનું રાખો.