શું કરવું? વેક્સિનેશન પછી બુસ્ટર માટે લોકો મુંજાયા
ઓમિક્રોનને નાથવામાં વેક્સિનેશન નબળુ પડતા વૈજ્ઞાનિકો મુંજાયા
અબતક, નવીદિલ્હી
કોરોનાના વધતા જતા કહેરની સામે કોરોના પોતાનું રૂપ પણ બદલી રહ્યું છે. કોરોના ની બીજી લહેર એટલે કે ડેલ્ટા વેરિએન્ટ ત્યારબાદ હવે ઓમીક્રોન આવતા લોકોમાં સતત ડર વ્યાપી ઉઠ્યો છે. આ તકે વૈજ્ઞાનિકો પણ મૂંઝાયા છે કે શું વેક્સિનેશન પછી બુસ્ટર ડોઝ કેટલા અંતે અસરકારક સાબિત થશે અને આ નવા વેરિએન્ટ માટે બુસ્ટર ડોઝ જ એક માત્ર ઉપાય છે ખરો? કોરોના ને નાથવા માટે વૈજ્ઞાનિકો દ્વારા જે રસી બનાવવામાં આવી હતી તે પણ હાલ આ ત્રીજા વેરિએન્ટમાં નબળી પૂરવાર થઈ રહી છે જે ખરા અર્થમાં વૈજ્ઞાનિકો માટે પણ એક ચિંતાનો વિષય બન્યો છે.
બીજી તરફ વૈજ્ઞાનિકોનું માનવું છે કે બુસ્ટર ડોઝ મેળવવાથી લોકોના એન્ટીબોડી માં વધારો થાય છે જે કોરોના ના નવા વેરિએન્ટ સામે લડવા માટે ખૂબ જ અસરકારક સાબિત થશે. વૈજ્ઞાનિકોનું એવું પણ માનવું છે કે ઓમીક્રોન સામે કોઈ કોવિશિલ્ડ વેક્સિન ખૂબ જ અસરકર્તા સાબિત થાશે.જેથી તેનો બુસ્ટરડોઝ પણ એટલો જ અસરકારક જોવા મળશે. વાયરલોજીસ્ટ શાહિદ જમીલના જણાવ્યા મુજબ જે લોકો એ રસ્તે ના બે ડોઝ લીધા હશે અને ત્યારબાદ જો તે બુસ્ટર ડોઝ મેળવશે તો તેના એન્ટીબોડી ખુબ વધુ પ્રમાણમાં જોવા મળશે અને પરિણામે તે ઓમિક્રોન સામે ખૂબ લડાયક સાબિત થશે.
કોરોનાનું જે નવું વેરિયન્ટ જોવા મળ્યું છે તેમાં એ વાત સતત સામે આવે છે કે, ઓમિક્રોન અન્ય વેરીયન્ટની સરખામણીમાં ઝડપભેર ફેલાય છે અને જે લોકોએ રફી લીધેલી છે તેની પણ અસર સંપૂર્ણ રીતે ઘટાડી દયે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિયન્ટમાં ઝડપી મ્યુટેશન જોવા મળે છે. ત્યારે આ પૂર્વે પણ આ વેરિએન્ટ અંગે જે તારણો સામે આવ્યા છે તે સ્પષ્ટ કરે છે કે આ વેરિએન્ટમાં ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે અને ઝડપભેર અન્ય લોકોમાં તે ફેલાય છે.
ઓમીક્રોન વેરિયન્ટથી લોકોને નબળાઈ સાથોસાથ એસીમટોમેટિક કેસ પણ જોવા મળતો હોય છે. ત્યારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે શું રસી કેટલા અંશે જરૂરી છે અને તેની મહત્ત્વતા અને તેની અસરકારકતા કેટલી છે. સાથો સાથ ઓમીક્રોનને નાથવામાં વેકસીનેસન પણ નબળુ પડી રહ્યું છે જેને વધુ અસરકારક બનાવવા માટે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારના પગલાઓ લેવા અનિવાર્ય છે.