જો ભારતમાં ઓલમ્પિક રમાય તો ઓપનિંગ સેરેમની માટે અમદાવાદનું સ્ટેડિયમ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે: નરીન્દર બત્રા
આગામી ૨૦૨૦ મા યોજના ઓલમ્પિક ભારતમાં રમાય એવી તૈયારીઓ કરવામાં આવી રહી છે એટલું જ નહીં એ પણ વાત સામે આવે છે કે જો ભારતને યજમાની કરવાનો મોકો મળશે તો ઓપનિંગ શેરમની અમદાવાદના સ્ટેડિયમમાં જ યોજાશે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના પ્રેસિડેન્ટ નરીન્દર બત્રાએ જણાવતા કહ્યું હતું કે ભારતમાં એકમાત્ર અમદાવાદનું સ્ટેડિયમ જ ઓપનિંગ સેરેમની માટે યોગ્યતા પૂરવાર કરી શક્યું છે ત્યારે ભારત દેશને આગામી 2036 માં ઓલિમ્પિકનું યજમાની પદ મળે તે માટેની તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.આ અંગેની વિગત ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના પ્રેસિડન્ટ દ્વારા સ્પોર્ટ્સ ઈવેન્ટ ખાતે આપવામાં આવી હતી.
કોઇ પણ દેશમાટે ઓલિમ્પિકનું યજમાની પદ મેળવવું ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે ત્યારે જો ભારતને ઓલમ્પિક નું યજમાન પદ મળશે તો તે દેશ માટે ગૌરવની વાત હશે અને આ પ્રથમ વખત જ હશે કે ભારત ઓલિમ્પિકનું યજમાનપદ કરતું હોઈ. આ કાર્યને શક્ય બનાવવા માટે અનેકવિધ પ્રયત્નો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આમાં જો દેશને સફળતા પ્રાપ્ત થશે તો વિશ્વમાં ભારતનો ડંકો વાગશે.
વિશેષમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના પ્રેસિડેન્ટ એ માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં મોઢેરા સિવાય એ પણ એવું ગ્રાઉન્ડ નથી કે જ્યાં ઓલમ્પિકની ઓપનિંગ સેરેમની ઝાકમઝોળ માં યોજાઈ શકે બીજી તરફ મોટેરા સ્ટેડિયમમાં એથ્લેટિક ની તમામ રમતો એક જ ગ્રાઉન્ડ પર યોજાઈ શકે છે તો સામે ભારતમાં ત્રણથી ચાર શહેરોમાં ઓલમ્પિકની અન્ય રમતો નું પણ આયોજન પૂર્ણતઃ શક્ય થઈ શકે છે ત્યારે આગામી 2036 માં ભારતને ઓલમ્પિક નું યજમાન પદ મળે તેવા ચિન્હો અત્યંત પ્રબળ જોવા મળી રહ્યા છે.
હાલ આ અંગેની તમામ ચર્ચાઓ ઇન્ટરનેશનલ ઓલમ્પિક કાઉન્સિલ સાથે થઈ રહી છે અને આગામી બેથી ત્રણ વર્ષમાં 2036 ઓલમ્પિક માટેનું સ્થાન પણ નક્કી કરવામાં આવશે. યજમાનની પદ મેળવવા માટે જે હરાજી થનારી હોય તે પ્રોસેસ કરવા માટે પણ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના પ્રેસિડન્ટ એ જણાવતાં કહ્યું હતું કે હાલ ડીટેલ રિપોર્ટ તૈયાર થઇ રહ્યો છે જેમાં દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે મોટેરા સ્ટેડિયમ ઓલમ્પિક માટે તૈયાર છે કે કેમ? ઓલમ્પિકની રમતો ગ્રાઉન્ડ ઉપર રમી શકશે કે કેમ? હાલ આ તમામ મુદ્દાઓ ઉપર તૈયારી હાથ ધરવામાં આવી રહી છે અને આશા પણ છે કે આગામી 2036 ઓલમ્પિક માટેની યજમાની ભારતને જ મળે.