અમૂલ બટર “ધ ટેસ્ટ ઓફ ઈન્ડીયા” કે જે પોતાની ગુણવત્તા અને સ્વાદ માટે ભારતભરમાં વિશ્વાસપાત્ર અને પ્રચલિત છે.જે સોશિયલ મીડિયા પર વિવાદમાં આવી છે . શ્રીનગરના એક વ્યક્તિ દ્વારા સોશ્યલ મીડીયા પર અમૂલનુ પેકેજીંગ ચાઇનામાં થઇ રહ્યુ છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક અજાણ્યો વ્યક્તિ અમૂલ બટરના બે પેકેટની સરખામણી કરતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમૂલ બટરનું એક પેકેટ અસલી છે અને બીજું પેકેટ નકલી બટરનું છે, તથા અમૂલ બટરની કોપી કરી બજારમાં નકલી બટર વેચાઈ રહ્યુ છે.
વાયરલ વિડિયો માં અમૂલ બટરના બે પેકેટ સાથે એક વ્યક્તિ નજરે પડી રહયો છે તેમાં તેના એક પેકેજીંગ લીલા રંગનો માર્ક કે જે શાકાહારી સૂચવે છે કે જે અમૂલનું અસલી બટર છે જ્યારે બીજા પેકેજીંગમાં આ લીલા રંગનું માર્ક નથી કે જેને ચાઇનિઝ પેકેજીંગ તરીકે વાયરલ વિડિયોમાં દર્શાવવામાં આવી રહ્યું છે.
અમૂલ કંપની દ્વારા આ વાયરલ વિડિયો સામે ત્વરીત જ પ્રત્યુ્તર આપ્યો હતો અને જણાવ્યું હતું કે બંને પેકેટ અમૂલ કંપનીના બટરના જ છેફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા મુજબ, તમામ નવા ડેરી ઉત્પાદનોમાં વેજનો લોગો હોવો ફરજિયાત છે. વાયરલ વીડિયોમાં જે બે પેકેટની સરખામણી કરવામાં આવી રહી છે તેમાંથી એક જૂનું પેક છે અને બીજું નવું પેક છે, જે નવા ગાઈડલાઈન્સ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું છે.
અમૂલ ડેરી દ્વારા ખોટા સમાચાર ફેલાવનાર વ્યક્તિને કાનૂની નોટિસ આપવામાં આવી છે તેમજ આ નોટીસ સોશિયલ મીડિયા જાહેર કરવા કરવામાં આવી છે જેથી બીજા લોકોને બોધ પાઠ મળે કે આવી ખોટી માહિતી ફેલવવાનું પરિણામ શું હોઈ શકે છે. ઘણા બધા લોકોએ આ પોસ્ટ પર કમેન્ટ કરી સત્ય ઉજાગર કરવા માટે કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે એક વ્યક્તિ એ કમેન્ટ કરી એવું પણ કહ્યું હતું કે પેહલા કરતા અમુલ માખણના સ્વાદમાં બદલાવ આવ્યો છે જેને કારણે આ ઘટના સાચી હોય એમ જલ્દીથી લોકોને વિશ્વાસ આવી જાય.