જીલ્લા કલેકટરે આચારસંહિતા ભંગનું બહાનું ધરીને ફરી એક વખત ઇલેકટ્રોનીક મીડિયા નોટ અલાઉડનું ફરમાન આપ્યું : ખેડુતોએ જાતે સર્વે કરીને અગાઉ ૧૦ વખત રજુઆત કરી તેમ છતાં નિંભર તંત્રએ નિષ્કીયતા દાખવી હોવાનો કિશાન સંઘનો આક્ષેપ
સિંચાઇ વિભાગની કામગીરીમાં ઘોર બેદરકારી થઇ હોવાના આક્ષેપ સાથે ભારતીય કિશાન સંઘ દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. ત્યારે આજના આવેદનમાં પણ જીલ્લા કલેકટરને આચાર સંહિતાનું બ્હાનું ધરીને ઇલેકટ્રોનીક મીડીયા નોટ અલાઉડનું ફરમાર કર્યુ હતુ ઉલ્લેખનીય છે કે ખેડુતોએ જાતે જ સર્વે કરીને અગાઉ ૧૦ વખત સિંચાઇ અંગે રજુઆતો કરી છે તેમ છતાં તંત્રએ નિંભર બનીને નિષ્કીયતા દાખવી હોવાથી ખેડુતોમાં ભારે રોષ પ્રવર્તયો છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, ૨૦૧૮-૧૯ માં અપૂરતા અને અનિયમિત વરસાદ ચોમાસા દરમ્યાન પડતા રાજકોટ જીલ્લામાં ૧૧ માંથી ૯ તાલુકાઓને અછત અર્ધ અછત હેઠળ જાહેર ગુજરાત સરકારે કરેલ છે. જીલ્લાનો મગફળી કઠોડ, કપાસ જેવા પાકો પાકો મોટાભાગે નિષ્ફળ ગયેલ છે.
ચાલુ સાલની નબળા વરસાદની પરિસ્થિતિને ઘ્યાનમાં લઇને ભારતીય કિસાન સંઘે રાજકોટ જીલ્લાની ખેતી અને ખેડુત માટે જરુરી પગલા લેવા તા. ૮-૧૦-૨૦૧૮ ના રોજ વિવિધ પ્રશ્નો જેવા કે પાકવીમો, પીવાના પાણી, ઘાસચારો અને સિંચાઇના મહતવના મુદ્દાઓ સાથે વિસ્તૃત આવેદનપત્ર કલેકટર રાજકોટને આપવામાં આવેલ હતું.આ આવેદનપત્રોમાં સુવિધાથી વંચિત ગામો વિસ્તારો માટે નહેરો તળાવોની યોજના અને એકશન પ્લાન બનાવવા દર્શાવેલું હતું.
જીલ્લાના ખેડુત આગેવાનો સાથે તા. ૧૦-૦૨-૨૦૧૯ ના રોજ આ કામગીરી ની છેલ્લી પરિસ્થિતિ જાણવા રુબરુ રજુઆત સાથે અધિકારીઓને મળેલ હતા. ત્યાંથી એવું જાણવા મળેલ છે કે આ કામોના ખર્ચના ૬૦ ટકા સરકાના અને ૪૦ ટકા સંસ્થાઓ તથા લોક ભાગીગારીથી ચુકવવાની રહેશે. તેવો સરકારએ નિર્ણય કરેલ છે. તા. ૧૧-૨-૧૯ ના રોજ ચેકડેમો અને તળાવો ઉંડા અને રીપેરીંગ કરવા માટે જે ૬૦-૪૦ ટકા નું પ્રમાણ નકકી કરેલ છે. તેમાં જીલ્લાની દુષ્કાળની અને અછતની પરિસ્થિતિ ઘ્યાને લઇ લોક ભાગીદારીનો ફાળો ૪૦ ટકા ને બદલે ફેર વિચારણા કરીને ૧૦ ટકા કરવાની ભારતીય કિશાન સંઘના પ્રમુખ દીલીપભાઇ સખીયા તથા જીલ્લા અને તાલુકાઓના સમીતીના સભ્યો સાથે રુબરુ મળ્યા હતા. અને જે તે વિભાગના અધિકારીએ જણાવેલ હતું કે ફરત ૫૦૪ ડેમોનો એક એકશન પ્લાન રાજકોટ જીલ્લાનો મંજુર કરેલ છે. પણ તેમાંથી માત્ર અંદાજીત ૧૦ ટકા કામ હાલની તારીખમાં પણ થયેલ નથી.
ઉંડા ખોદવામાં ડેમોમાં જયા હજારો કલાકના કામ હોવા છતાં ત્યાં માત્ર ૨૦ કલાક થી લઇને ૧૦૦ કલાક સુધીના માત્ર દેખાવ પુરતા જ કામો કરવામાં આવેલ છે આવી મજાક શું કરવા કરવામાં આવે છે ખબર નથી પડતી કે સરકારી તંત્ર શું કરવા માંગે છે તે સમજાતું નથી. અગાઉ કલેકટરને રુબરુ મળેલ તેમની સાથે વાતચીત દરમિયાન અમે કલેકટરશ્રીને બે થી ત્રણ વખત કીધુંલું છે કે માન. સાહેબ ચુંટણી આવી જશે આ કામમાં ઝડપ કરો તો કલેકટરશ્રીએ અમને ખાતરી આપેલ હતી કે ચુંટણી પેલા આ ડેમના બધા કામ ચાલુ થઇ જશે. છતાં પણ આજની તારીખ સુધીમાં અંદાજીત ૧૦ ટકા કામ પણ ચાલુ થયેલ નથી.
રાજકોટ જીલ્લાના તમામ ગામોએ તળાવ ચેકડેમો ઉંડા કરવા તથા રીપેર કરવાની સર્વેની કામગીરી સિંચાઇ વિભાગની હતી. તેમ છતા કલેકટર ના કહેવાથી આ કામગીરી રાજકોટ જીલ્લા ભારતીય કિસાન સંઘ કાર્યકર્તાઓ તથા જીલ્લાના જાગૃત ખેડુતોએ સાથે મળીને તે પણ માત્ર દિવસ ૧૦ માં પૂર્ણ કરી તેનો સર્વે રીપોર્ટ કલેકટર ને લેખીતમાં સુપ્રરત કરેલ છે. કિસાન સંઘની દરખાસ્તમાં જીલ્લાના ૨૯૬૭ ચેક ડેમો ના કામો કરવાના છે.
તેની સામે માત્ર ૫૦૪ ચેકડેમો ના કામોનો માસ્ટર પ્લાન મંજુર થયેલ છે. બાકી જે ૮૦ ટકા કામો બાકી છે તે લેવામાં આવ્યા નથી. તમામ જીવ સૃષ્ટિને ઉપયોગી એવા ભગીરથ કાર્યને વધારવા માટે ભારતીય કિશાન સંઘે દ્વારા રાજકોટ જીલ્લાના રીટાયર્ડ નિવૃત સિંચાઇ ઇજનેરઓ માનદસેવા આપવા તૈયાર થતા તેમની મદદથી આ ભગીરથ કાર્યને વેગ આપવા માટે તેમને સિંચાઇ વિભાગની કામગીરીમાં જોડાવવા અને સિંચાઇ વિભાગને મદદ કરવા માટે સિંચાઇ વિગભાના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરેલ પરતુ વિભાગના અધિકારીએ પ્રતિભાવ આપેલ નથીસ. અને મૌન રાખેલ છે.