ઙકમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્નને ત્રણ મહિના થઈ ગયા છે. આ દિવસોમાં અનુષ્કા શર્મા છઈઇને સપોર્ટ કરવા માટે લગાતાર સ્ટેડિયમમાં હાજરી આપી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક ખબર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ખબર છે અનુષ્કાની પ્રેગ્નન્સિની. આ બાબતે કેટલાંક ચાહકોએ વિરાટને ટેગ કરીને ટ્વીટર પર પૂછ્યું છે કે શું ભાભી પ્રેગ્નન્ટ છે?

જણાવી દઈએ કે હાલમાં જ વિરાટ કોહલીએ એક ટ્વીટમાં લખ્યું હતું તેના જીવનમાં ઘણી બધી ખુશી આવવાની છે જેનો જલદી ખુલાસો થશે.બસ પછી શું? ત્યારથી જ ફેન્સ લગાતાર આ ટ્વીટને તેની પત્ની અનુષ્કાની પ્રેગ્નન્સિ સાથે જોડી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે ’હેલ્લો, વિરાટ હું તમારો મોટો ફેન છું, શું સિક્રેટ છે? અનુષ્કાજી પ્રેગ્નન્ટ છે શું?’

તો કેટલાંક ફેન્સે લખ્યું કે ’નાનો વિરાટ આવશે અથવા નાની અનુષ્કા.’ હાલમાં જ ૧ મેએ વિરાટે અનુષ્કાની બર્થ-ડે સેલિબ્રેટ કરી હતી પરંતુ અત્યાર સુધી આ વાતની પુષ્ટિ સત્તાવાર રીતે વિરાટે કે અનુષ્કાએ કરી નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.