સત્તાધારી પક્ષ ભાજપની વેબસાઈટ મંગળવારે સવારે હેક થઈ ગઈ એવા મેસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે ભાજપની વેબસાઈટ bjp.orgને જ્યારે ખોલવાનો પ્રયાસ કરવામાં આવે છે તો તે હાલ પણ ડાઉન જ છે.
એવું પણ બની શકે છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની વેબસાઇટ અપગ્રેડ કરી રહયું હોય, જો કે ભાજપે આ વેબસાઈટ હેક કરવામાં આવી તે અંગે કોઈ જ નિવેદન આપ્યું નથી.
ભાજપની વેબસાઈટ દેશની સૌથી વ્યસ્ત વેબસાઈટમાંથી એક છે. ભાજપની આધિકારિક વેબસાઈટ પર પાર્ટીનો ઈતિહાસ, પાર્ટીના નેતાઓ, રાજ્ય સરકારો, પાર્ટીના કાર્યક્રમો અંગે જાણકારી આપવામાં આવી છે.
કોંગ્રેસ પાર્ટીના આઈટી સેલ પ્રમુખ દિવ્યા સ્પંદનાએ આ વિશે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે, ભાઈઓ અને બહેનો જો તમે અત્યારે બીજેપીની વેબસાઈટ નથી જોઈ તો તમે ખરેખર કંઈક મિસ કરી રહ્યા છો.