રાજયમાં આ યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં એક જ વર્ષમાં ૩૨ લાખ માનવ દિવસોનો અધધ.. ઘટાડો નોંધાતા ઉઠતા પ્રશ્નાર્થો

દેશના અનેક વિસ્તારોમાં સમયાંતરે દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો આવતી રહે છે. આવી કુદરતી આફત સમયે શ્રમિક વર્ગના લોકોને રોજગારીના ફાંફા પડી જતા હોય છે. જેથી દેશના દરેક શ્રમિકને વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારીની ખાત્રી આપતી મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના અમલમાં આવી હતી. જેમાં રોજગાર મેળવવા ઈચ્છુક શ્રમિકોએ ગ્રામપંચાયત કે તાલુકા પંચાયત કચેરીએ અરજી કરીને કામ માંગવાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ દરેક સરકારી યોજનાની જેમ આ યોજનામાં પણ ખોટા શ્રમિકોને દેખાડીને સરકારી ચોપડી તેમને મજુરીની રકમ ચૂકવ્યાનું દર્શાવીને આર્થિક ઉચાપત કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેથી સરકારે ડીજીટાઈલેશનનો ફાયદો ઉઠાવીને આ યોજનામાં દરેક શ્રમિકને ચૂકવાતી રકમ સીધી તેમના બેંક એકાઉન્ટન્ટમાં જમા કરવાનો પ્રારંભ કર્યો હતો. જેના કારણે મનરેગા યોજનામાં થતી ગેરરીતિ અંકુશમાં આવી છે.ગુજરાત રાજયમા એક વર્ષમાં આ યોજના હેઠળ ૩૨ લાખ માનવદિવસો ઘટી ગયાનું બહાર આવવા પામ્યું છે.ગુજરાત વિધાનસભામાં પ્રશ્ર્નોતરી કાળ દરમ્યાન ઉઠેલા એક પ્રશ્ર્નના જવાબમાં સરકારે રજૂ થયેલા આંકડાઓ મુજબ વર્ષ ૨૦૧૮માં રાજયમાં મનરેગા યોજના હેઠળ ૪.૦૫ કરોડ માનવ દિવસોની રોજગારી ચૂકવવામાં આવી હતી જયારે ગત વર્ષ ૨૦૧૯માં આ યોજના હેઠળ ૩.૭૨ કરોડ માનવ દિવસોની રોજગારી ચૂકવાઈ છે. જેથી રાજયમાં એક જ વર્ષમાં આ યોજના હેઠળ ૩૨ લાખ માનવ દિવસોનું કામ ઘટયાનું ખૂલવા પામ્યું છે. જે પાછળનું એક કારણ આ યોજનામાં હવે શ્રમિકોને ચૂકવાતી જમા થાય તે ગણી શકાય બોગસ શ્રમિકોનાં બેંક એકાઉન્ટ ખોલવામાં મુશ્કેલી પડતી હોય કે ખૂલતા ન હોય કૌભાંડી તત્વો તેમાં ગેરરીતિ આચરી શકતા ન હોવાનું આધારભૂત સુત્રોએ દાવો કર્યો છે.

4 banna for site

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે આ મુદે એવો આક્ષેપ કર્યો હતો કે આ યોજનાના શ્રમિક લાભાર્થીઓને વળતરની છેલ્લા ત્રણ માસથી ચૂકવણી કરવામાં આવી નથી. જેના જવાબમાં કૃષિમંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતુ કે રાજયભરનાં તમામ શ્રમિકોને આ યોજના હેઠળ વળતર ચૂકવાઈ ગયું છે. જોકે ગ્રામીણ વિકાસ રાજય મંત્રી બચુભાઈ ખાવડે કબુલ્યું હતુ કે આ યોજના અંતર્ગતની કેન્દ્રીય ગ્રાન્ટ મોડેથી આવી હતી. આ મુદે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું હતુકે કેન્દ્રીય ગ્રાન્ટ મોડી આવવા છતા આ યોજનાનાં શ્રમિકોને તુરંત વળતર મળી રહે તે માટે રાજય સરકાર પોતાની તિજોરીમાંથી ચૂકવી આપે છે. કેન્દ્રમાંથી ગ્રાન્ટ આવ્યા બાદ તે હિસાબ સરભર કરવામાં આવે છે. પટેલે એવો પણ દાવો કર્યો હ તો કે હવે આ યોજનાના લાભાર્થીઓનું વળતર તેમના બેંક ખાતામાંસીધુ જતુ હોય ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં થતી ગેરરીતિ બંધ થઈ જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.