તૃણા બંદરેથી થતી જીવતા પશુઓની નિકાસમાં વેટરનીટી ડોકટરો કૌભાંડનો ભાગરૂપ હોય તેમ એક જ દિવસમાં હજારો પશુઓને ચેક કર્યા વગર ટ્રાન્સપોર્ટ માટે ફીટ હોવાના સર્ટીફીકેટો આપ્યા હોવાનો અખિલ ભારત કૃષિ ગૌ સેવા સંઘનો આક્ષેપ

કચ્છના તૃણાબંદરેથી અખાત સહિતના વિદેશોમાં થતી જીવતા ઘેરા-બકરાની નિકાસ પર તાજેતરમાં રાજયની રૂપાણી સરકારે પ્રતિબંધ મૂકયો હતો. જે સામે નિકાસકાર કંપની પ્રીક્ષા ઓવરસીઝે પ્રા.લી.એ ગુજરાત હાઈકોર્ટમાં સરકારના આ પ્રતિબંધને પડકાર્યો હતો. જેની સુનાવણીમાં હાઈકોર્ટ રાજય સરકારના આ જાહેરનામાને રદ કરવાનો હુકમ કર્યો હતો. જસ્ટીસ હર્ષા દેવાણી અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની બેંચે આ હુકમ કરતા રાજયનાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

કાયદાની દેવીની આંખ પર કાળી પટ્ટી હોય છે. અને તે કાયદાની જોગવાઈની મર્યાદામાં તથ્યોને ધ્યાનમાં રાખીને હુકમો કરતા હોય છે. પરંતુ સંવેદનાથ માનવજીવન જળવાઈ રહ્યું હોય કયારેક આવા જીવદયાના કેસોમાં ન્યાયતંત્રએ નાગરીકોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને હુકમો કરવા જોઈએ તેવી લાગણી જીવદયા પ્રેમીઓમાં ઉઠવા પામી છે.

આ કેસની વિગત એવી છે કે કચ્છના તૃણાબંદરેથી જીવતા ઘેટા બકરા સહિતના પશુઓની વર્ષોથી અખાત અને વિદેશોમાં નિકાસ થતી હતી જે અંગે રાજયના જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. જેથી તાજેતરમાં બકરી ઈદ પર રાજયની રૂપાણી સરકારે જીવદયા પ્રેમીઓની લાગણીને વાચા આપીને આ નિકાસ પર પ્રતિબંધ મૂકયો હતો. જે માટે રાજય સરકારે જાહેરનામું પ્રસિધ્ધ કરીને આ નિકાસ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ પ્રતિબંધ સામે નિકાસકાર કંપની પ્રીશાઓવરસીઝ પ્રા.લી.એ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

આ કેસમાં પક્ષકાર બનવા કચ્છ જિલ્લા પાંજરાપોળ અને ગૌશાળા મંડળે હાઈકોર્ટમાં રીટ કરી હતી. પરંતુ હાઈકોર્ટે આ બાબત રાજય સરકાર અને નિકાસકારને લગતી હોય મંડળને કાંઈ લાગતુ વળગતુ નથી તે મુદા પર આ અરજીને કાઢી નાખી હતી. જેથી જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. અને આ કેસ જીવદયાને લગતો હોય આ મંડળની રજૂઆતને સાંભળવી જોઈએ તેવી લાગણી વ્યકત કરી હતી. દરમ્યાન હાઈકોર્ટની જસ્ટીસ બેંચે આ કેસની સુનાવણી યોજીને ગઈકાલે રાજય સરકારનાજીવતા પશુઆના નિકાસ પરના પ્રતિબંધને કેન્દ્રની નિકાસ પોલીસી વિરૂધ્ધ માનીને આ જાહેરનામાને રદ કર્યો હતો. જેથી તૃણાબંદરેથી નિકાસકારો ફરીથી જીવતા પશુઓની નિકાસ કરી શકશે.

જીવતા પશુઓન ગેરકાયદેસર નિકાસનું મુખ્ય કારણ વેટરનરી ડોકટરો હોવાનો આક્ષેપ અખીલ ભારતીય ક્રિશ્ર્ના ગૌ સેવા સંઘે કરીને જણાવ્યું છે કે અહિંસા પ્રેમીએનાં વિરોધથી તા.૩૦.૬.૧૮ના નાગપુર એરપોર્ટથી જીવતા પશુઓની નિકાસ બંધ કરવાનું શકય થયું પરંતુ ત્યારપછી ગોવામાં નિકાસ થઈ હતી અને નાસીકથી હજારો જીવતા પશુઓની નિકાસ ચાલુ છે. અને ઈન્દોરથીપણ મોટાપાયે આ નિકાસ થવાની છે. ગોવામાં માર્મુગોવા બંદરેથી ૨૪૦૦થી ૨૮૦૦ ઘેટાબ કરા ભરેલા ૬ વહાણ ગત મહિનામાં નીકળી ચૂકયા છે. નાસીકથી દર અઠવાડીયે ૧૫૦૦થી ૧૮૦૦ જેટલા ઘષરા બકરાઓ ઓઝારએરપોર્ટ પરથી જઈ રહ્યા છે. સરકારી ખાતાઓને આ અંગેના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓની પૂરી જાણકારી હોવા છતાં તેઓ કોઈક અકળ કારણોસર આ અંગે આંખમીચામણા કરી રહ્યા છે.

ગુજરાતનાં એનિમલ હસ્બન્ડરી ડિપાર્ટમેન્ટ દ્વારા નિયુકત તૃણાબંદરે નિયુકત વેટરનરી ડોકટર દ્વારા તો સઘળા કાયદાઓને ધોળીને પી જઈને એક દિવસમાં ૧૯૭૮૫ પશુઓને એકલે હાથે ચેક કર્યાના સર્ટીફીકેટો આપીને હદ કરી નાંખી છે. અવાર નવાર આ બધા જ અધિકારીઓને કાયદાઓનાં ભંગ થયાની જાણ કરી હોવા છતા તેઓએ આવા બોગસ સર્ટીફીકેટો આપીને પશુઓને મોતને ઘાટ ઉતારવામાં સરળતા કરી આપી છે.

આ વેટરનરી ડોકટર દ્વારા એક જ સિરીયલ નંબરના એકતી વધારે વાર સર્ટીફમકેટસ ઈશ્યુ કરવામાં આવ્યા છે. નવાઈની વાત તો એ છેકે ફીટ ફોર ટ્રાન્સપોર્ટેશનનાં અને હેલ્થ અંગેના સર્ટીફીકેટ આપ્યા પછી તેનું વેસેલ નકકી થતુ હોય છે. તેને બદલે આ સર્ટીફીકેટમાં વેસેલનું નામ અને રજીસ્ટ્રેશન નંબર મૂકવામાં આવ્યા છે.

સ્લોટર હાઉસીંસ રૂલ્સ ૨૦૦૧ની કલમ ૪ પેટા કલમ ૨ પ્રમાણે એક વેટરનરી ડોકટર એક કલાકમાં ૧૨ પશુ અને સમગ્ર દિવસમાં ૯૬ પશુથી વધારે જોઈ શકતા નથી તેમ છતા આ વેટરનરી ડોકટરે તા. ૩૧.૫.૧૮ના રોજ ૧૯૭૮૫ પશુઓને આઈસોલેશનમાં એટલે કે જુદા જુદા રાખીને તેઓને કોઈ ચેપીરોગ છે કે નહી તેનું પણ મે ચેકીંગ કર્યું છે. તેમણે સર્ટીફીકેટ આપ્યું છે.

આ એક ડોકટર ૧૮ કલાક પણ કામ કરે તો એક પશુને ૩ સેક્ધડથી વધારે સમય આપી ન શકે આ ત્રણ કાયદા પ્રમાણે તેમણે આ પશુને એપીઝુટીક, એફએમડી, ચેપી અને ઝુનોસીસ રોગો છે કે નહીં તે જોવું પડે છે. દરેક પશુને વેકસીનેશન આપવું પડે છે અને તુણા બંદરેથી શારજાહ જવા માટે ૧૧૦૦ નોટિકલ માઈલની ૫.૫ દિવસની દરિયાઈ મુસાફરી માટે આ પશુ ફીટ છે કે નહીં તે પણ ચેક કરવુ પડે છે. આ બતાવે છે કે ડોકટરે આમાની કોઈપણ વસ્તુ ચેક કર્યા વગર બોગસ સર્ટીફીકેટસ ઈશ્યુ કર્યા છે. તા.૩૦/૫/૨૦૧૮ના રોજ પણ આ વેટરનીટી ડોકટરે આવા ૧૩ હજારથી વધુ પશુઓ માટે એક જ દિવસમાં સર્ટીફીકેટ ઈશ્યુ કર્યા છે. હાલ ભારતમાં મુંબઈ, દિલ્હી, કલકતા અને ચેન્નાઈ ખાતે ચાર કવોરન્ટાઈન સેન્ટર છે અને ચારેય ભેગા થઈને એક દિવસમાં ૭૨૦થી વધારે પશુને જોઈ શકે તેટલી ઓપ્ટીમમ કેપેસીટી છે. હવે તુણા બંદરે આવી કોઈ ફેસેલિટી નહીં હોવા છતાં તેમણે આ હજારો પશુઓને કેવી રીતે ચેક કર્યા તેવો પ્રશ્ર્નાર્થ ઉભો થાય છે.

કસ્ટમ ડિપાર્ટમેન્ટ એકસપોર્ટર્સ અને આ વેટરનરી ડોકટરનું સત્ય શું છે તે સરકારે તપાસવું જોઈએ કેમ કે આવા સર્ટીફીકેટોમાં સિરિયલ નંબર હાથેથી લખાય છે, વેટરનરી ડોકટરના લાઈસન્સ નંબર નથી લખાતા, એકયુસીએસ સર્ટીફીકેટ નથી હોતું, આ પશુ નર છે કે માદા અને તેનું પ્લેસ ઓફ ઓરિજીન અને તેનો પ્રસ્તાવિત ઉપયોગ તેમજ એચએસ કોડ પણ મેન્શન નથી કર્યું. દરેક પશુને માઈક્રોચીપ લગાવવી એકસપોર્ટ પ્રોસીજરમાં ફરજીયાત હોવા છતાં આમાનું કશું જ પાલન કર્યા વગર પોતાના બધા જ પ્રોફેશનલ એથિકસને અવગણીને તૃણાના વેટરનીટી ડોકટરો દ્વારા ભયંકર ગેરરીતીઓ આચરવામાં આવી છે.

આયાત કરનારા દેશો તરફથી ડબલ્યુટીઓ અને ઈન્ટરનેશનલ કોર્ટમાં લિટિગેશન્સ થવાથી ભારતની આબરૂના કાંકરાઓ થતા હોવા છતાં આ ગેરરીતીઓ આચરવામાં આવી રહી છે. ગલ્ફ ક્ધટ્રીઝના નવ કાયદાઓ એટલા બધા કડક છે કે તેઓને આ ગેરરીતીની જાણકારી થાય તો તેઓ એકપણ પશુને પોતાના દેશમાં આવવા ન દે આ બધુ જાણતા હોવા છતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ ઈન્ટરનેશનલ ટ્રીટ્રીસ, એડવાઈઝરીસ, ઈન્સ્ટ્રકશન્સ બધી જ વસ્તુઓનો છેડેચોક ભંગ કર્યો છે. ગુજરાત સરકાર આ બાબત ગંભીરતાથી ઉપાડીને આવા સરકારી અધિકારીઓને અને તેમના ઉપરીઓ સામે ખાતાકીય કાર્યવાહીઓ કરે તેવી અહિંસાપ્રેમીઓની માંગ છે તેમ આ સંઘની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.