દર બે દિવસે પાણી આપવાનું વચન આપનાર ધારાસભ્ય વસોયાને જેતપૂર ડાઈંગના દુષિત પાણી અંગે હોબાળો કરવામાં રસ હોવાની ચર્ચા
રાજકોટ જિલ્લાનાં ધોરાજીનાં વોર્ડ નં.૫ના રહેવાસીઓમાં એકએક ક્રાંતી આવી હોય તેમ પીવાના પાણીની સમસ્યા, પ્રદુષિત પાણી વગેરે જેવા પ્રશ્નોને લઈ અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા આખરે ધારાસભ્ય વિરૂધ્ધ શહેરમાં બેનરો મૂકવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી દુષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હોય આરોગ્ય સામે સંકટ ઉભુ થયુ છે. એકતો કોરોનાની મહામારી અને તેમાં પણ દુષિત પાણી તંત્ર દ્વારા આપવામાં આવતું હોય લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.
દર બે દિવસે પાણી આપવાનું વચન આપનાર ધારાસભ્ય વસોયાને જેતપૂર ડાઈંગનું પ્રદુષિત પાણી દેખાય છે. પરંતુ ધોરાજીમાં નગરપાલીકા દ્વારા વિતરણ થતુ દુષિત પાણી દેખાતુ ન હોવાની ચર્ચા જાગી છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતનાં જળાશયો પણ ભરેલા હોવા છતાં ૫-૬ દિવસે ધોરાજીની પ્રજાને અપાતું પાણીને એ પણ દુષિત હોય અનેકવાર કરવામાં આવેલ રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાતા આખરે કંટાળી જઈ ધોરાજી વોર્ડ નં.૫માં ધારાસભ્ય વિરૂધ્ધ ‘જાગો જનતા જાગો’ના બેનરો મૂકવામાં આવ્યા છે.