અબતક, નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટને માહિતગાર પણ કરવામાં આવ્યું છે કે ખાણ ખનીજ ઉપર સરકાર દ્વારા જે 18 ટકા જીએસટી લગાડવામાં આવે છે તે અયોગ્ય છે કારણકે ખાણ ખનીજ સાથે સંકળાયેલા લોકો સરકારને રોયલ્ટી પેટે ટેક ચૂકવે છે તેમ છતાં પણ સરકાર દ્વારા જે રોયલ્ટી મળે છે તેના ઉપર 18 ટકાનો જીએસટી અમલી બનાવતા મોટો કર્યો છે પરિણામે સુપ્રીમ કોર્ટમાં 18 ટકા જીએસટી ઉપર તે મૂકવા માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે સરકારને નોટિસ પાઠવી, પીટીશન માં18 ટકા જીએસટી ઉપર સ્ટે મુકવા માંગ
સવિશેષ એ વાત પણ સાચી છે કે જો ખાણ ખનીજ ઉપર 18 ટકાનો જી.એસ.ટી દર લાગુ કરવામાં આવે તો રો મટીરીયલ કોસ્ટ પણ ખૂબ ઓછી આવશે અને અન્ય ક્ષેત્ર ને પણ તેની માઠી અસર નો સામનો કરવો પડશે ત્યારે સુપ્રીમ કોર્ટને આ અંગે માંગણી કરવામાં આવી છે કે હાલના તબક્કે જ્યાં સુધી યોગ્ય અને સચોટ નિર્ણય ન આવે તે સમય સુધી ખાણ ખનીજ માં અપાતી રોયલ્ટી ઉપર લગાવવામાં આવતા ટેકશ પર સ્ટે મૂકવામાં આવે. પિટિશનમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે લોકો માઇનિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ નિર્ધારિત કરેલા કરાર મુજબ રાજ્ય સરકારને રોયલ્ટી પેટે ટેક્સ ચૂકવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પિટિશનમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે સરકારને રોયલ્ટી પેટે ચૂકવવામાં આવી રહ્યો છે તેના પર સ્ટે મૂકવામાં આવે ત્યારે ખરી વાસ્તવિકતા એ પણ છે કે આ પ્રકાર નો મુદ્દો રાજસ્થાન માં પણ ઉદભવીત થયો હતો જેને ધ્યાને લઇ કોર્ટ દ્વારા પણ એજ દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. વધુમાં એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે ખાણ ખનીજ સાથે સંકળાયેલા લોકો સરકારને રોયલ્ટી પેટે જે ચૂકવે છે તે રકમ ખૂબ જ મોટી હોવાથી કોઈ અન્ય ટેક્ષ્ લગાડવો હિતાવહ નથી. આતો સાથ એ વાતની પણ માંગ કરવામાં આવી છે કે અત્યાર સુધી ખાણ ખનીજ સાથે સંકળાયેલા લોકોએ સરકારને જે રોયલ્ટી પેટે જીએસટી ચૂકવ્યો છે તે સંપૂર્ણ રકમ પરત સરકાર દ્વારા આપવામાં આવે.
તારામાં વાસ્તવિકતા એ પણ છે કે ખાણ ખનીજ વિભાગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ ક્ષેત્ર સાથે અન્ય ક્ષેત્ર પણ સીધી અથવા તો આડકતરી રીતે જોડાયેલા છે જો વધુ ને વધુ જીએસટી રોયલ્ટી ઉપર લગાડવામાં આવે તો રો મટીરીયલ પોસ્ટ માં વધારો થઈ શકે છે પરિણામે અન્ય ક્ષેત્ર ને પણ ભાવ વધારાની અસર પહોંચશે ત્યારે સરકારે આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરવો પડશે અને રોયલ્ટી ઉપર લગાવવામાં આવતા 18 ટકા જીએસટી ને નાબુદ પણ કરવો પડશે.