ફેડ રેટમાં વધુ એક વધારો !!!
25 બેસિઝ પોઇન્ટનો વધારો થતાં ફેડરેટ 5.50 ટકાએ પહોંચ્યો : 16 વર્ષની ટોચે
અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકમાં ફરી એકવાર મોટો નિર્ણય લેવામાં આવતા વ્યાજદરોમાં વધારો કરાયો છે. જેની સાથે જ તે 16 વર્ષના ઓલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયા છે. અગાઉ 2001માં ફેડના વ્યાજદર આ લેવલની નજીક આવ્યા હતા અને 2001 બાદથી તે હવે આ ઓલટાઈમ હાઈના લેવલ પર છે.
અમેરિકી ફેડરલ રિઝર્વે દેશમાં વધતી મોંઘવારીનો સામનો કરવાનો નિર્ણય કર્યો છે. આર્થિક બાબતોના જાણકારો પહેલાથી એવું માની રહ્યા હતા કે આ વખતે ફેડરલ રિઝર્વ ફરી એકવાર વ્યાજદરોમાં વધારો કરશે અને એવું જ થયું. ફેડરલ રિઝર્વની આ 12મી બેઠક હતી જેમાંથી કુલ 11 બેઠકોમાં બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ્સમાં વધારો જ કરાયો છે. ગત વર્ષે માર્ચ 2022 પછીથી યોજાયેલી 12 બેઠકોમાંથી 11માં યુએસ ફેડએ વ્યાજદરોમાં વધારો કર્યો છે.
ફેડરલ રિઝર્વના પ્રમુખ ઝેરોમ પોવેલે બે દિવસની મીટિંગ સમાપ્ત થયા બાદ કહ્યું કે અમેરિકી ફેડરલ રિઝર્વ ત્યાં સુધી વ્યાજદરોમાં વધારો કરવાનું ચાલુ રાખશે જ્યાં સુધી અમેરિકામાં મોંઘવારીનો દર તેના પૂર્વ નિર્ધારિત 2 ટકાના લક્ષ્યની અંદર ન આવી જાય. ગત વર્ષે જ અમેરિકી ફેડએ વ્યાજદરોમાં વધારાનો સિલસિલો શરૂ કર્યો હતો અને અહીં મોનિટરી પોલિસીને કડક કરવા માટે આવા નિર્ણય લેવાઈ રહ્યા છે.
જૂન મહિનામાં યુએસ ફેડએ વ્યાજદર સ્થિર રાખ્યા હતા. જે બાદ અમેરિકાના આર્થિક આંકડા જે જોવા મળ્યા હતા તે થોડા સારા હતા. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફેડ કમિટી 25-26 જુલાઈના રોજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવા માટે મતદાન કરી શકે છે. આ પગલાથી ફેડ રિઝર્વ રેટ વધીને 5.25 ટકા અને 5.5 ટકાની વચ્ચે થશે, જે 2001 પછી સૌથી વધુ હશે.